ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / This fan was much discussed in the India-Pakistan match, the heart is from Hindustani but the wife is Pakistani...

T20 વર્લ્ડ કપ / ભારત-પાકિસ્તાનની મેચમાં ખૂબ ચર્ચાયો આ ફેન, દિલ હિન્દુસ્તાની પણ પત્ની પાકિસ્તાની...

Published By: Dhruv

Last Updated: 02:13 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપમા આજે ભારત પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. ત્યારે સ્ટેડિયમ ખાતે પહોંચેલ એક પ્રશંસકે પહેરેલ જર્સીમાં અડધી જર્સી ભારતની અને અડધી પાકિસ્તાનની હતી.

ADVERTISEMENT

  • ભારતને સમર્થન આપવા અમેરિકાથી મેલબોર્ન પહોચ્યો ખાસ ચાહક
  • અડધી જર્સી ભારતની અને અડધી જર્સી પાકિસ્તાનની છે
  • તેણે કહ્યું કે તે શા માટે આ જર્સી પહેરીને મેચ જોવા આવ્યો છે

T20 વર્લ્ડ કપમા આજે ભારત પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. ત્યારે અમેરિકાથી ખાસ ભારતને સમર્થન આપવા માટે સ્ટેડિયમ ખાતે પહોંચેલ એક પ્રશંસકે પહેરેલ જર્સીમાં અડધી જર્સી ભારતની અને અડધી પાકિસ્તાનની  હતી.

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાન સામે ટક્કર લેવા માટે તૈયાર છે. આ મેચને લઈનૈ ચાહકોમાં બારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે.  મેલબોર્નના સ્ટેડિયમની બહાર ચાહકો ભેગા થવા લાગ્યા છે. સ્થાનિક સમય અનુસાર, મેચ સાંજે 7 વાગ્યાથી શરુ થવાની છે. પરંતું ચાહકો બપોરથી જ ત્યાં પહોચવા લાગ્યા છે. સ્ટેડિયમની બહાર મેળા જેવો માહોલ છે.

ભારત-પાકની અડધી-અડધી જર્સીમાં ફેન
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેચ જોવા માટે એક પ્રશંસક પહોચ્યો હતો. જેની અડધી જર્સી ભારતની હતી અને અડધી પાકિસ્તાનની હતી. ત્યારે પ્રશંસકે જણવ્યું કે તેની પત્ની પાકિસ્તાની છે અને તે ભારતીય છે અને ટીમને સપોર્ટ કરવા અમેરિકાથી ઓસ્ટ્રેલિયા પહોંચી છે. આ સાથે ફેન્સે કહ્યું-બીવી પાકિસ્તાની પણ દિલ હૈ હિન્દુસ્તાની, જ્યારે મેં આ ટી શર્ટ પહેરી ત્યારે જ પત્નીએ પરવાનગી આપી. આ મેચમા તે ભારતીય ટીમને સપોર્ટ કરવા પહોચી ગયો છે.

એક મિલીયન મુલાકાતીઓ
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ગણતરી વિશ્વના સૌથી  મોટા સ્ટેડિયમોમાં થાય છે. લગભગ એક લાખ ચાહકો માટે બેઠક વ્યવસ્થા છે. માનવામાં આવે છે કે સ્ટેડીયમ સંપૂર્ણ રીતે હાઉસફુલ થઈ જશે. દરેક ઉંમરના લોકો તેમની ટીમને સપોર્ટ કરવા માટે ત્યાં આવ્યા છે. વિશ્વના દરેક ખૂણેથી ભારતીયો તેમના દેશને સમર્થન આવરા આવ્યા છે.  પાકિસ્તાનીઓ પણ આ મામલે પાછળ નથી. જે પણ પોતાના દેશને સમર્થન આપવા આવ્યા છે.

વરસાદની કોઈ શક્યતા નથી
મેલબોર્નનું આકાશ વાદળછાયું છે, પરુંતું ત્યાં પહોંચેલા ચાહકોના મતે વરસાદ નહીં પડે. સ્ટેડીયમ બહાર પ્રશંસકે કહ્યું કે રાત્રે 12 વાગ્યા પછીં વરસાદની સંભાવના છે અને મેચ 7 વાગ્યે જ શરુ થશે. જેથી વરસાદ મેચની મજા બગાડે નહી. T20 વર્લ્ડ કપ 2022 માં ભારત અને પાકિસ્તાન બંનેની આ પ્રથમ મેચ છે. બંને ટીમે જીત સાથે ટૂર્નામેન્ટની શરુઆત કરવા ઈચ્છે છે. 2022 માં પણ બંને ટીમોએ પોતાની પ્રથમ મેચ એકબીજા સામે રમી હતી.

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket India T20 Worldcup match pakistan INDvsPAK

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ