ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The message came out on the mobile and the credit card went off with $ 6680 knowing what the whole incident was
ADVERTISEMENT
ADVERTISEMENT
નારણપુરા વિસ્તારના સિવિલ એિન્જિનયરના આરબીએલના ક્રેડિટકાર્ડમાંથી psp* dmarket.com નામની વેબસાઈટે ૬૬૮૦ યુએસ ડોલરનું ટ્રાન્ઝેક્શન કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સિવિલ એિન્જિનયરે વેબસાઇટ તેમજ આરબીએલ બેન્ક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
નારણપુરા વિસ્તારના સ્વાતંત્ર્યસેનાની નગર વિભાગ-૧માં રહેતા કંદર્પ નાયકે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. કંદર્પ કન્સલ્ટન્ટ સિવિલ એન્જિનિયર છે અને ઘેરબેઠાં જ વ્યવસાય કર છે. કંદર્પ આરબીએલ બેન્કનું ક્રેડિટકાર્ડ ધરાવે છે.

ADVERTISEMENT
તા ર૦ જાન્યુઆરી, ર૦ર૦ના રોજ કંદર્પના મોબાઈલમાં વહેલી સવારે ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો, જેમાં તેમના ક્રેડિટકાર્ડમાંથી ત્રણ અલગ અલગ સમયે ૬૬૮૦.૬૧ યુએસ ડોલર (ઇન્ડિયન કરન્સી મુજબ ૪.૯૪,ર૯૯.૯૬)ની અનઓથોરાઇઝ વેબસાઈટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરાયાનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ કંદર્પે તાત્કાલિક આરબીએલ બેન્કના કસ્ટમર કેરમાંથી ફોન કરી તેમનું ક્રેડિટકાર્ડ બ્લોક કરાવી દીધી દીધું.
ત્યારબાદ કંદર્પે વેબસાઈટ દ્વારા ફ્રોડ અંગે તેમજ આરબીએલ બેન્કને જાણ કરવા છતાં બેન્કે વેબસાઇટને પૈસા ટ્રાન્સફર કરી દેતાં બંને વિરુદ્ધમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો