ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
યુક્રેન અને રશિયાનું યુદ્ધ હવે અટકવાનું નામજ નથી લઈ રહ્યું. અમેરિકાએ શુક્રવારે પહેલી વાર યુક્રેનના સ્ટિંગર મિસાઈલોને સીધી ડિલીવરીની મંજૂરી આપી છે. હવે તે ક્યારે યુક્રેનને આ મિસાઈલો આપશે તે હજુ સુધી નક્કી કરવામાં નથી આવ્યું. પરંતું અમેરિકાના ઓફિસરોનું કહેવું છે કે યુએસ વર્તમાનમાં શિપમેંટ લોજિસ્ટિક્સ પર કામ કરી રહ્યું છે.
અમેરિકા આપશે સ્ટિંગર મિસાઈલ
ADVERTISEMENT
અમેરિકાએ પણ આ નિર્ણય જર્મનીના એલાન બાદ લીધો હતો. જેમા જર્મનીએ પણ યુક્રેનને 500 સ્ટિંગર મિસાઈલ અને અન્ય હથિયાર આપવાનો નિર્ણય લીધો હતો. રશિયા દ્વારા સતત યુક્રેનના કીવ અને ખારકિવમાં હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. સાથેજ રશિયાએ હવે પરમાણું હુમલો કરવાની પણ તૈયારીઓ કરી લીધી છે.
24 કલાક ઘણા મહત્વના રહેશે
ADVERTISEMENT
રશિયાના વધી રહેલા આક્રમણને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું નિવેદન આપ્યું છે કે યુદ્ધમાં આવનારા 24 કલાક ઘણા મહત્વના રહેશે. રશિયા અને યુક્રેનની સેનાઓ શહેરમાં આમને સામને લડી રહી છે. જેમા યુક્રેનની સેના રશિયાને પૂરેપૂરી ટક્કર આપી રહી છે.
લોકોને સુરક્ષીત સ્થાનો પર જવા આદેશ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે યુક્રેનની રાજધાની કીવમાં એર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ એલર્ટને કારણે સામાન્ય લોકોને જલ્દીથી જલ્દી સુરક્ષીતી સ્થાન પર જવાના આદેશ આપવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આજે સવારથી કીવ અને ખારકિવમાં બોમ્બ ધડાકાના અવાજો સંભળાઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો