બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:19 PM, 20 February 2025
યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં નહાતી મહિલાઓના વીડિયો અને ફોટો મામલે પોલીસે એક મોટી જાહેરાત કરી છે. મહાકુંભના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઇન જનરલ (DIG) વૈભવ કૃષ્ણાએ કહ્યું કે જે કોઈ પણ મહાકુંભમાં નહાતી મહિલાઓના વીડિયો જોશે કે ખરીદશે તેમની ધરપકડ કરવામાં આવશે. પોલીસે બહાર પાડેલા નિવેદનમાં કહેવાયું કે ગઈકાલે, અમને ખબર પડી કે કેટલીક સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે, કેટલાક જૂથો બનાવવામાં આવ્યા છે જ્યાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અમે તેમની સામે FIR દાખલ કરી છે અને તે બધા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ આવા દુષ્કર્મમાં સામેલ છે. આ ફોજદારી ગુના છે. આ IT એક્ટ હેઠળ ગુનો છે. જે લોકો આવા વીડિયો વેચી રહ્યા છે અને જેઓ તેને ખરીદે છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. અમારી સોશિયલ મીડિયા ટીમ સતત નજર રાખી રહી છે. આવી સામગ્રી અપલોડ કરતી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
#WATCH | Prayagraj: Maha Kumbh DIG Vaibhav Krishna says, "Around 1.10 crore people have taken a holy dip till this evening. Today's bath was completed peacefully, no untoward incident took place anywhere... FIRs have been registered against social media handles for posting a… pic.twitter.com/jKff9UMIG5
— ANI (@ANI) February 19, 2025
ટેલિગ્રામ અને ઈન્સ્ટાગ્રામ સામે એફઆઈઆર
ADVERTISEMENT
ડીઆઈજીએ કહ્યું કે અમે FIR નોંધાવી હતી. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પ્રોફાઇલ્સ છે જેની સામે FIR દાખલ કરવામાં આવી છે. હજુ પણ અમે તેમનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. અમે તેમને ઓળખી રહ્યા છીએ અને તેમની સામે FIR દાખલ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 103 સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ ઓળખી કાઢવામાં આવી છે, જેમાં એવી પ્રોફાઇલ્સ છે જે ગભરાટ ફેલાવે છે અને એવી પ્રોફાઇલ્સ પણ છે જે મહાકુંભની મહિલાઓના ખાનગી વીડિયો પોસ્ટ કરી રહી છે. કુલ 26 સોશિયલ મીડિયા હેન્ડલ છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર પર - આ ગેરકાયદેસર કૃત્યમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
શું બન્યું કુંભમાં
ADVERTISEMENT
કુંભમાં વિકૃતીની હદ કહી શકાય તેવા એક બનાવમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો અને ફોટા રેકોર્ડ કરવામાં આવ્યાં હતા અને તેને ટેલિગ્રામ સહિતની બીજી ચેનલો પર વેચવા મૂકાયાં હતા. ચોંકાવનારી વાત એ છે સ્નાન કરતી મહિલાઓના ફોટા અને વીડિયો જોનારાની પણ સંખ્યા વધી છે. 12થી 18 ફેબ્રુઆરી દરમિયાન ટેલિગ્રામ પર "ખુલ્લા સ્નાન" શબ્દ શોધનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ટેલિગ્રામ સહિતના બીજા સોશિયલ મીડિયામાં વેચવા મૂકાયેલા ફોટા અને વીડિયોમાં મહિલાઓ ટુવાલમાં લપેટીને કપડાં બદલતી અથવા પવિત્ર સ્નાન કરતી દેખાઈ રહી છે. સવીરોમાં, મહિલાઓના ખુલ્લા શરીરના ભાગોને લાલ રંગથી ઢાંકી દેવામાં આવ્યા છે. અને તેમને પૈસા ચૂકવવા અને સંપૂર્ણ વિડિઓ જોવા માટે અમારા ખાનગી જૂથમાં જોડાવાની લાલચ આપવામાં આવી રહી છે. મહિલાઓના સ્નાન કરવાના વીડિયો ઉપરાંત, હોસ્પિટલોમાં મહિલાઓના ખાનગી ચેકઅપના સીસીટીવી ફૂટેજ પણ શેર કરવામાં આવ્યાં છે.
મહિલાના બાથિંગના વીડિયો 3000માં
ADVERTISEMENT
આવા ઘણા વીડિયોમાં મહાકુંભમાં સ્નાન કર્યાં બાદ મહિલાઓ કપડાં બદલતી અથવા ટૂવાલ્સ વીંટાળેલી હાલતમાં જોવા મળી રહી છે. આવી ટેલિગ્રામ ચેનલ જોવા માટેની કિંમત 1999 થી 3000 રુપિયા રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.