ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / The reverse movement of Mercury in Capricorn has started

astrology / મકર રાશિમાં બુધનું વક્રીભ્રમણ શરુ, આગામી 22 દિવસ આ રાશિઓ માટે રહેશે ભારે

Published By: Khyati

Last Updated: 01:39 PM, 15 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધનું મકર રાશિમાં 4 ફેબ્રુઆરી 2022 સુધી વક્રીભ્રમણ થશે. અન્ય રાશિ પર પડી શકે છે આ પ્રભાવ

ADVERTISEMENT

  • બુધનું મકર રાશિમાં થશે વક્રીભ્રમણ
  • 4 ફેબ્રુઆરી સુધી બુધ આ સ્થિતિમાં 
  • મેષ-વૃષભ રાશિ માટે લાભદાયક

બુધનું મકર રાશિમાં વક્રીભ્રમણ શરુ થયુ છે. 4 ફેબ્રુઆરી 2022 સુધી બુધ આ સ્થિતિમાં જ રહેશે . જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યાનુસાર જ્યારે બુધનું વક્રીભ્રમણ શરુ થઇ જાય છે ત્યારે તેનો પ્રભાવ ઉલટો પડે છે. બુધ મકર રાશિમાં વક્રી થવાથી પારિવારિક સંબંધો પ્રભાવિત થાય છે.  ત્યારે જાણીએ બુધનું વક્રીભ્રમણ કઇ રાશિને કેવી રીતે પ્રભાવિત કરશે.

મેષઃ બુધનું વક્રીભ્રમણ થવાથી આ રાશિના જાતકોને કરિયરમાં આમૂલ પરિવર્તન થશે. આ સમયગાળા દરમિયાન નોકરી-ધંધામાં ગેરસમજ દૂર કરવાનો મોકો મળશે.

વૃષભ: ધર્મ-કર્મ તરફ ઝુકાવ રહેશે, જેના કારણે મન પ્રસન્ન રહેશે. રોજગાર સંબંધી વિદેશથી મળેલી તકોનો લાભ ઉઠાવવાની તક મળશે. બુધનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થશે.

મિથુન:  બુધના વક્રીભ્રમણથી આ રાશિના જાતકોના આ સમયગાળા  દરમિયાન ભૌતિક સુખ રહેશે. વ્યવસાય અથવા કારકિર્દી માટે આયોજન કરવામાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ સિવાય તમે માનસિક દબાણ અનુભવી શકો છો.

કર્કઃ સંબંધો સુધારવાના પ્રયાસો કરવા પડશે. જૂના વિવાદો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઘર-પરિવારના ખર્ચમાં વધારો થશે. કરિયરમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

સિંહ: બુધનો વક્રીભ્રમણનો આ સમયગાળો  આ રાશિના જાતકોએ સંબંધોમાં મધુરતા લાવવા માટે સારો છે. પરિવારના સભ્યો સાથે કેટલીક બાબતોને લઈને ગેરસમજ થઈ શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. તેમજ વાતચીતમાં સંયમ રાખવો જોઈએ.

કન્યાઃ જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ખાસ સાવધાન રહેવુ. તેમાં પણ કૌટુંબિક મુદ્દાઓને લઇને સતર્ક રહેવું.

તુલા : ઘરના કામમાં ખોટા ખર્ચા વધશે.  ઘરમાં નિર્માણ કાર્ય પૂર્ણ થશે. પરિવારમાં સભ્યો વચ્ચે સુમેળ રહેશે.

વૃશ્ચિક: પ્રવાસમાં નુકસાન થઈ શકે છે. તેથી સાવચેતીપૂર્વક મુસાફરી કરવી. આ સિવાય જરૂરી દસ્તાવેજોમાં સાવધાની રાખવાની જરૂર છે, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

ધન: આર્થિક મુદ્દાઓ પર સમજી વિચારીને નિર્ણય લેવો. રોજગારમાં આર્થિક વૃદ્ધિ થશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો.

મકર: જીવનમાં કોઈ મોટી ઘટના બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, તમારે વિશેષ સાવચેત રહેવાની જરૂર છે. સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું જોવા મળશે.

કુંભ: ધંધાકીય કે અંગત જીવનમાં પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે. આર્થિક નુકસાનનો યોગ છે. જો કે વેપાર માટે દૂરની યાત્રા ફાયદાકારક સાબિત થશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology mercury transit બુધ વક્રીભ્રમણ mercury transits

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ