બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Three zodiac signs will get everything: job, marriage and desired promotion

ગ્રહ ગોચર / નોકરીમાં પ્રમોશન, લગ્નનો યોગ... નવા વર્ષમાં રાતોરાત ચમકી ઉઠશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ક્યાંક તમારી તો નથી ને?

Sanjay Vibhakar

Last Updated: 01:41 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળ ગ્રહ વર્ષનાં અંતમાં 27 ડિસેમ્બરનાં રોજ 8:27 મિનિટે ધન રાશિમાં ગોચર થવાં જઇ રહ્યો છે. આ પહેલાં સુર્ય ધન રાશિમાં વિરાજમાન થવાનો છે.

  • હિંમત અને બહાદુરીમાં વૃદ્ધિ થશે 
  • જમીનની ખરીદી અને વેચાણથી સારો ધન લાભ થઈ શકે 
  • લગ્નજીવનમાં ખુશી જોવા મળશે

કોઈ પણ ગ્રહ એક નક્કી સમયે ગોચર કરે છે અને તે જ્યારે પણ ગોચર કરશે ત્યારે તેનો પ્રભાવ બધી જ રાશિઓ પર પડશે.  આ ગોચર કેટલીક રાશિઓ માટે લાભકારક હોય છે તો કેટલીક રાશિઓ માટે નકારાત્મક.  એવામાં હિંમત અને બુધ્ધિમત્તા માટે જવાબદાર ગણાતો મંગળ, ધન રાશિમાં ગોચર કરવા જઇ રહ્યો છે. મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે.  રાશિચક્ર પર સકારાત્મક અસર થવાની છે અને તેની અસર 2024માં પણ જોવા મળશે. 

ગ્રહોનો સેનાપતિ માનવામાં આવતો મંગળ, ધન રાશિમાં વર્ષનાં અંતમાં 27 ડિસેમ્બરનાં રાત્રે 8:26 મિનિટે  ગોચર થશે. આ પહેલાં ધન રાશિમાં સુર્ય વિરાજમાન થવાનો છે. સુર્ય અને મંગળનો સંયોગ 2024માં ત્રણ રાશિઓ માટે ઉત્તમ રહેશે. આ રાશિના જાતકો માટે અચાનક ધનલાભ અને સારા નસીબની સંભાવના છે. જેમાં મેષ, સિંહ અને કન્યા રાશિનો સમાવેશ થાય છે. 

આ ત્રણ રાશિના જાતકોને મળશે સફળતા 

મેષ રાશિ 
મંગળ ગ્રહ ધન રાશિમાં ગોચર થવાથી મેષ રાશિના જાતકોને સકારાત્મક અસર જોવા મળશે. હિંમત અને બહાદુરીમાં વૃદ્ધિ થવાની છે. નવા વર્ષની શરૂઆતમાં આત્મવિશ્વાસની પણ વૃદ્ધિ થશે. ભાગ્ય તમારો સાથ આપશે, જેથી તમારાં દરેક કામને સફળતા મળશે.  કાર્યક્ષેત્રમાં સારી પ્રગતિની સંભાવના છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 

સિંહ રાશિ 
મંગળ ગ્રહ ધન રાશિમાં ગોચર થવાથી સિંહ રાશિના જાતકોને સકારાત્મક અસર જોવા મળશે.  ધંધામાં ધાર્યા કરતા વધુ નફો થઈ શકે. જો તમે જમીન અથવા વાહન ખરીદવા માંગતા હોય તો એવામાં આ સમય એકદમ અનુકૂળ છે. જમીનની ખરીદી અને વેચાણથી પણ સારો ધન લાભ થઈ શકે છે. મન પ્રસન્ન રહેશે. લગ્નજીવનમાં પણ ખુશી જોવા મળશે. 

કન્યા રાશિ 
આ રાશિના જાતકો માટે 2024 શરૂઆત સારી રહેશે. મંગળ ગ્રહ ધન રાશિમાં ગોચર થવાથી કન્યા રાશિના જાતકોને સકારાત્મક અસર જોવા મળશે. ઇચ્છિત લાભ પ્રાપ્ત થવાના છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળવાની અપેક્ષા છે. નોકરી કરતા લોકોને ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર અથવા પ્રમોશન મળવાની સંભાવનાઓ છે. કન્યા રાશિના જાતકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેવાનું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Rashifal mangal gochar in dhanu કન્યા મંગળ ગ્રહ મેષ રાશિફળ સિંહ Planetary Pastures
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ