ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Thisara Perera Hits Six Sixes In Over In A Domestic Match Becomes First Sri Lanka Player To Do So

ક્રિકેટ / આ ઓલરાઉન્ડર ક્રિકેટરે 6 બોલમાં 6 સિક્સ ફટકારી કરી નાંખ્યો કમાલ

Published By: Noor

Last Updated: 10:32 AM, 30 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાના ઓલરાઉન્ડર તિસારા પરેરાએ રવિવારે મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે એક જ ઓવરમાં 6 છગ્ગા ફટકારનાર શ્રીલંકાનો પહેલો ખેલાડી બની ગયો છે.

ADVERTISEMENT

  • થિસારા પરેરાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં એક જ ઓવરમાં 6 છગ્ગા માર્યા
  • થિસારાએ નોંધાવ્યો રેકોર્ડ
  • થિસારા પરેરા એક ઓવરમાં 6 છગ્ગાફટકારનારો નવમો ખેલાડી બની ગયો

31 વર્ષીય ખેલાડીએ ગેન મેજર ક્લબ્સ લિમિટેડ ઓવર ટૂર્નામેન્ટની ગ્રુપ એ મેચમાં આ રેકોર્ડ નોંધાવ્યો. આ મેચ શ્રીલંકા આર્મી સ્પોર્ટ્સ ક્લબ અને બ્લૂમફિલ્ડ ક્રિકેટ એન્ડ એથલેટિક ક્લબ વચ્ચે રમાઈ હતી. 50 ઓવરની આ મેચને વરસાદને કારણે 41 ઓવરની કરવામાં આવી હતી. શ્રીલંકા આર્મી સ્પોર્ટ્સ ક્લબનો સ્કોર ત્રણ વિકેટે 282 હતો, જ્યારે ટીમના કેપ્ટન પરેરાએ શાનદાર બેટિંગ કરી.

બોલર દિલહાન કુરે સમજી શક્યો નહીં કે પરેરાને કેવી રીતે રોકી શકાય. તેણે તેની ચાર ઓવરમાં 73 રન આપ્યા. એટલે કે 18.75 રન પ્રતિ ઓવર. આ મોટી ઓવરની મદદથી આર્મી સ્પોર્ટ્સ ક્લબે 41 ઓવરમાં ત્રણ વિકેટે 318 રન બનાવ્યા. બ્લૂમફિલ્ડ ક્રિકેટ અને એથલેટિક્સ ક્લબની હાર લગભગ નક્કી જ હતી. 17 ઓવરમાં તેનો સ્કોર 6 વિકેટે 73 રન હતો. જો કે, વરસાદે તેને બચાવી લીધો અને મેચને અનિર્ણિત જાહેર કરવામાં આવી. 

થિસારા પરેરા એક ઓવરમાં 6 સિક્સર લગાવનારો નવમો ખેલાડી બની ગયો છે. સાથે જ ડોમેસ્ટિક ક્રિકેટમાં આવું કરનારો છઠ્ઠો બેટ્સમેન છે. હર્ષેલ ગિબ્સ, યુવરાજ સિંહ અને કિયરન પોલાર્ડ એવા ત્રણ બેટ્સમેન છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

સર ગારફિલ્ડ સોબર્સ ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ બેટ્સમેન હતો. તેમણે 1968માં આવો કમાલ કર્યો હતો. સાથે જ રવિ શાસ્ત્રીએ (1985) એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. તે પછીના 22 વર્ષ સુધી એવું કશું થયું નહીં. હર્ષેલ ગિબ્સે નેધરલેન્ડ્સ સામે 2007 વર્લ્ડ કપ દરમિયાન એક ઓવરમાં સિક્સર ફટકારી હતી. 2007ના ટી 20 વર્લ્ડ કપમાં યુવરાજસિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી.

10 વર્ષ પછી, ઈંગ્લેન્ડના રોસ વાઈટલીએ યોર્કશાયર વાઇકિંગ્સ સામેની નેટવેસ્ટ ટી 20 બ્લાસ્ટની યાદીમાં સ્થાન મેળવ્યું. અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહએ 2018માં અને 2020માં ન્યૂઝીલેન્ડના લીઓ કાર્ટરે આવું કર્યું હતું. થોડા અઠવાડિયા પહેલા વેસ્ટ ઇન્ડીઝના કિયરન પોલાર્ડે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા સામે અકીલા ધનંજય સામે એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. થિસારા પરેરા લિસ્ટ-એ ક્રિકેટમાં 6 સિક્સર ફટકારનારો બીજો ક્રિકેટર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sri Lanka Player Thisara Perera match Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ