ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / This group has been working together for the needy and women for over 40 years
ADVERTISEMENT
ADVERTISEMENT
આણંદ જીલ્લામાં ચાલીસ વર્ષથી જાગૃતિ મહિલા સમાજની બહેનો અન્યને જીવવાની પ્રેરણા પુર્ણ પાડી રહી છે. જાગૃતિ મહિલા સમાજ એવી મહિલાઓનું ગ્રુપ છે જેમાં દરેક આયુની અને દરેક સમાજની બહેનો છે. કોઇ 75 વર્ષે વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવે છે. તો કોઇ 35-40 વર્ષે જીવનના અનેક રંગ લોકો સમક્ષ રજૂ કરે છે.

ADVERTISEMENT
ગ્રુપ દ્વારા દરેક તહેવારની ઊજવણી કરાય છે
આજથી 40 વર્ષ પહેલાની વાત કરીએ તો કદાચ મહિલાઓ માટે ઘરની બહાર નીકળી સ્વતંત્ર પણે પોતાના વિચારો રજૂ કરવાની છૂટ જોઇએ તેટલી નહોતી. તે સમયે કુસુમબેન એડનવાલા, ભારતીબેન પટેલ, સરોજબેન શાહ, સ્મીતાબેન પંડ્યા, મનીષાબેન સોલંકી, હંસાબેન ધ્રુવ જેવી મહિલાઓએ સાથે મળીને જાગૃતિ મહિલા સમાજની નીવ મૂકી. કોઇ પણ ભેદભાવ વગર દરેક સમાજની મહિલાઓની સમસ્યાને પોતાની સમજતા આ ગ્રુપ મહિનામાં એકવાર સાથે મળી જુદી-જુદી થીમ પર કાર્યક્રમોનું આયોજન કરે છે. ક્યારેક દિવાળી, તો ક્યારેક નવરાત્રિ, ઉતરાયણ હેોય, કે પછી ગણેશ મોહત્સ કોઇ તહેવાર એવો નહીં હોય જેની ઉજવણી આ ગ્રુપ દ્ધારા કરવામાં ના આવે. એટલુ જ નહીં પણ કોઇ સારા કામને પ્રોત્સાહિત કરવાનું કામ પણ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ભલે આ ગ્રુપ સાથે જોડાયેલી મહિલાઓ ના હોય છતા તે કોઇ સારા કાર્યમાં ભાગ લે તો તેને ઉત્સાહભેર અહીં આવકારવામાં આવે છે. જેના કારણે મહિલાઓ જુદા-જુદા કાર્ય કરવા અને પોતાની કલાને ખીલવા પ્રોત્સાહિત થાય છે. તો વળી કોઇની જરૂરીયાત હોય કે સમસ્યા તેના નિવારણ માટે હંમેશા આ ગ્રુપની મહિલાઓ તૈયાર હોય છે. દરેકને સાથે લઇ દરેકની સમસ્યાને પોતાની સમજી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો અને હંમેશા કઇક નવુ કરતા રહેવુ જાગૃતિ મહિલા સમાજનો ફંડા છે. આગામી ડિસેમ્બરમાં આ મહિલા સમાજ ચાલીસ વર્ષ પૂર્ણ કરી રહી છે. ત્યારે દરેક મહિલાઓ માટે આ ગ્રુપ એક ઉદાહરણ સમાન છે.
આલેખનઃ હેતલ રાવ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો