બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / The police team was attacked by dogs during a raid at the call center

અમદાવાદ / અંકુર સ્કૂલમાં ચાલતા કૉલ સેન્ટર પર દરોડા વખતે પોલીસ ટીમનો જીવ તાળવે ચોંટી ગયો હતો, જાણો કેમ

Published By: Dharmishtha

Last Updated: 01:29 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં કેટલાંય મહિનાઓથી પાલડીની અંકુર સ્કુલમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું. જેમાં સ્કુલનાં પૂર્વ ટ્રસ્ટીનો દોહિત્ર  વિરાજ દેસાઈ આ કોલ સેન્ટરનો મૂખ્ય સૂત્રધાર છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ રેડ પાડવા ગઈ ત્યારે કંઈક એવું તો શું બન્યું કે પોલીસ ટીમનો જીવ જોખમમાં મુકાયો હતો.

  • કોલસેન્ટરનાં આરોપીનાં કુતરાઓએ કર્યો હતો પોલીસ પર હુમલો
  • પોલીસે આ રીતે કુતરાઓ પર કાબુ મેળવ્યો હતો
  • આરોપીઓએ સ્વબચાવ માટે વિદેશી કુતરા રાખ્યા હતાં

આ રીતે કુતરાઓએ કર્યો હતો પોલીસ પર હુમલો

અમદાવાદનાં પાલડીમાં આવેલી અંકુર સ્કૂલમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેને પગલે સાઈબર ક્રાઈમની ટીમ રેડ પાડવા ગઈ હતી. આ દરમિયાન સ્કુલમાં આરોપીઓએ રાખેલા વિદેશી કુતરાઓએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. જેને પગેલે ટીમે પોતાનો જીવ બચાવવા ભાગદોડ કરવી પડી હતી.

હુમલો કરનાર કુતરા વિદેશી હતા

કોલ સેન્ટર ચલાવતા આરોપીઓએ 4થી 5 વિદેશી કુતરા સ્કુલમાં રાખ્યાં હતાં. આ વિદેશી કુતરાઓને ટ્રેઈન કરવામાં આવ્યાં હતાં. જેને પગલે કોઈ પણ અજાણ્યા લોકો સ્કુલમાં પ્રવેશે તો કુતરા તેમનાં પણ હુમલો કરતાં હતાં.  આરોપીઓએ સ્વબચાવ અને રેડ દરમિયાન ભાગવાનો મોકો મળે તે માટે કુતરા રાખ્યાં હતાં.

પોલીસે આ રીતે કુતરાઓ પર કાબુ મેળવ્યો હતો

ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર કુતરાઓેએ હુમલો કરતાં તેઓ પહેલાં તો જીવ બચાવ્યો હતો. જેમાંથી ટીમનાં કેટલાક લોકોએ અંદરની તરફ ભાગી સ્કુલમાં સુઈ રહેલા કેન્ટીનનાં સ્ટાફ તથા ત્યાંનાં સિક્યુરીટી ગાર્ડને પકડી લઈ કડક શબ્દોમાં કુતરાઓને કંટ્રોલ કરવા કહ્યું હતું. જેથી પોલીસનાં સકંજામાં રહેલા સિક્યુરિટી ગાર્ડે કુતરાઓને પકડી પાંજરામાં પુર્યાં હતાં. એ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓની ધરપકડ કરી હતી.

 કોણ હતા આરોપી?

ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર રીતે સ્કુલમાં ચાલતા કોલ સેન્ટરમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સૂત્રધાર વિરાજ દેસાઈ, મોનુ ઓઝા, રોહિતસિંઘ ભાટી, મંથન ખટીક, અજીતસિંહ ચૌહાણ, પ્રદિપ ચૌધરીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, મંથન ખટીક સ્કૂલમાં પટાવાળા તરીકે અને રાત્રે કોલર તરીકે કામ કરતો હતો. પોલીસે 7 મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Call Center ahmedabad ankur school અંકુર સ્કુલટ અમદાવાદ કોલ સેન્ટર ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ