બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Today share market sensex loss by 1600 points investors lost 4 lakh crores

માર્કેટ / 4,00,000 કરોડ રૂપિયાનો સફાયો! શેર બજારમાં આવ્યો ભૂકંપ, HDFC સહિત આ રોકાણકારોને BIG LOSS

Published By: Vaidehi

Last Updated: 04:22 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરેલૂ શેરબજારની ઉપર છેલ્લાં 2 દિવસથી દબાણ જોવા મળી રહ્યું છે. આજે 1600 અંકનો મોટો કડાકો સેંસેક્સમાં નોંધાયો છે. રોકાણકારોનાં 4.33 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયાં છે.

  • આજે શેરબજારમાં મોટો કડાકો પડ્યો
  • સેંસેક્સમાં 1600 અંકનો ઘટાડો
  • રોકારણકારોને 4.33 લાખ કરોડ રૂપિયાનું નુક્સાન

ઘરેલૂ શેરબજારમાં આજે ચારેયબાજુ લાલ નિશાનીઓ જોવા મળી. બેંકિંગ અને ફાઈનેંશિયલ શેરોનાં રેકોર્ડ બ્રેકિંગ ઘટાડાનાં લીધે આખું બજાર કડડભૂસ થઈ ગયું.  આજે BSE સેંસેક્સ અને NSE નિફ્ટી 50માં ભયંકર ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટની આ સ્થિતીને લીધે BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 4.33 લાખ કરોડનો ઘટાડો થયો હતો, એટલે કે રોકાણકારોએ આજે ​4 લાખ કરોડથી વધુનું નુકસાન ભોગવ્યું. છેલ્લાં બે દિવસમાં રોકાણકારોની મૂડીમાં કુલ. 5.48 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

સવારથી બજારમાં લાલ નિશાની
BSE અને NSE બંને આજે સવારથી મોટા ઘટાડાનાં સંકેતો આપી રહ્યાં હતાં. બંનેની શરૂઆત આશરે 1-1%નાં ઘટાડા સાથે થઈ હતી. પણ જેમ-જેમ દિવસ ચડતો ગયો તેમ-તેમ સેંસેક્સ અને નિફ્ટીનું નુક્સાન 2.25% સુધી પહોંચી ગયું હતું.  સેંસેક્સમાં આજે 1628.01 અંકોનો ઘટાડો નોંધાયો અને આંકડો 71998.93નાં અંક પર દેખાઈ રહ્યો હતો પણ કારોબારનાં અંત સુધીમાં આંકડો ઘટીને 71500.76 પર બંધ થયો.

નિફ્ટી
નિફ્ટી 50ની વાત કરીએ તો ઈંડેક્સ 459.20 અંકનાં ઘટાડા સાથે 21571.95 અંક ગબળ્યો હતો. નિફ્ટીને સેક્ટોરલ ઈંડિસેજમાં નિફ્ટી બેંક અને નિફ્ટી ફાઈનેંશિયલ સર્વિસિઝ બંને 4.28% ઘટ્યાં. માત્ર નિફ્ટી IT જ 0.64% તેજીમાં રહ્યું.

વધુ વાંચો: મુકેશ અંબાણીની આ કંપનીમાં મોટી ખોટ પડી, થયું જોરદાર નુકસાન, શેર પણ તૂટ્યા

IT શેરોને છોડી બધામાં ઘટાડો
સેંસેક્સની કંપનીઓમાં માત્ર ટેક શેરોએ બજારને કંઈક સહારો આપ્યો. HCL ટેક સૌથી વધુ 1.34% વધીને મજબૂત થયું. ઈંફોસિસમાં 0.55%, ટેક મહિન્દ્રમાં 0.54% અને TCSમાં 0.38%  તેજી આવી. પણ બીજી તરફ HDFC બેંક સૌથી વધારે સાડા આઠ ટકા ઘટ્યું. ટાટા સ્ટીલમાં 4%થી વધારે નુક્સાની જોવા મળી. કોટક બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, JSW સ્ટીલ અને બજાજ ફિનસર્વનાં શેરોમાં 1.38% થી લઈને 3,66%નો ઘટાડો જોવા મળ્યો.

સંકળાયેલા મુદ્દાઓ

Closing Bell share market ક્લોઝિંગ બેલ નિફ્ટી શેર માર્કેટ સેંસેક્સ Share Market closing bell

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ