બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / The parked ambulance moved automatically and the people panicked and called the police.
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશના વારાણસીમાં બની આ ઘટના
હાલમાં કોરોનાને લીધે એમ્બ્યુલેન્સ મળવાના પણ ફાંફાં છે ત્યાં ઉત્તરપ્રદેશમાં એક ચોંકવાનારી ઘટના સામે આવી હતી. આ ઘટના ઉત્તરપ્રદેશના વારાણસીમાં બની હતી. સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે વારાણસીમાં આવેલ રામનગરની છે. અહિયાંના સુઝાબાદ વિસ્તરમાં એક એમ્યુલેન્સ ઘણા સમય સુધી આપમેળે હલી રહી હતી, અને આખા વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા. છેવટે તેમને ના છૂટકે પોલીસ બોલાવવાની ફરજ પડી.

ADVERTISEMENT
પ્રાઇવેટ હોસ્પિટલની આ એમ્બ્યુલેન્સ યુવક ચલાવતો હતો ભાડે
આ એમ્બ્યુલેન્સ એક પ્રાઇવેટ હોસ્પિટલની છે, જે એક યુવકને ભાડે ચલાવવા માટે આપી હતી. અને આ પહેલા પણ આ હોસ્પિટલ વિરુદ્ધ ઘણા ગુનાઓ અને ફરિયાદો મળેલ છે, જેની તપાસ ચાલુ જ છે. ગામવાળાઓને પૂછતાં તેમણે કહ્યું કે આવું કૃત્ય કરવા બદલ ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને જેલ મોકલી દેવામાં આવ્યા. ત્યાંનાં એસપી પ્રવીણસિંહે કહ્યું કે આવી હરકતો કરવા બદલ ચારેય લોકો વિરુધ્ધ ગુનો દાખલ કરીને જેલ મોકલી દેવામાં આવ્યા છે અને એમ્બ્યુલેન્સ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

ADVERTISEMENT
અંદરથી જે જોવા મળ્યું તે જોઈ સૌ લોકો રોષે ભરાયા
આ ઘટના જે વિસ્તારમાં બની તે વિસ્તાર એકદમ સૂમસામ છે અને પોલીસ ચોંકીની સાવ નજીક છે. એમ્બ્યુલેન્સને હલતા જોઈ લોકો ગભરાઈ ગયા હતા. પણ ઘણા સમય સુધી તેમાંથી કોઈ બહાર આવ્યું નહીં એટલે ભેગા થયેલા લોકોએ પોલીસને બોલાવી હતી. પોલીસે જ્યારે કાર્યવાહી કરી દરવાજા ખોલાવડાવ્યા તો સમગ્ર હકીકત સામે આવી હતી. આ એમ્બ્યુલેન્સમાંથી ત્રણ યુવકો અને એક યુવતી એકદમ કઢંગી હાલતમાં પકડાયા હતા. ત્યારબાદ એમ્બ્યુલેન્સની સાથે જ ચારેય ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.