બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / trailor out of madhuri dixit's upcoming film Maja Ma

Maja Ma trailer / પરફેક્ટ ગુજરાતી માના રોલમાં માધુરી દીક્ષિતની પરફેક્ટ એક્ટિંગ, કોમેડી સાથે ઈમોશનલ સંદેશ

Published By: Parth

Last Updated: 06:26 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માધુરી દીક્ષિત ઘણાં સમય બાદ ફરી મોટા પડદાં પર આવી રહી છે.  તેમની આવનારી ફિલ્મ મજા માંનું ટ્રેલર રીલિઝ થવાં જઇ રહ્યું છે. જુઓ આ ફિલ્મમાં માધુરીના ખાસ પાત્ર વિશે...

  • માધુરી દીક્ષિતની અપકમીંગ ફિલ્મ 'મજા માં' નું ટ્રેલર રીલિઝ
  • ઇમોશનલ અને કૉમેડી ડ્રામાંનું એન્ટરટેઇન્મેન્ટ 
  • આ ફેમિલી ડ્રામા ફિલ્મ આનંદ તિવારી દ્વારા નિર્દેશિત છે

મજા માં ટ્રેલર : માધુરી દીક્ષિતની અપકમીંગ ફિલ્મ 'મજા માં' નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે.  આ ટ્રેલરમાં માધુરીનાં રૉલને જોઇને ફરી એકવાર તેમની દમદાર ઓનસ્ક્રીન પ્રેઝેન્સ જોવા મળી રહી છે. ટ્રેલરમાં માધુરી એક મીડલ ક્લાસ પરિવારની વાર્તાનો એક મહત્વનું પાત્ર બન્યા હોવાનું નજરે પડે છે. આ ટ્રેલર ફેમિલીનાં ઇમોશનલ અને કૉમેડી ડ્રામાંનું એન્ટરટેઇન્મેન્ટ પૂરું પાડે છે. 

પરફેક્ટ મોમ માધુરીની કૉમેડી ફેમિલી
ટ્રેલરની શરુઆત ઋત્વિક ભૌમિકના પાત્રથી થાય છે જેમાં તે પરિવારનાં તમામ લોકોનું દર્શકોને પરિચય આપે છે. આ ફેમિલી ઇન્ટ્રોડકેશનમાં તેમની 'પરફેક્ટ મૉમ' એટલે કે   માધુરીને છોડીને તમામ થોડાં વિચિત્ર છે.   આ જ વિચિત્ર પાત્રો આ પરિવારની કૉમિક કેરેકેટર છે.   ટ્રેલરમાં ફિલ્મની કહાની એક એવાં પરિવાર સાથે જોડાંયેલ છે કે જેનાં પુત્રનો સંબંધ એક પાવરફુલ પરિવાર સાથે બંધાવા જઇ રહ્યો છે. પરંતુ અહીં માધુરીના પાત્રનો ભૂતકાળ આ લગ્નમાં વિઘ્ન બની રહ્યું છે. માધુરીના બે બાળકોનાં પાત્રમાં પરિવારમાં બેલેન્સ અને મુશ્કેલીઓને ઉતમ રીતે હેન્ડલ કરતાં જોવાં મળે છે. પલ્લવી પટેલ નામક પાત્રમાં માધુરીને એક ડાન્સ ટ્રેનરનાં રુપે દર્શાવવામાં આવી છે કે જેને એક દિવસ પરિવારની બહાર પોતાનું ખરું અસ્તિત્વ શોધવાનો પણ વિચાર આવે છે. 

 જુઓ વીડિયો:

ગજરાજ રાવની સ્ક્રીન પ્રેઝેન્સ
આ ફિલ્મમાં ગજરાજ રાવ માધુરીના પતિનો ભાગ ભજવી રહ્યાં છે. ગજરાજનું પાત્ર કૉમિક દર્શાવવામાં આવ્યું છે.   ખોટી અંગ્રેજીથી માંડીને એવા ઘણાં ડાયલોગ્સ છે જે દર્શકોને હસવાં મજબૂર કરે છે.   ગજરાજ સાથે માધુરીની જોડી પહેલીવાર જોવા મળી છે. ટ્રેલરમાં બંનેની ઑનસ્ક્રીન કેમેસ્ટ્રી ઠીકઠાક જોવા મળી રહી છે. 

માધુરીની વાપસીથી ફેન્સ ખુશ
આ ફેમિલી ડ્રામા ફિલ્મ આનંદ તિવારી દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મમાં માધુરી સિવાય બર્ખાસિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજીત કપૂર, સિમોનસિંહ, શીબા ચઢ્ઢા, મલ્હાર ઠાકર અને નિનાદ કામતનાં પાત્રો પણ નજરે પડે છે. આ ટ્રેલરને ફેન્સનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ખાસ માધુરીના ફેન્સ તેની અદાઓના ખૂબ વખાણ કરી રહ્યાં છે.   ડાન્સ ટ્રેનરનાં પાત્રમાં માધુરી સુંદર લાગી રહી છે .એક ફેનએ લખ્યું કે 'હું   વર્ણન નથી કરી શક્તો કે તેમને ઑનસ્ક્રીન જોઇને કેટલું સારું લાગે છે અને એ પણ આવાં અવનવાં પડકારરૂપ ભૂમિકા ભજવતાં...'. બીજા એક ફેનએ લખ્યું કે 'શાનદાર સ્ટાર કાસ્ટ'. ફેન્સ માધુરીને ફરી મોટાં પડદાં પર જોવાં ખુબ ઉત્સાહીત જોવાં મળી રહ્યાં છે. મજા માં 6 ઑક્ટોબરથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Madhuri Dixit બોલિવૂડ માધુરી દીક્ષિત Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ