બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:13 PM, 30 October 2019
ADVERTISEMENT
શેર માર્કેટમાં ટેક્સનો બોજો ઘટાડવા માટે સમીક્ષા
આ સમીક્ષામાં ક્યાં ક્યાં અને કેટલાં કેટલા પ્રમાણમાં ટેક્સને સંપૂર્ણપણે હટાવી શકાય છે. તેમજ કયાં ટેક્સ દરમાં ઘટાડો કરી શકાય છે, કયાં નિયમોમાં કઈ રીતે ફેરફાર કરી શકાય જેનાંથી ટેક્સનો બોજ શેરબજાર પર ઓછો પડે તેવા વિવિધ મુદ્દા પર સમીક્ષા થઇ રહી છે.
ADVERTISEMENT
બે મહિનાથી નાણાં મંત્રાલય આ સમીક્ષા પર કામ કરી રહ્યું છે
બીજું આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશમાં શેરબજારમાં રોકાણકર્તા લોકો પર જે પણ ટેક્સ લાગે છે અને તેમનાં માટે જે ટેક્સ દર છે તેની સમીક્ષા આપણે ત્યાં પણ ટેક્સ દર લાવી શકાય છે કે કેમ તે અંગેની પણ સમીક્ષા થઈ રહી છે. છેલ્લાં બે મહિનાથી નાણાં મંત્રાલય આ સમીક્ષા પર કામ કરી રહ્યું છે. આ સમાચારનાં પગલે દિવાળી બાદ શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને મંગળવારે શેરબજાર ચાર મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું.
ADVERTISEMENT
ઈન્કમટેક્સમાં કોઈ રાહત મળશે નહીં
જોકે હવે બજેટની તૈયારી શરૂ થઈ ચૂકી છે. સરકાર સામે અર્થતંત્રમાં સુસ્તી, ગ્રોથ રેટ જેવાં પડકારો છે. પ્રજાને એવી આશા હતી કે સરકાર ઇન્કમટેક્સ રેટ અને સ્લેબમાં પણ ફેરફાર કરશે. જોકે હવે એવા અહેવાલ મળ્યાં છે કે આ બજેટમાં ઇન્કમટેક્સ રેટમાં કોઇ ઘટાડો થવાની સંભાવના નથી. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આઇટીમાં રાહત આપવા અંગે હાલ કોઇ વિચારણા ચાલી રહી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.