બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:29 PM, 6 August 2023
पाकिस्तान के रावलपिंडी के पास ट्रेन हादसे में बड़ी संख्या में लोग खुद ही जान बचाकर सुरक्षित बाहर निकल आए. बड़ी संख्या में महिलाएं और बच्चे को बदहवास देखा जा सकता है.#Pakistanrailaccident #HazaraExpress pic.twitter.com/OAO41pbs5E
— Surendra (@SkvermaSur) August 6, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ટ્રેન અકસ્માતની દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. હૈયુ હચમચાવી નાખતા અકસ્માતના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં અકસ્માતને પગલે ચારે બાજુ અરેરાટી સંભળાય રહી છે અને લોકો જીવ બચાવવા માટે આંધળી દોટ મુકતા દેખાઈ રહ્યા છે. અકસ્માત બાદ વાયરલ થયેલા વીડિયોમાં જાણવા મળતી વિગતો અનુસાર અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રેનના અનેક ડબ્બા સંપૂર્ણ રીતે પલટી ગયા હતા જે ડબ્બામાંથી જીવ બચાવવા લોકો પોતાની જાતે નીકળતા દેખાઈ રહ્યા છે.
पाकिस्तान में एक पुल के ऊपर बड़ा ट्रेन हादसा हुआ. हादसे में कई लोगों के शव पुल के नीचे पड़े हुए हैं. #Pakistanrailaccident #HazaraExpress pic.twitter.com/9qtG5c1EX8
— Surendra (@SkvermaSur) August 6, 2023
ADVERTISEMENT
સ્વજનો ગુમાવનાર લોકોની ચિચિયારી ગુંજી
ADVERTISEMENT
ટ્રેન પાટા નીચે ઉતરી ગયા બાદ ટ્રેનની અંદર જાણે શોક ફેલાઈ ગયો હતો. હજારા એક્સપ્રેસ દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અકસ્માત બાદ લોકો પોતાના પ્રિયજનોને શોધતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ રેસ્ક્યુ અભિયાનમાં જોડાયેલા લોકો ટ્રેનની અંદરથી કેટલાક મુસાફરોને બહાર કાઢી રહ્યા છે.ઉપરાંત પલટી ગયેલી ટ્રેનની ઉપર પણ લોકો દેખાઈ રહ્યા છે. જેમાં ઇજાગ્રસ્તો અને સ્વજનો ગુમાવનાર લોકોની ચિચિયારી ગુંજી રહી છે.
पाकिस्तान में आज बड़ा ट्रेन हादसा हो गया है. हादसे में 20 लोगों के मारे जाने की खबर है. हाजरा एक्सप्रेस की कई बोगियां पटरी से पलट गईं. #Pakistanrailaccident #HazaraExpress pic.twitter.com/wP9sYJP5r0
— Surendra (@SkvermaSur) August 6, 2023
ADVERTISEMENT
વધુમાં હજારા એક્સપ્રેસ અકસ્માત સ્થળ નજીક રૂટ પર એક નહેર પર એક નાનો પુલ પણ હતો. આ કેનાલ પાસે કેટલાક મૃતદેહોનો ખડકલો પણ વીડિયોમાં દેખાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનમા આ પ્રકારના રેલવે અકસ્માત છાશવારે સામે આવતા હોય છે.
ADVERTISEMENT
શુ હતી સમગ્ર ઘટના?
પાકિસ્તાનમાં આજે રવિવારે હચમચાવી નાખે તેવો ટ્રેન અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રાવલપિંડી જતી બાલી હજારા એક્સપ્રેસ પાટા નીચે ઉતરી જતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલ સહારા રેલ્વે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 30 લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 50 લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.