બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / These 10 features are available on the Voter Helpline app, a digital solution to all voter problems

લોકસભા ચૂંટણી / મતદારોની તમામ સમસ્યાઓનું ડિજિટલ સમાધાન, વોટર હેલ્પલાઇન એપ્લિકેશન પર મળે છે આ 10 સુવિધાઓ

Published By: Pravin Joshi

Last Updated: 12:29 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત કરી દેવામાં આવી છે. જુદા જુદા તબક્કાઓમાં દેશભરમાં લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે. લોકશાહીના આ અનેરા અવસરમાં સહભાગી થવા મતદારો કમર કસી રહ્યા છે.

દેશમાં લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત કરી દેવામાં આવી છે. જુદા જુદા તબક્કાઓમાં દેશભરમાં લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે. લોકશાહીના આ અનેરા અવસરમાં સહભાગી થવા મતદારો કમર કસી રહ્યા છે. આવા સમયે ઘણા મતદારોને તેમના ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બૂથ લેવલ ઓફિસર(BLO) અંગે ઘણા પ્રશ્નો અને સમસ્યાઓ ઉદભવતી હોય છે. મતદાતાઓની આવી તમામ સમસ્યાઓનું સમાધાન વોટર હેલ્પલાઇન એપ્લિકેશન(VHA) પૂરું પાડે છે. વોટર હેલ્પલાઇન એપ એ મતદારોના અનેક સવાલોનું ડિજિટલ સમાધાન અને સમસ્યાઓનું 'વન સ્ટોપ સોલ્યુશન' છે. 

How to make voter id card online Govt launched voter helpline App

વોટર હેલ્પલાઇન એપ(VHA) પર ઉપલબ્ધ સુવિધાઓ

  • આ એપ પરથી મતદાર મતદાન અંગેના જરૂરી ફોર્મ જેવાંકે, નવા મતદાર તરીકે અરજી માટેનું ફોર્મ, ટ્રાન્સફર અથવા શિફ્ટિંગ માટેનું ફોર્મ, મતદાતા યાદીમાંથી નામ કમી કરાવવા માટેનું કે સુધારા માટેનું ફોર્મ વગેરે જેવાં ફોર્મ ભરીને અરજી કરી શકે છે, 
  • મતદારો મતદાતા યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે.
  • મતદારો તેમના મતદાન મથકની વિગતો સહિત તેમના BLO(બૂથ લેવલ ઓફિસર)/ERO(ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ)ની વિગતો મેળવી શકે છે. 
  • મતદાતાઓ આ એપ પરથી e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પણ ડાઉનલોડ કરી શકે છે.
  • ડુપ્લીકેટ e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) મેળવી શકે છે.
  • પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે.
  • અરજી કરેલ ફોર્મ સેવ કરી શકાય છે.
  • ફરિયાદ કરી શકાય છે તથા કરેલી ફરિયાદની સ્થિતિ જોઈ શકાય છે.
  • ઉમેદવારની પ્રોફાઈલ અને એફિડેવિટ મેળવી શકાય છે, ડાઉનલોડ કરીને શેર કરી શકાય છે.
  • ચૂંટણી પરિણામો મેળવી શકાય છે.

મતદાતાઓની ઓલ ઈન વન App એટલે..., એક ક્લિક પર અનેક ફીચર્સ વોટર્સના હાથમાં I Voter  helpline application is helpful for voters during elections with new  features added

વધુ વાંચો : રેશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? આ રહી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

તો દરેક મતદારે આજે જ આ અત્યંત ઉપયોગી એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ, જેથી કરીને તેઓ મતદાન અંગેની અનેકવિધ સુવિધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહીના આ મહા પર્વમાં સહભાગી થઈ શકે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Features Helplineapp VoterHelplineapp digitalsolution voter voterproblems Lok Sabha Election 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ