ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Total 27 People Including The Chief Priest Will Be Allowed At The Badrinath Temple

આસ્થા / 15 મેના ખુલશે બદ્રીનાથ મંદિરના કપાટ, 27 લોકો રહેશે હાજર

Published By: Juhi

Last Updated: 04:43 PM, 11 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરના કપાટ 15 મેના ખોલવામાં આવશે. લૉકડાઉનને કારણે આ વખતે મંદિરમાં કોઇ પણ શ્રદ્ઘાળુઓને જવાની પરવાનગી આપવામા આવશે નહી. આ વખતે માત્ર મંદિરના મુખ્ય પૂજારી સહિત 27 લોકો માટે જ કપાટ ખુલવાના સમયે હાજર રહેશે.

ADVERTISEMENT

  • 15 મેના સવારે 4.30 વાગે ખુલશે બદ્રીનાથ મંદિરના કપાટ
  • આ વખતે મુખ્ય પૂજારી સહિત 27 લોકો જ રહેશે હાજર
  • કેરલથી પહોંચ્યા મુખ્ય પૂજારીને રિષિકેષમાં પૂરી કર્યુ 14 દિવસનુ ક્વૉરન્ટીન 
  • માત્ર મંદિરથી જોડાયેલા કર્મચારી અને ભોગ પ્રસાદથી જોડાયેલા લોકો જ રહેશે હાજર
  • શ્રદ્ઘાળુઓની એન્ટ્રી પર પ્રતિબંધ, હાલમાં શરૂ નહી થાય યાત્રા 

જોશીમઠના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અનિલ ચન્યાલે આ માહિતી આપી છે. મુખ્ય પુજારી ઈશ્વરી પ્રસાદ નંબૂદરીનો કોરોના ટેસ્ટ બે વખત નેગેટિવ આવી ચૂક્યો છે. તેઓ બે સપ્તાહનું ક્વૉરન્ટીન પુરું કરી ચૂક્યા છે. કેરળમાંથી પરત ફરવાને કારણે તેમને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા.

એસડીએમે જણાવ્યુ કે, કપાટ ખોલ્યા પહેલાની તમામ તૈયારીઓથી થઇ ગઇ છે. 27 લોકોને પરવાનગી મળી છે, જેમાં મુખ્ય પૂજારી રાવલ ઇશ્વરી પ્રસાદ નમ્બૂદરી, નાયબ રાવલ, ધર્માધિકારી, ઉપર ધર્માધિકારી, બડવા પૂજારી, લક્ષ્મી મંદિરના પૂજારી, મંદિરથી જોડાયેલી પ્રમુખ કર્મચારી અને ભોગ સેવાથી જોડાયેલા લોકો શામેલ છે. ઉત્તરાખંડ દેવસ્થાન બોર્ડે બરફને દૂર કરવાથી લઈને પાણી-વીજળી સુધીની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. તૈયારીઓમાં લાગેલા લોકો માટે માસ્ક પહેરવું જરૂરી છે.

કેરળના પૂજારી કરે છે પૂજા

બદ્રીનાથ ધામમાં ભગવાનના પાંચ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વિષ્ણુજીના આ પાંચ સ્વરૂપોને પંચ બદ્રી કહેવામાં આવે છે. બદ્રીનાથના મુખ્ય મંદિર સિવાય અન્ય ચાર સ્વરૂપોના મંદિર પણ અહીં જ છે. શ્રી વિશાલ બદ્રી પંચ સ્વરૂપો મુખ્ય છે. આદિગુરુ શંકરાચાર્ચ દ્વારા નક્કી કરવામાં આવેલી વ્યવસ્થાના જણાવ્યા મુજબ બદ્રીનાથ મંદિરના મુખ્ય પૂજારી દક્ષિણ ભારતના કેરળ રાજ્યના હોય છે. મંદિર દર વર્ષે એપ્રિલ-મેથી ઓક્ટોબર-નવેમ્બર સુધી દર્શન માટે ખુલ્લુ રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Badrinath Temple India covid 19 lockdown viral pooja

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ