બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / The woman said to bhuwa I want to get divorced Because I love a someone

ચોંકાવનારો કિસ્સો / મહિલાએ ભૂવાને કહ્યું છૂટાછેડાં કરાવો પ્રેમી સાથે લગ્ન કરવા છે, છૂટાછેડાં બાદ ભૂવાની હાલત થઈ એવી કે...

Dharmishtha

Last Updated: 02:10 PM, 2 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નેત્તર સંબંધ ધરાવતી સવિતા નામની મહિલાએ ખેડાનાં એક ભૂવાને કહ્યું કે મારા છૂટાછેડા કરાવો કારણ કે મારે પ્રેમી સાથે લગ્ન કરવાં છે. જો કે આ બધામાં સંજોગોવશાત પરણિતાના છૂટાંછેડા થયા પણ ખરા. જો કે પ્રેમીએ મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. જેને પગલે મહિલાએ ભૂવાને કહ્યું, તમારા કારણે મારા છૂટાછેડા થયાં છે. બાદમાં મહિલાએ ભૂવા પાસે કરેલી માંગણીથી ભૂવો વિચારમાં પડી ગયો હતો એ બાદ કંઈક એવું થયું કે ભૂવાની પત્ની આધાતમાં સરી પડી...

  • પરણિત મહિલાએ કમલેશને કહ્યું મારા છુટાછેડા કરાવો, મારે પ્રેમી સાથે લગ્ન કરવા છે
  • ડિવોર્સી મહિલાનાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા તેણે ભૂવા પાસે આ માંગણી કરી
  • કમલેશના મિત્રએ સવિતા સાથેનાં અંગત પળોનાં ફોટો તેની પત્નીને મોકલ્યાં

માતાએ દિકરાને ભૂવાની ગાદીએ બેસાડ્યો

ખેડામાં રહેતી 25 વર્ષીય આશા 30 વર્ષીય પતિ કમલેશ અને 55 વર્ષીય સાસુ શાંતાબેન અને તેનાં 2 બાળકો સાથે સુખી સાંસારિક જીવન વિતાવી રહી હતી. આશાનાં સાસુ શાંતાબેનને માતાજી આવતાં હોઈ તે ભૂવાનું કામ કરતાં હતાં. તેમની ઉંમર તથા શારીરિક નબળાઈને કારણે તેઓ વધારે સમય કામ કરી શકતાં નહોતો. જેથી તેમણે ભૂવાનું તથા માતાજીની સેવાનું કામ ચાલુ રહે તે માટે તેમનાં દિકરાં કમલેશને ગાદીએ બેસાડ્યો હતો. 

પરણિત મહિલાએ કમલેશને કહ્યું મારા છુટાછેડા કરાવો, મારે પ્રેમી સાથે લગ્ન કરવા છે

કમલેશ હવે ભૂવાનું કામ કરતો હતો. કમલેશનાં ત્યાં અનેક લોકો સમસ્યા લઈને આવતા હતાં. 12 મહિના પહેલાં સવિતા નામની એક મહિલા સમસ્યા લઈને આવી હતી. જેણે કમલેશને કહ્યું હતું કે મારા એક પુરુષ સાથે લગ્નેત્તર સંબંધ છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. તેમે એવું કંઈક કરો કે મારા પતિથી છુટાછેડાં થઈ જાય. થોડાક મહિનામાં તેનાં છુટાછેડાં થઈ ગયાં. તેણે પ્રેમીને લગ્ન કરવા કહ્યું છે. જોકે પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. 

ડિવોર્સી મહિલાનાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા તેણે ભૂવા પાસે આ માંગણી કરી

પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા સવિતાએ કમલેશને કહ્યું કે તમારા કારણે મારા છુટાછેડાં થયાં છે એટલે તમારે મારી સાથે સંબંધ રાખવો પકડશે. કમલેશે કહ્યું કે હું તો પરણિત છું તમારી સાથે કેવી રીતે સંબંધ રાખું? જોકે સવિતાએ જીદ કરી બદનામ કરવાની ધમકી આપતાં કમલેશે તેની સાથે શારીરિક સંબંધ રાખ્યાં. 

કમલેશ સવિતાનાં પ્રેમમાં પડ્યો

ભૂવાના કામમાં કમલેશને ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું હતું. જેથી આશાએ પતિ કમલેશને લોન પર ગાડી લઈ આપી હતી. બીજી તરફ કમલેશ સવિતાનાં પ્રેમમાં પડી ગયો હતો. તેની સાથેનાં અંગતપળોનાં ફોટો તે તેનાં મિત્રોને પણ મોકલતો હતો. ત્યારે કમલેશે નક્કી કર્યુ કે તે હવે ભૂવાનું કામ છોડી પેસેન્જરનાં ફેરા મારશે. જેથી કમલેશની જગ્યાએ હવે ભૂવાનું કામ તેની પત્ની આશાએ સંભાળ્યું.

કમલેશનાં મિત્રએ સવિતા સાથેનાં અંગત પળોનાં ફોટો તેની પત્નીને મોકલ્યાં

કમલેશ ભૂવા તરીકે જે મોબાઈલ વાપરતો હતો હવે તે આશા પાસે હતો જેમાં સવિતાનાં મેસેજ આવતાં હતાં. જોકે તેણે કમલેશનાં ચારિત્ર્ય પર શંકા ન કરી. જોકે કમલેશનાં એક મિત્ર સાથે કમલેશનો ઝઘડો થયો હતો. જેને પગલે કમલેશનાં સવિતા સાથેનાં ફોટોગ્રાફ્સ આશાને મોકલી દીધા હતાં.

સવિતાએ કહ્યું, કમલેશ જેવા મારે કેટલાય છે

આઘાતમાં સરી પડેલી આશાએ મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગતાં રીટાબહેન ત્યાં પહોંચ્યાં હતાં. જેને પગલે રીટાબહેને કમલેશનું કાઉન્સેલિંગ કર્યું પણ તે સવિતાને છોડવા માંગતો જ નહોતો. જેથી રીટાબહેને સવિતાને ફોન કરી ફોન સ્પીકર પર રાખ્યો અને કમલેશ  અને રીટાને કહ્યું કે, 'તમારા સામે આશા ફરિયાદ કરી શકે છે. જેથી જેલમાં જવાની તૈયારી રાખજો.' ફોન પર રહેલી સવિતાએ રીટાબહેનને ફોન પર કહ્યું, 'કમલેશ જેવાં મારે કેટલાય છે. હું કંઈ જેલમાં નહીં જઉ, એને કહો મારે એની સાથે સંબંધ નથી રાખવો.' આ સાંભળીને કમલેશને પોતાની ભૂલ સમજાયી હતી.

(પાત્રોનાં નામ બદલેલ છે.)
સ્ટોર : ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ

સંકળાયેલા મુદ્દાઓ

181 181 abhayam Gujarati News Kheda Mahila Helpline Woman divorced ખેડા ગુજરાતી ન્યૂઝ મહિલા હેલ્પલાઈન incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ