બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / This player will be the captain in T20, know when the team will be announced

IND Vs AFG / T20માં આ ખેલાડી જ કરશે કેપ્ટનશિપ, જાણો ક્યારે થશે ટીમનું એલાન, જુઓ સંભાવિત સ્કવોડ

Pooja Khunti

Last Updated: 10:13 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs Afghanistan T20 Series: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 થી 17 જાન્યુઆરી દરમિયાન ત્રણ મેચની T20 શ્રેણી રમવામાં આવશે. રોહિત શર્મા કેપ્ટનશીપ કરે તેવી સંભાવનાઓ છે.

  • રોહિત શર્મા કરશે T20ની કેપ્ટનશીપ 
  • BCCIની પ્રથમ પસંદગી રોહિત શર્મા 
  • અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમની જાહેરાત

દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ ભારતીય ટીમ T20 શ્રેણીમાં અફઘાનિસ્તાન સામે મેચ રમશે. આ શ્રેણી 11 થી 17 જાન્યુઆરી દરમિયાન રમવામાં આવશે. આ શ્રેણીનું આયોજન ભારતમાં થશે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કોણ કરશે? આ સાથે ટીમ ઈન્ડિયાની ટીમ ક્યારે જાહેર થશે તે માહિતી સામે આવી છે. 

રોહિત શર્મા કરશે T20ની કેપ્ટનશીપ 
અહેવાલો મુજબ હાલ હાર્દિક પંડયા અને સુર્ય કુમાર યાદવ બીમાર છે. આ સમયે રોહિત શર્મા માટે કેપ્ટન તરીકે પરત ફરવાની સારી તક છે. જ્યારે રોહિત શર્મા T20 વિશ્વ કપ 2022થી આ ફોર્મેટ રમ્યો જ નથી.  અહેવાલો મુજબ T20 વિશ્વ કપ 2024ની કેપ્ટનશીપ માટે BCCIની પ્રથમ પસંદગી રોહિત શર્મા છે. હાલ આ દાવો થઈ રહ્યો છે. 

વાંચવા જેવું: ટીમ ઈન્ડિયાનો વધુ એક સ્ટાર ખેલાડી થયો ઘાયલ, ટેસ્ટ મેચ રમશે કે નહીં તેના પર સસ્પેન્સ

ક્યારે થશે ટીમની જાહેરાત 
11 જાન્યુઆરીથી શ્રેણીની શરૂઆત થવાની છે. ભારતીય ટીમ 3 થી 7 જાન્યુઆરી વચ્ચે કેપ ટાઉનની અંદર બીજો મેચ રમશે. એક માહિતી મુજબ 2 જાન્યુઆરીનાં રોજ BCCIની બેઠક દિલ્લી યોજાશે. ત્યારબાદ 3 થી 7 તારીખની વચ્ચે અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમની જાહેરાત થઈ શકે છે. એવા પણ અહેવાલો છે કે મુખ્ય પસંદગીકાર વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ટી20 અને ટી20 વર્લ્ડ કપમાં રમવાના નિર્ણય અંગે પણ વાત કરી શકે છે.

અફઘાનિસ્તાન શ્રેણી માટે સંભવિત ટીમ 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, ઈશાન કિશન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર/રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ