ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / The value of the crypto market fell as Russia invaded Ukraine

Russia Ukraine Crisis / પુતિને હુમલો કરતાં જ ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ: અબજો રૂપિયાના ધોવાણ બાદ જુઓ કેટલા તૂટ્યા કોઈન

Published By: Ronak

Last Updated: 02:18 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાએ આજે યુક્રેન પર હુમલો કર્યો જેના કારણે ઘમી તણાવભરી સ્થિતી સર્જાય છે. ત્યારે આ હુમલાને કારણે ક્રિપ્ટો માર્કેટ પણ પડી ભાંગ્યુ છે.

ADVERTISEMENT

  • ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં પણ મોટો કડાકો 
  • રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ નોંધાયો મોટો કડાકો 
  • બિટકોઈનની વેલ્યૂ પણ મોટા પ્રમાણમાં ઘટી 

યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આવા સમયે શેર બજાર પણ પડી ભાગ્યું છે. આ સિવાય ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતા લોકોને પણ મોટું નુકશાન થયું છે. ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપિટલાઈઝેશન છેલ્લા 24 કલાકમાં 5.78 ટકા પહોચી ગયું છે. જ્યારે ટ્રેડિંગ વોલ્યૂમ 99.98 ટકાથી પડીને 12.72 મિલિયન ડૉલર થઈ ગયું છે. 

બીટકોઈનની વેલ્યૂ ઘટી 

ક્રિપ્ટો માર્કેટમાં જે કડાકો નોંધાયો છે તે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ થયું તેના કારણે થયો છે. છેલ્લા 24 કલાકમાં ડિસેંટ્રલાઈઝ઼્ડ ફાયનાન્સ સ્પેસ 12.87 બિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે સ્ટેબલ ક્વોઈનનું ટોટલ વોલ્યૂમ 72,07 બિલિયન થઈ ગઈ છે. બીટકોઈનમાં આજે ભારે કડાકો જોવા મળ્યો હતો. જેમા સવારે તેની કિંમત 27,73,397 રૂપિયા પહોચી ગઈ હતી.

Ethereumમાં પણ ભારે ઘટાડો 

તે સિવાય પોપ્યુલર ક્રિપ્ટોકરન્સી Ethereumમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો તેની કિંમત પણ 1,89,999 રૂપિયા પહોચી ગઈ હતી અને વિશ્વની દરેક ક્રિપ્ટોકરન્સીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. Cardanoની વેલ્યૂ પણ ઘટીને 63.5 રૂપિયા પહોચી ગઈ હતી. જ્યારે AValancheની વેલ્યૂં ઘટીને 5206.001 જોવા મળી હતી. 

Dogecoinની કિંમત ઘટી

મીમક્વોઈન SHIBમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો Dogecoinની કિંમત ઘટીને 9.8 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 2021માં બીટ કોઈનની પોપ્યુલારીટી વધી અને તેણે ઘણો ગ્રોથ હાંસલ કર્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની વેલ્યૂ હવે ઘટી રહી છે. 

સરકારે 30 ટકા ટેક્સ લગાવાની કરી હતી વાત 

ઉલ્લેખનીય છે કે આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમા ક્રિપ્ટો પર ટેક્સ લગાવાની વાત કરવામાં આવી હતી. જેમા તેના પરવ 30 ટકા ટેક્સ લગાવામાં આવશે. આ જાહેરાત બાદ ક્રિપ્ટોની કીંમત નીચે પહોચી ગઈ હતી અને હવે તો રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને લઈને તેની વેલ્યૂ વધારે ઘટી ગઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Down RUSSIA UKRAINE WAR cryptocurrency market ક્રિપ્ટો માર્કેટ ડાઉન રશિયા યુક્રેન યુદ્ધ Russia ukraine crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ