બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Three bogus doctors caught again in Ahmedabad

ચેતીને રહેજો / લોકોનાં જીવ સાથે રમત ક્યાં સુધી? અમદાવાદમાં ફરી ઝડપાયા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ત્રણ બોગસ તબીબ

Priyakant

Last Updated: 09:23 AM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓઢવ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર જ તબીબી પ્રેક્ટિસ માટે દવાખાના ચલાવતા ડૉક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી

  • અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો
  • ઓઢવમાં ડિગ્રી વગરના બે ડૉક્ટરનાં દવાખાનાં સીલ
  • છેલ્લા એક દાયકાથી ‌ડિગ્રી વગરના મુન્નાભાઇ MBBSનો જમાવડો 

અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ ‌જિલ્લાનાં નાનાં નાનાં ગામડાંમાં છેલ્લા એક દાયકાથી ‌ડિગ્રી વગરના મુન્નાભાઇ એમબીબીએસ પેદા થયા છે, જે પોતાનાં દવાખાનાં ખોલીને બેઠા છે. આ તરફ હવે તંત્ર દ્વારા અમદાવાદના ઓઢવમાં બુધવારે બે ડૉક્ટરના દવાખાના સીલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર જ તબીબી પ્રેક્ટિસ માટે દવાખાના ચલાવતા ડૉક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.  વિગતો મુજબ ઓઢવના ભગવતીનગર ખાતે આવેલા બાલાજી ક્લિનિકમાં એલોપેથી સારવાર ડો.એ.કે.શર્માની પાસે HMBSની ડિગ્રી હોવાનું ખૂલ્યું છે. જોકે નિયમો મુજબ એલોપેથી પ્રેક્ટિસ કરી શકે નહીં, જોકે તપાસ દરમ્યાન તેમના ક્લિનિકમાંથી ઇન્જેક્શન સહિતની એલોપેથી પ્રેક્ટિસની વસ્તુઓ મળી આવતા તેમનું ક્લિનિક સીલ કરવામાં આવ્યું છે. 

File Photo 

આ સાથે ઓઢવના ભવાનીનગરના ટેકરા ખાતે આવેલા આર્ય ક્લિનિક ખાતે ડો.ચંદ્રપાલ આર્ય DMPની ડિગ્રી ધરાવતા હોવાનું ખૂલ્યું હતું. જોકે તેઓ પણ નિયમ મુજબ એલોપેથી પ્રેક્ટિસ કરી શકે નહી. તેમ છતાં તપાસ દરમિયાન તેમની પાસેથી ઇન્જેક્શન, મલ્ટી વિટામિન સહિતની અનેક એલોપેથી દવાઓ મળી આવી હતી. 

અમદાવાદમાં બિલાડીની ટોપની જેમ ઊગી નીકળેલા આવા બોગસ ડોકટરો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ગઇકાલે એટલે કે બુધવારે તંત્ર દ્વારા ઓઢવમાં એકસાથે 2 બોગસ ડોકટરોને ઝડપી પાડી દવાખાના સીલ કરી દીધા હતા. જોકે તંત્રની આ કાર્યવાહીને કારણે ઓઢવ પંથક સહિત સમગ્ર અમદાવાદના બોગસ ડૉક્ટરોમાં ચકચાર મચી ગઈ છે. 

File Photo 

 નારોલમાં પણ કરાઇ મોટી કાર્યવાહી 
અમદાવાદના નારોલમાં મ્યુનિ.ની દક્ષિણ ઝોનની ટીમે ચેકિંગ દરમિયાન બોગસ ડૉક્ટર ઝડપી પાડ્યો છે. દક્ષિણ ઝોનની ટીમને જાણવા મળ્યું કે, નારોલ અલીફનગરમાં એક દુકાન પર દવાખાનાના બોર્ડ વિના દર્દીઓને તપાસ ચાલી રહી હતી. જેને લઈ મેડિકલ ટીમે ત્યાં હાજર નિશારખાન મંગતીખાન ઘાંચી (ઉ.40) પાસે મેડિકલ ડિગ્રી માંગતા તેમની પાસે કોઈ અધિકૃત ડિગ્રી ન હોવાનું પકડાયું હતું. જે બાદ મેડિકલ ઓફિસરે નારોલ પોલીસ સ્ટેશનમાં નિશારખાન ઘાંચી સામે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરી લોકોના જીવ જોખમમાં મુકવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ