ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / સુરતના સમાચાર / This Simple Hygiene Kit Is Helping Keep Girls In School In Surat

સાચી સેવા / સુરતનું આ વૃદ્ધ કપલ દર મહિને 10 હજાર દીકરીઓને આંતરવસ્ત્રોનું દાન કરે છે, આપણે હકીકત સુધારવી પડશે

Published By: Hiren

Last Updated: 09:27 PM, 28 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે જરૂરીયાત મંદોને આપણે વસ્ત્ર દાન કરતાં હોઈએ છીએ પણ તમે ક્યારેય તેના આંતરવસ્ત્રોનું દાન કરવાનું સાંભળ્યું છે. સુરતનું ‘માનુની ફાઉન્ડેશન ટ્રસ્ટ’ કિશોરીઓને આંતરવસ્ત્રોનું દાન કરે છે. સંસ્થાના મોભી મીનાબેન મહિલાઓના સન્માન માટે સૅનેટરી નેપકીનું દાન કરતાં હતા પણ કિશોરીઓ કહ્યું દાદી અમે નેપકીન લગાવીએ કેવી રીતે અમારી પાસે આંતરવસ્ત્ર જ નથી. ત્યારથી આ સેવા પ્રવાહની શરૂઆત થઈ.

ADVERTISEMENT

  • દર મહિને મીના મહેતા 10 હજાર કિશોરીઓને આંતરવસ્ત્ર અને સૅનેટરી નેપકીન આપે છે
  • વર્ષમાં 2.40 લાખ આંતરવસ્ત્રનું વિતરણ થાય છે
  • આંતરવસ્ત્રના દાન બાદ કિશોરીઓ સ્વમાનભેર જીવતા શીખી 

સુરતમાં આવેલું ‘માનુની ફાઉન્ડેશન ટ્રસ્ટ’ દર મહિને સુરત મ્યુ. કોર્પોરેશનની 35 સ્કુલોમાં ધો-1થી 8માં અભ્યાસ કરતી 10 હજાર છોકરીઓને 2 આંતરવસ્ત્ર દાન કરે છે જેમાં 11 વર્ષથી 14 વર્ષની છોકરીઓનો સમાવેશ થાય છે. સંસ્થાના ટ્રસ્ટી મીના મહેતા (62) અને અતુલ મહેતા (67)એ આ ઉંમદા કાર્ય 2012માં શરુ કર્યું હતું. જો કે પહેલાં મીના અને અતુલ મહેતાએ બાળકીઓની મદદ કરવા સૅનેટરી નૅપકીન આપવાનું શરૂ કર્યુ હતું પરંતુ એક દિવસે જે કિસ્સો બન્યો ત્યાર બાદ તેમને દીકરીઓની મુખ્ય વ્યથા સમજાઈ. 

5 બહેનો વચ્ચે 3 આંતરવસ્ત્ર વારાફરતી પહેરતી હતી

મીના મહેતા સૅનેટરી નૅપકીન આપતા હતા ત્યારે એક દિકરીએ તેના 3 મહિના બાદ મારા કાનમાં કહ્યું ‘દાદી અમારી પાસે આંતરવસ્ત્ર નથી. અમે 5 બહેનો વચ્ચે 3 આંતરવસ્ત્ર છે વારાફરતી પહેરીએ છીએ. પેડ કેવી રીતે પહેરીએ?’ મીના બહેને આ ચોંકાવનારું સત્ય સાંભળી તેમને દર મહિને 2 આંતરવસ્ત્ર આપવાનું શરુ કર્યું. 

એક કિશોરીએ કહ્યું આંતરવસ્ત્રો નથી એટલે કેટલાક લોકો ખરાબ રીતે જુએ છે

2014માં સૅનેટરી નેપકીન અને આંતરવસ્ત્રની કીટનું વિતરણ કરવા જતા મીના મહેતાએ જોયું કે એક કિશોરી મૂંઝાયેલી અને રમત ગમતમાં ભાગ નહીં લઈ શકવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. તેમણે કારણ પૂછતાં કિશોરીએ જણાવ્યું હતું કે ઉંમર વધતા શરીર ભરાવદાર બનતું ત્યારે આંતરવરસ્ત્રો ન હોવાથી તે સંકોચ અનુભવી રહી હતી. રસ્તામાં કેટલાક અસામાજિક તત્વો તેને ખરાબ તરીકે જુએ છે એ ઘટના બાદ 11 વર્ષથી 14 વર્ષની 3 હજાર જેટલી દીકરીઓને મીનાબેન દર મહિને 2 આંતરવસ્ત્રો આપવાનુ શરુ કર્યું હતું.

રમતગમતમાં કિશોરીઓ ભાગ લેતી થઇ 

આંતરવસ્ત્રો પહેરવાને લીધે  કિશોરીઓનો આત્મ વિશ્વાસ મજબૂત બન્યો છે. રમતગમતમાં હોંશભેર ભાગ લેતી થઇ છે. તેઓ સંકોચમાંથી બહાર આવી છે અને ભણવામાં મન પરોવાયું છે. ટ્રસ્ટી અતુલ મહેતા જણાવે છે કે, દાતાઓ કપડાનું દાન કરતા હોય છે, પણ આંતરવસ્ત્રો ભાગ્યે જ કોઇ આપતું હોય છે. જો કે આંતરવસ્ત્રો કિશોરીઓની સૌથી મોટી જરુરીયાત છે. પણ આર્થિક રીતે અતિ નબળા પરિવારમાંથી આવતી આ દીકરીઓ પાસે આંતરવસ્ત્રો ખરીદવાના પૈસા હોતા નથી. બીજું કે પેડમેન ફિલ્મ બાદ આજે બધા સૅનેટરી નૅપકીનું દાન કરે છે પણ કોઈ આંતરવસ્ત્રો નથી આપતું અને એટલે જ અમારા ટ્રસ્ટે આ કામ શરુ કર્યું છે.

વર્ષમાં 2.40 લાખ આંતરવસ્ત્રોનું વિતરણ કરાય છે

ધો. 8ની વિદ્યાર્થીનીએ કહ્યું આ સંસ્થાએ અમને એવી વસ્તું આપી છે જે દર મહિને ખરીદવી અમારા જેવા પરિવારને પરવડે તેમ ન હતું. ઘરની આસપાસના ઘણા એવા લોકો અને રસ્તામાં પણ ઘણા લોકોની નજર તે તરફ જતી હતી. જેના કારણે મને અને મારી કેટલીક બહેનપણીઓને શરમ આવી રહી હતી. આ આંતરવસ્ત્રો મળી જતાં અમારી આ સમસ્યાનું નિવારણ આવ્યું છે અને આત્મવિશ્વાસમાં વધારો આવ્યો છે. 

અક્ષય કુમારે 5 લાખનું ડૉનેશન આપ્યું હતું. 

આ સંસ્થાને બૉલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારે 5 લાખનું દાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે અક્ષયકુમારની ફિલ્મ 'પૅડમેન' આ જ પૃષ્ઠભૂમિ પર બની હતી ત્યારે અક્ષયે કહ્યું હતું કે અમે સૅનેટરી પૅડની સમસ્યા પર ધ્યાન તો આપ્યું હતું પરંતુ આ  આંતરવસ્ત્રોની પણ એક સમસ્યા છે જે અમારા ધ્યાને ન આવી હતી. 

દીકરીઓમાં ઉંમર વધવાની સાથે હોર્મોનલ ચેન્જીસ અને બૉડી સ્ટ્રક્ચરમાં બદલાવ આવતો હોય છે તે સામાન્ય છે.  આવા સમયે આ બદલાવની સાથે આંતરવસ્ત્રોની ચોક્કસપણે જરૂરિયાત હોય છે પરંતુ દેશનો એક મોટો એવો વર્ગ છે જેને પરવડતું નથી. ત્યારે પૈસા અને અનાજના દાન અપાય છે ત્યારે આ પ્રકારની જરૂરિયાતને પ્રાથમિક જરૂરિયાત ગણી શકાય તેવા આંતરવસ્ત્રોનું જો દાનનું પ્રમાણ વધે તો દીકરીઓને શરમનજક સ્થિતિમાં મૂકાવનું નહીં પડે. અને કદાચ આનાથી મોટું કોઈ બીજું દાન નહીં હોઈ શકે.

સ્ટોરી- ધર્મિષ્ઠા પટેલ

સંકળાયેલા મુદ્દાઓ

Hygiene girls surat આંતરવસ્ત્ર સુરત True service

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ