ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / Today will be the second ODI between India and West Indies
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વન-ડે સિરીઝની આજે બીજી મેચ રામવાની છે. જેને લઈને દરેક ના મનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે આ બીજી વન-ડે રમાવાની છે. આ શ્રેણી જીતવા માટ ભારતની ટીમે પૂરી રીતે તૈયારી કરી લીધી છે. અગાઉ જ્યારે મેચ રમાઈ હતી ત્યારે ભારતે ઈન્ડિઝને હાર આપી હતી.
લોકેશ રાહુલની વાપસી
ADVERTISEMENT
આજે અમદાવાદમાં બીજી વનડે માં ભારતનો જોરદાર ખેલાડી લોકેશ રાહુલ વાપસી કરશે. રાહુલના બેટિંગ ઓર્ડરને લઈને આજે પ્રશ્નાર્થ છે. જોવાનું એ રહેશે કે રોહિત કયા ક્રમે રાહુલને ઉતારે છે.
પહેલી મેચમાં રોહિતના 60 રન
ADVERTISEMENT
પહેલી મેચમાં ચહલ અને વોશિંગટન સુંદરની સારી બોંલીગને કારણે વેસ્ટ ઈન્ડિઝે માત્ર 176 રન બનાવ્યા હતા. બાદમાં કેપ્ટન રોહિત શર્માએ 60 રન માર્યા હતા જેથી ભારત પહેલી મેચ સરળતાથી જીતી ગયું હતું.
ઈશાન કિશને 36 બોલમાં 28 રન માર્યા
ADVERTISEMENT
રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું સારુ રહ્યું છે. સાથેજ રોહિત શર્માનું પર્ફોર્મન્સ પણ સૌથી વધારે સારુ રહ્યું છે. રોહિતની સાથે ગત મેચમાં ઈશાન કિશને પણ 36 બોલમાં 28 રન બનાવ્યા હતા. જોકે રાહુલ તેની બહેનના લગ્નને કારણે નહોતો રમી શક્યો. જોવ રાહુલ હોત તો ઈશાનને બહાર રહેવું પડ્યું હોત.
વેસ્ટઈન્ડિઝને ટીમને પણ આજે સારુ પર્ફોમન્સ આપવું પડશે
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે કીરોન પોલાર્ડની ટીમને આજે સારુ પર્ફોર્મન્સ આપવું હોય તો તેમના બેટરોએ આજે સારી રીતે રમવું પડશે. આ મુદ્દે અનુબી ઓલરાંઉડર જેસન હોલ્ડરે એવું કહ્યું કે બેટરોએ તેમના વિકેટનું મહત્વ સમજીને રમવું પડશે. આજે વેસ્ટઈન્ડિઝની ટીમને તેમના બેટરો નિકોલસ પૂરન અને પોલાર્ડ સારુ રમશે તેવી આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ