ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / the viral video of giant drone fly with human

OMG ! / ભવિષ્યમાં ઊડતી ટેક્સી જોવા મળે તો નવાઈ નહીં! માણસને લઈને આરામથી ઊડી શકે છે આ ડ્રોન, જોઈ લો VIDEO

Published By: Khyati

Last Updated: 12:22 PM, 14 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રોન આપણે ઉડતા જોયા છે પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો જેમાં જાયન્ટ ડ્રોન જોવા મળ્યુ. આ ડ્રોનની ક્ષમતા જોઇને તમે હોંશ ગુમાવી દેશો

ADVERTISEMENT

  • ડ્રોન સાથે વ્યક્તિ પણ ઉડ્યો
  • સોશિયલ મીડિયામાં આ VIDEO થયો વાયરલ
  • માણસને લઇને આરામથી ઉડી શકે છે ડ્રોન 

ડ્રોનનો ક્રેઝ અત્યારે વધી ગયો છે. લગ્ન પ્રસંગ હોય કે પછી પ્રેવેડિંગ શૂટ. એરિયલ વ્યૂ ફોટોગ્રાફી માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  . નાના હેલિકોપ્ટર જેવું દેખાતું આ મશીન અદ્ભુત છે, જેની મદદથી આપણે કોઈપણ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. તે રીમોટ કંટ્રોલ  દ્વારા નિયંત્રિત થાય છે. ડ્રોન કેમેરા પણ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. ડ્રોનના ચારેય ખૂણા પર ચાર પંખા છે, જેની મદદથી તે ઉડી શકે છે. ત્યારે ફરી એકવાર ડ્રોન ચર્ચામાં આવ્યું છે તેનું કારણ પણ છે જોરદાર.   આ ડ્રોન સામાન્ય ડ્રોન જેવું નથી કદમાં ઘણું મોટું છે. 
પરંતુ તે કદમાં ઘણું મોટું છે.

માણસને લઇને ઉડ્યુ ડ્રોન

ડ્રોન કેટલું વજન વહન કરવા સક્ષમ છે તે સામાન્ય રીતે નક્કી કરવામાં આવે છે. વિદેશી દેશોમાં મોટાભાગના ડ્રોનનો ઉપયોગ માલસામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે થાય છે. તાજેતરમાં, આવા ડ્રોનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે માણસોને પણ ઉપાડી શકે છે.  તે ડ્રોનને સાથે લઈ જવા માટે પણ સક્ષમ છે. આ મોટા કદના ડ્રોનને જોઈને તમારા હોશ ઉડી જશે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મોટું ડ્રોન હવામાં ઉડી રહ્યું છે. સાથે એક વ્યક્તિ પણ છે જે ડ્રોનને પકડીને ઉભો છે. ડ્રોન શરુ કરવાની સાથે જ વ્યક્તિ પણ ડ્રોન સાથે ઉડવા લાગે છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Techzexpress (@techzexpress)

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

 સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તેમાંથી ઘણા વીડિયો આપણને કંઇક નવુ શીખવાડે છે તો ઘણા વીડિયો જોઇને એમ થાય કે અરે, આવુ તો કંઇ હોય.  ત્યારે આ જાયન્ટ ડ્રોનનો વીડિયો જોઇને લોકો પણ ચોંકી ગયા. કારણ કે મોટા ભાગે ડ્રોનનો ઉપયોગ જાસૂસી કે ફોટોગ્રાફી કરવા માટે થતો હોય છે ત્યારે માણસને પણ ડ્રોન લઇને ઉડવા માટે સક્ષમ હોવાનું સામે આવતા યુઝર્સ પણ અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

drone giant drone ડ્રોન વીડિયો વાયરલ Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ