બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / There is so much gold in the human body

જાણવા જવું / શું તમને ખબર છે? તમારા શરીરમાં પણ છુપાયેલું છે સોનું, કયા અંગમાં હોય છે અને કેટલું? કામ જાણી લાગશે નવાઈ

Published By: Mahadev Dave

Last Updated: 10:57 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનુષ્યના શરીરમાં પણ સોનુ હોય છે..જોકે તેની માત્રને માત્ર 0.2 મિલીગ્રામ હોય છે. શરીરમાં રહેલુ સોનુ મોટાભાગે લોહીમાં ભળેલુ હોય છે.

  • રહસ્યથી ઘેરાયેલ છે મનુષ્ય શરીરની સંરચના
  • લોખંડ અને સોનુ આપે છે મનુષ્યનું શરીર 
  • મનુષ્ય શરીરમાં હોય છે માત્રા માત્રને. 0.2 મિલીગ્રામ સોનુ

મનુષ્યનું શરીર આમ જોઈએ તો એક રહસ્યમય સંરચના છે. ઘણી વખત એવો વિચાર આવતો હશે કે લોહી કેવી રીતે આપણા શરીરમાંથી બનતું હશે. કેવી રીતે તેની રચના થતી હશે. આવા અનેક સવાલો આપણા મનમાં ચાલતા હોય છે. પણ આ રહસ્યમઉ સંરચના વિશે આપણને કોઈ વિસ્તૃત જાણકારી નથી. પણ આપણા શરીર વિશેની કેટલીક એવી વાતો છે કે જે જાણીને તમે પણ હેરાન રહી જશો! એવુ કહેવામાં આવે છે કે મનુષ્યનું શરીર લોખંડ અને સોનુ આપે છે. આ સાંભળીને તમને થોડું અજીબ લાગતુ હશે પણ આ સત્ય છે. ત્યારે આવો જાણીએ કે કેવી રીતે આપણું શરીર આપણને લોખંડ અને સોનુ આપે છે.

શરીરમાં હોય છે આટલુ સોનુ?

મનુષ્યના શરીરમાં પણ સોનુ હોય છે..જોકે તેની માત્રને માત્ર 0.2 મિલીગ્રામ હોય છે. શરીરમાં રહેલુ સોનુ મોટાભાગે લોહીમાં ભળેલુ હોય છે. સોનુ માત્ર મનુષ્યના શરીરમાં જ નહીં પણ ગિર ગાયના મૂત્રમાં પણ સોનું હોવાનું કહેવામાં આવે છે. પણ તેમાં સોનાના માત્રા ખુબ ઓછી હોવાથી તેને આપણે ઉપયોગમાં લાવી શકતા નથી.

સમુદ્રમાં છ સૌથી વધુ સોનાનો ભંડાળ
જ્યારે વાત કરવામાં આવે સોનાના ભંડારની તો જમીન પર ખનન કરીને સોનુ મેળવવામાં આવે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે પણ જમીન કરતા વધારે સોનાનો ભંડાળ સમુદ્રમાં છુપાયેલો છે. સોનાનો સૌથી મોટો ભંડાળ સમુદ્રની અંદર છે. પણ તેને સમુદ્રમાંથી નીકાળવામાં ખુબ જ ખર્ચ થાય છે.. અને વધારે સમય પણ લાગે છે. એટલા માટે સોનાને સમુદ્રમાંથી કાઢવામાં આવતુ નથી.

લોખંડમાં પણ હોય છે શરીરની અંદર
માનવ શરીરમાં ઘણા અલગ અલગ તત્વો હોય છે. શરીરમાં એટલુ લોખંડ હોય છે કે જેની મદદથી તમે ખીલી પણ બનાવી શકો છો. જો કે તેમાં સોનાની ખુબ ઓછી માત્રા હોય છે. મનુષ્યનું શરીર એક એવી સંરચના છે કે જેને સમજવી થોડી મુશ્કેલ છે. પણ આ માનવ શરીર વિશેની સંરચનાઓને જાણવી હજુ તો બાકી છે. જેને વૈજ્ઞાનિકો સતત શોધી રહ્યાં છે..આવનાર સમયમાં મનુષ્યના શરીર સાથે જોડાયેલા ધણા રહસ્યો ખુલ્લી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

gold in human body human body જાણવા જેવું મનુષ્યની શરીર માનવ બોડીમાં સોનું Human Body

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ