બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:12 AM, 31 July 2021
ADVERTISEMENT
ભારતની કમલપ્રીત કૌરે ડિસ્કસ થ્રોમાં સારુ પ્રદર્શન કર્યુ
ટોક્યો ઓલમ્પિકમાં આજે 9મો દિવસ છે. ભારતની કમલપ્રીત કૌરે ડિસ્કસ થ્રોમાં સારુ પ્રદર્શન કર્યુ છે. તેમણે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. કમલપ્રીત ભારતને મેડલ અપાવવાની નજીક છે. તેમણે ત્રીજા પ્રયાસમાં 64 મીટરનો કર્યો. ત્યારે તીરંદાજી અને બોક્સિંગમાં ભારતને નિરાસ મળી છે. તીરંદાજ અતનુ દાસ અને બોક્સર અમિત પંધલ હારી બહાર થયા છે. બન્ને પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં હાર્યા છે.
ADVERTISEMENT

કમલપ્રીત કૌરે ડિસ્કસ થ્રોમાં ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો
ADVERTISEMENT
ભારતની કમલપ્રીત કૌરના બીજા પ્રયાસમાં 63.97 મીટર થ્રો કર્યો છે. પહેલા પ્રસાસમાં તેમનો થ્રો 60. 29 મીટરનો હતો. આ ગ્રુપ બીમાં ક્વોલિફિકેશન રાઉન્ડ હતો. ડિસ્કસ થ્રોમાં કમલપ્રીતે ત્રીજા પ્રયાસમાં 64 મીટર થ્રો કરીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. તે ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા સ્થાન પર રહી છે. જો કે ભારતની સીમા પૂનિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. સીમા 31 એથલીટોમાંથી 16માં સ્થાન પર રહી. ફાઈનલમાં પહોંચવા માટે સીમાએ ટોપ 12માં આવવાનું હતુ.

ADVERTISEMENT
કૌર પંજાબના મુક્તસર સાહિબ જિલ્લામાંથી આવે છે
કમલપ્રીત કૌર પંજાબના મુક્તસર સાહિબ જિલ્લામાંથી આવે છે. તેમણે પટિયાલામાં આયોજીત 24માં ફેડરેશનલ કપ સીનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાની પહેલા અને એક માત્ર પ્રયાસથી 65.06 મીટર ચક્કા ફેંકીને ટોક્યો 2020 માટે પોતાનુ સ્થાન નક્કી કરી લીધું હતુ. તેમણે આ પ્રક્રિયામાં 63.50 મીટરના ઓલમ્પિક યોગ્યતાના અંકને પણ પાર કરી દીધી હતી. તેમણે 2012 માં કૃષ્ણા પુનિયા દ્વારા સ્થાપિત 64.76 મીટરનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.