બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Tribute and sword fight organized at Bhucharmori in Jamnagar Dhrol in memory of martyrs

કીર્તિમાન / VIDEO: એક સાથે 5 હજાર યુવાનોની તલવારબાજી જોઈ હાજા ગગડી જશે, ધ્રોલમાં ઐતિહાસિક ભૂચર મોરી મેદાન ખાતે વર્લ્ડ રેકોર્ડ

Vishnu

Last Updated: 12:04 AM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહીદોની યાદમાં જામનગર ધ્રોલમાં ભૂચરમોરી ખાતે શ્રદ્ધાંજલિ અને તલવારબાજીનું આયોજન કરાયું હતું, જાણો ઈતિહાસ

  • ધ્રોલમાં રાજપૂત યુવાનોનો વર્લ્ડ રેકોર્ડ
  • 5 હજાર યુવાનોની તલવારબાજી
  • ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન

જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઈતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ ખેલાયું હતું. જેને ઈતિહાસકારોએ સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઉપમા આપે છે. . શરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે મેદાન લોહીથી રંગાઈ ગયું હતું. પ૦૦ વર્ષ પહેલા રણમેદાનમાં અભુતપુર્વ સંગ્રામ ખેલાયો હતો જેમાં કુંવર અજાજી અને હજારો નરબંકાઓએ બલીદાન આપ્યા હતા.

સામૂહિક તલવારબાજી કરી નવો કીર્તિમાન સ્થપાયો 
ત્યારે એ શૂરવીરોના બદલિદાનને યાદ કરતાં આજે જામનગરના ધ્રોલમાં ઐતિહાસિક ભૂચર મોરી મેદાન ખાતે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. 17 જિલ્લાના 5 હજાર રાજપૂતો યુવાનોએ એક સાથે તલવારબાજી કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. મહત્વનું છે કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટે તલવારબાજીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી કિર્તિસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય હકુભા જાડેજા પણ રહ્યા ઉપસ્થિત હતા.  ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતું પ્રમાણ પત્ર પણ આપવામાં આવ્યું હતું.

પાંચસો વર્ષ પહેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયો હતો લોહિયાળ જંગ
આજથી પાંચસો વર્ષ પહેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયો હતો લોહિયાળ જંગ. રાજ ધર્મ અને આસરા ધર્મના પાલન માટે ક્ષત્રિય રાજવી હાલાજી અકબર બાદશાહ સામે ભીષણ યુદ્ધે ચડ્યા હતા. આ રણ સંગ્રામમાં જામનગરના કુંવર અજાજી પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી. આ યુદ્ધમાં હજારો નવજુવાનિયા ક્ષત્રિયોએ પણ જીવ સટોસટીની લડાઇ લડી પોતાના પ્રાણો ત્યાગ્યા હતા. આશરે આવેલા અમદાવાદના મુસ્લિમ મુઝફર શાહનું રક્ષણ કર્યું હતું. .આ યુદ્ધ એટલું ભયંકર અને ભયાનક હતું કે જેને ગુજરાત પાણીપત પણ કહેવામાં આવે છે.

બાદશાહ મુઝફર શાહ આવ્યો સૌરાષ્ટ્રના રાજવીના શરણે
વિક્રમ સંવત 1629નો એ દિવસ. દિલ્હીમાં ગાદી પર બિરાજતા અકબર બાદશાહે ગુજરાતનાં છેલ્લા બાદશાહ મુઝફર શાહ ત્રીજાને હરાવી તેનું રાજ્ય કબજે કરી લીધું. અકબરે મુઝફર શાહને કેદ કરી દિલ્હી લઇ ગયો. મુઝફર શાહ અકબરની કાળી કોટડીમાં બંધ હતો. પણ અકબર બાદશાહની લોખંડી કેદ તોડીને મુઝફર શાહ ભાગી છૂટ્યો. અકબરને ખબર મળ્યા કે મુઝફર શાહ ભાગી છૂટ્યો છે. તો તેણે પોતાનું આખુય લશ્કર મુઝફરને પકડવા માટે પાછળ દોડાવ્યું. પણ મુઝફર શાહ બચતો ફરતો હતો અને અકબરની સેનાને થાપ આપતો હતો.અકબરની આવડી મોટી સેના પાછળ પડી હોય અને બચવું કંઈ સહેલું ન હતું. મુઝફર શાહ રણઝળપાટ કરતા ગુજરાતના અનેક રાજાઓની શરણે ગયો. પણ કોઈએ આશરો ન આપ્યો.છેવટે મુઝફરશાહ જામનગરના રાજવી જામસતાજીના શરણે આવ્યો. શરણાગતનું રક્ષણ કરવું તેતો ક્ષત્રિયનો ધર્મ છે. જામસતાજીએ મુઝફર શાહને શરણ આપ્યું. .

જામનગરના રાજવી જામસતાજીએ આપ્યું શરણ
એક તરફ મુઝફર શાહને જામસતાજી જેવા સાહસિક રાજાનું શરણ મળી ગયું હતું. બીજી તરફ દિલ્લીના બાદશાહના સિપાહીઓ મુઝફરને શોધવા માટે ગામે ગામે ખૂંદી રહ્યા હતા. .ત્યાં અમદાવાદમાં અકબરના સુબા મુરઝા અઝીઝને જાણ થઈ કે જામસતાજીએ મુઝફરને આશરો આપ્યો છે. ત્યારબાદ તાબડતોડ અકબરે પોતાનું લશ્કર જામનગર તરફ મોકલ્યું. .અને જામસતાજીને ફરમાન કર્યું કે મુઝફર શાહ અમને સોંપી દો. પણ પોતાના આશરે આવેલાનું રક્ષણ ન કરે તો તે ક્ષત્રિય શેનો ? 

ભુચરમોરીના મેદાનમાં જામ્યું યુદ્ધ
જામસતાજીએ દિલ્હીના બાદશાહને જવાબ મોકલ્યો કે શરણાગતને કાઢી મુકવો તે ક્ષત્રિયોનો ધર્મ નથી. જામસતાજીનો આ જવાબ સાંભળીને બાદશાહ અને તેનાં હાકેમો ક્રોધથી લાલચોળ થઇ ગયા. અને ત્યારબાદ ભિષણ યુદ્ધના મંડરાણ થયા. ધ્રોલ પાસે ભુચરમોરીના મેદાનમાં અકબરની સેના અને જામસતાજીની સેના બાથ ભિડવવા માંડી. ક્ષત્રિયોની શૌર્ય શક્તિ સામે બાદશાહે નતમસ્તક થવું પડ્યું હતું. અને મંત્રણા માટે આજીજી કરવી પડી હતી. 

જૂનાગઢના નવાબ દોલત ખાન પહેલાએ જામસતાજીને કર્યો સપોર્ટ
પણ પેલી કહેવત છે ને ઘર કા ભેદી લંકા ઢાએ. જૂનાગઢના નવાબ દોલત ખાન પહેલા તો જામસતાજીને સપોર્ટ કર્યો હતો પણ બાદમાં એના મનમાં એવુ થયું કે પોતાનું વર્ચસ્વ ઓછુ થઈ જશે તો તેણે બાદશાહની સેનાને સપોર્ટ કર્યો. ફરી યુદ્ધ થયું. ક્ષત્રિયોએ ફરી પોતાનું શૌર્ય બતાવ્યું. બાદશાહની સેના ટપોટપ મરવા લાગી. સતત ત્રણ પ્રહાર આ યુધ્ધ ચાલ્યુ હોવાનું ઇતિહાસમાં લખાયું છે. દિલ્હીના લશ્કરમાં એક લાખ સૈનિકો હતા. 

મોગલ સિપાહીના તલવારના ઘાથી કુંવર અજાજી શહીદ થયા
તો સામી બાજુ જામસતાજીનુ સૈન્ય પ્રમાણમાં નાનું હતું. પરંતુ ક્ષત્રીયોનું શૌર્ય અપ્રતિમ હતું. .અજાજીએ દુશ્મનના સૂબા પર ખુંખાર હૂમલો કર્યો. સુબો હાથી પર સવાર હતો. જ્યારે અજાજી ઘોડા પર હતા. ઘોડા પર સવાર અજાજીએ કૂદકો મારીને સુબા પર બરછીથી હુમલો કર્યો પણ સુબો બચી ગયો. બરછી હાથીની આરપાર થઈ ગઈ. પરંતુ બરાબર તે જ સમયે એક મોગલ સિપાહીના તલવારના ઘાથી કુંવર અજાજી શહીદ થયા. .

અઢીસો વર્ષ સુધી લોકોએ ન ઉજવી સાતમ
ભુચર મોરીના આ મેદાનમાં વિક્રમ સવંત 1648માં હાલારી શ્રાવણ વદ સાતમના રોજ આ લડાઇ થઇ હતી અને જામનગરના નરબંકાઓએ ક્ષત્રીય ધર્મ માટે શહીદી વ્હોરી હતી. જેથી જામનગરમાં આશરે અઢીસો વર્ષ સુધી લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતા. હજારો શહીદોએ પોતાના જીવ દીધા. અને લડાઇમાં લોહીની જાણે નદીઓ વહી હોય તેમ ભુચર મોરીની ધરતી આજે પણ લાલ અને રતાશ પડતી લાગે છે. .ભુચર મોરીની ધાર એક માઇલ લાંબી છે. .આજે ત્યાં જામશ્રી અજાજીની દેરી છે અને ક્ષત્રીય નરબંકાઓના પાળીયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ