બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / the sake viva campaign japan government asks youth to drink more alcohol for economy

ના હોય! / પી લે... પી લે... આ દેશમાં યુવાનોને દારૂ પીવડાવવા મોટા પાયે કેમ્પેન, કારણ જાણી ચોંકી જશો

Published By: Mayur

Last Updated: 02:42 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જપાન એમ તો સંસ્કાર અને સભ્યતામાં માનનારો દેશ માનવામાં આવે છે. પણ હાલ તેમાં એક એવું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે કે આપણને તો વિશ્વાસ જ ન થાય.

  • જપાનમાં દારૂ પીવાને પ્રોત્સાહન 
  • સરકારે શરૂ કર્યું કેમ્પેઇન 
  • સરકારને આર્થિક નુકસાનનાં કારણે લેવાયો નિર્ણય 

ગુજરાતમાં એમ તો દારૂબંધી છે પણ આપણને ગુજરાતીઓને જ ખબર છે કે દારૂબંધી કેટલી છે અને લોકો એને કેટલી ગંભીરતાથી લે છે. હજુ હમણાં જ સાતમ આઠમનાં તહેવારોની રજા ગઈ છે ત્યાં કેટલાય શોખીનો દીવ દમણ અને આબુ ઉપડી ગયા હતા. 
એક મિનિટ માટે વિચાર કરો કે જો સરકાર સામેથી લોકોને દારૂ પીવા માટે પ્રોત્સાહન આપે તો પીવાવાળાને તો બાકી જલસા પડી જાય ને? એમાં પણ પબ્લિકનાં દારૂ પીવાનાં કારણે જો દેશને નુકસાન થવાના  બદલે ફાયદો થાય છે એવું કહેવામાં આવે તો પબ્લિક તો વિફરે કે નહીં?

વેલ! તમે આ ખયાલી પુલાવમાંથી પાછા આવી જાવ કારણ કે આપણાં દેશમાં તો એવું ક્યારેય શક્ય નથી પણ એશિયાનો જ એક દેશ એવો છે જ્યાં સરકાર સામેથી યુવાનોને કહે છે કે પીવો! કેમ ઝટકો લાગ્યો ને?

જપાન સરકારે એક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા કે યોજના લોન્ચ કરી છે. જેમાં યુવાનોણએ વધારે દારૂ પીવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. માનવામાં નથી આવતું ને?

શું છે યોજનાનું નામ?
આ યોજનાનું નામ છે ''sake viva camaign'' જે અંતર્ગત એક કોમ્પિટિશન કરવામાં આવશે જેમાં 20-39 વર્ષનાં યુવાનોને ટાર્ગેટ કરવામાં આવશે અને તેઓને આલ્કોહૉલનું સેવન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. એટલું જ નહીં આ કોમ્પિટિશનનાં ફાયનાલિસ્ટ્સણએ 10 નવેમ્બરે ઈનામ પણ આપવામાં આવશે.  
 
શા માટે કરી આવી વિચિત્ર જાહેરાત?

તો ભાઇ વાત જાણે એમ છે કે જપાન દેશ છેલ્લા કેટલાક સમયમાં આર્થિક સમસ્યામાં સપડાયો હતો. દારૂ પર લગતા ટેક્સથી થતી સરકારી આવકમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડો એટલો મોટો હતો કે એ છેલ્લા 31 વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. 


ઘરે દારૂ પીવાનો ટ્રેન્ડ શરૂ કરવાનાં પ્રયાસ 

વર્ષ 1995 માં વર્ષે દહાડે લોકો એવરેજ 100 લિટર દારૂ પિતા હતા જે આંકડો 2020 માં 75 લિટર સુધી આવી ગયો હતો. જેના કારણે દારૂથી થતી આવકમાં મોટો ઘટાડો થયો હતો. જપાનની 1/3 વસ્તી વૃદ્ધોની છે. હાલની પેઢીનાં લોકોમાં તેઓનાં વડીલો કરતાં દારૂ પીવાનું પ્રમાણ ઓછું થયું છે કારણ કે કોરોનાકાળ ઉપરાંત બીજા કેટલાક કારણો આની પાછળ જવાબદાર છે. અને તેના કારણે ટેક્સ કલેક્શન ઓછું થઈ રહ્યું છે જેના કારણે યુવાનોમાં બીયર અને આલ્કોહૉલ વગેરે પીવાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. 

ટેક્સની આવકમાં મોટો ફેરફાર 

જપાનની કુલ આવકમાં 1980 માં 5 ટકા આવક દારૂથી થતી હતી. 2011 માં જે 3 ટકા જેટલી આવક હતી. તે હાલ ઘટીને 1.7 ટકા જેટલી આવક થઈ ગઈ હતી. એટલે કે આઠસો મિલિયન ડોલર્સ જેટલી આવક વધારી શકાય એમ છે જો આ યોજનાને યોગ્ય રીતે અમલમાં મૂકી શકાય. 2020 માં તેની અગાઉના વર્ષ કરતાં 806 મિલિયન અમેરિકન ડોલર્સ જેટલો આવકમાં ઘટાડો થયો હતો. 

સભ્યતા-સંસ્કારમાં માનનારો દેશ 

જપાન એક એવો દેશ છે જે હંમેશા તેની ડિસિપ્લિન અને સુવ્યવસ્થાનાં કારણે જાણીતો છે. ત્યાંની જનતા સંસ્કાર અને સભ્યતામાં ખૂબ માને છે. જપાનમાં એમ તો જાહેરમાં થૂંકવું કે છીંક ખાવું પણ અસભ્ય કહેવાય છે. પણ ધ સાકે વિવા કેમ્પેઇનનાં કારણે તેની નિંદા થઈ રહી છે. કારણ કે દુનિયામાં ભાગ્યે જ કોઈ દેશ એવો હશે કે જ્યાં સરકાર સામેથી દારૂ પીવા માટે પ્રોત્સાહન આપતી હોય! 

એક મિનિટ માટે વિચાર કરો તો? જો ન કરે નારાયણ ને અહીં એવી જાહેરાત થઈ જાય તો તો કેવી ધમાચકડી મચી જાય!

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News World News japan sake viva capaign જપાન japan the sake campaign

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ