ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / The war between Russia and Ukraine is now threatening the world with a nuclear attack

Russia Ukraine crisis / યુદ્ધમાં હવે પરમાણુ હથિયારની એન્ટ્રીની ચર્ચાથી ખળભળાટ, યુક્રેનની રાજધાની કિવને ચારે તરફથી ઘેરવાના આદેશ

Published By: Ronak

Last Updated: 09:07 AM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બેલારુસ રશિયાને તેનું સમર્થન આપી રહ્યુું છે. બેલારુસે તેની ધરતી પર રશિયાને પરમાણું હથિયાર મુકવાની પણ સ્વીકૃતી આપી દીધી છે. જેથી વિશ્વ આખું ચિતામાં મુકાઈ ગયું છે.

ADVERTISEMENT

  • યુક્રેન સામેની લડાઈમાં બેસારુસનું રશિયાને સમર્થન 
  • રશિયાને બેલારુસે તેની ધરતી પર પરમાણુ હથિયાર મુકવાની સ્વીકૃતી આપી 
  • ફ્રાંસે બેલારુસને રશિયાનો સાથ ન આપવા માટે કહ્યું 

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વિશ્વ માટે મોટું સંકટ બની રહ્યું છે. રશિયાનું કહેવું છે કે યુક્રેન વાતચીત કરવા માટે તૈયાર નથી જેથી તે ત્યા ચારેય બાજુથી હુમલો કરશે. આ યુદ્ધમાં હવે લોકોનેને ન્યૂક્લિયર હુમલાનો ભય સતાવી રહ્યો છે. જોકે આ યુદ્ધમાં બેલારુસ રશિયા માટે મદદગાર સાબિત થઈ રહ્યું છે. 

રશિયાનો સાથ આપવા બદલ નિંદા કરી 

સમગ્ર મામલે ફ્રાંસ ધ્વારા આ મુદ્દે દખલગીરી કરવામાં આવી છે. જેમા તેણે એવું કહ્યું થે કે બેલારુસે યુક્રેન સામે યુદ્ધમાં રશિયાની મદદ ન કરવી જોઈએ, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોએ બેલારૂસના રાષ્ટ્રપતિ અલેક્જેંડર લુકાશેકો સાથે ફોન પર વાતચીત કરી. જેમા તેણે રશિયાને સાથ આપવા બદલ નિંદા કરી હતી. 

સમસ્યાનું સમાધાન લાવવા કૂટનીતિનો ઉપયોગ 

આપને જણાવી દઈએ કે બેલારુસે કહ્યું હતું કે તે તેની ધરતી પર રશિયાને પરમાણું હથિયાર મુકવાની સ્વીકૃતી આપશે. જોકે ફ્રાંસના રાષ્ટ્રપતિએ એવી પણ સલાહ આપી કે સમાસ્યાનું સામાધાન લાવવા કૂટનીતિનો ઉપયોગ કરવામાં આવે. સાથેજ ફ્રાંન્સના રાષ્ટ્રપતિએ બેલારુસના રાષ્ટ્રપતિને એવું પણ કહ્યું કે તેઓ જલ્દી રશિયાના સૈનિકોને તેમની ધરતી છોડવાના આદેશ આપે. 

બેલારુસ રશિયાનું પાક્કુ સમર્થક 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે અમેરિકાના રક્ષા મંત્રીનું કહેવું છે કે યુક્રેન પર હુમલો થયો તે મામલે રશિયા હવે બેલારુસ યુક્રેનને એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જોકે બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડન પણ યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે. આપને જણાવી દઈએ કે બેલારુસને રશિયાનું પાક્કુ સમર્થક માનવામાં આવી રહ્યું છે અને યુક્રેન સામેની લડાઈમાં તે રશિયામાં બધાની સામે જ સમર્થન આપી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Belarus Nuclear attack RUSSIA UKRAINE WAR ન્યુક્લિયર અટેક બેલારુસ રશિયા યૂક્રેન યુદ્ધ Russia ukraine crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ