ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Theft from a parked car

સાવધાન / ઘરની બહાર ગાડી પાર્ક કરતાં પહેલા ચેતી જજો, વડોદરામાં બની ચોંકાવનારી ઘટના

Published By: Pravin

Last Updated: 07:07 PM, 24 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં સોસાયટી બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી ચોર ટોળકી મોબાઈલ અને પર્સ સહિતનો સામન ચોરી ગયાં.

ADVERTISEMENT

ચોરીની ઘટનાઓ આમ તો દરરોજ બનતી હોય છે. ક્યાંક ઘરમાં ચોરી થાય છે, ક્યાંક દુકાનમાં ચોરી થતી હોય છે. ઘણી વાર તો ચોર ટોળકીઓ કારને પણ છોડતાં નછી. કારના કાચ તોડીને પણ ચોરીની ઘટનાને અંજામ આપતાં હોય છે. આવો જ એક બનાવ વડોદરામાંથી સામે આવ્યો છે. 

વડોદરામાં ચોરીની એક ઘટના સામે આવી છે. ચોરીની આ ઘટનાથી આજૂબાજૂના વિસ્તારોમાં પણ સનસનાટી ફેલાઈ છે. વડોદરાના સમા વિસ્તારમાં પાર્ક કરાયેલી કારમાંથી ચોરીની ઘટના બની છે. આ કાર સ્વાતિ સોસાયટી બહાર પાર્ક કરવામાં આવી હતી.જેમાંથી ચોર લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ચોર લોકોએ આ કારની પાછળના દરવાજાના કાચ તોડીને કારમાંથી પર્સ અને મોબાઈલ ફોન સહિતની ચોરી કરી હતી.

કાર ચોરી ન થાય તે માટે આટલી વાતોનું રાખો ધ્યાન

પાર્કિંગમાં લગાવો સીસીટીવી

મેટ્રો શહેરોમાં હમેશાં પાર્કિંગની સમસ્યા રહે છે. એવામાં જો તમારી કાર ઘરની બહાર ઊભી રહે છે તો ત્યાં સીસીટીવી અવશ્ય લગાવી દો. જો તમારી કાર ચોરી પણ થઈ જાય તો ચોરને સરળતાથી પકડી શકાય છે. પોલીસ પણ સીસીટીવીની મદદથી ચોરને જલ્દી પકડી લે છે અને ચોર પર સીસીટીવી હોય ત્યાં જતાં ડરે છે. 

જીપીએસ ટ્રેકર

અત્યારે મોટાભાગની કારમાં જીપીએસ ટ્રેકર લાગેલું હોય છે, જો તમારી કારમાં ઈનબિલ્ટ ન હોય તો તેને અલગથી લગાવી દો. આની મદદથી તમે સ્માર્ટફોનથી તમારી કાર ટ્રેક કરી શકો છો. આ ફીચરની મદદથી સરળતાથી ચોરને પકડી શકાય છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

GujaratiNews baroda gujaratnews ગુજરાતી ન્યૂઝ ચોરી લૂંટફાટ વડોદરા Theft from a parked car

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ