બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / The first electric car was made not 20-30 years ago but 200 years ago, know the history

જાણવા જેવું / 20-30 વર્ષ નહીં પણ 200 વર્ષ પહેલાં બની હતી પહેલી ઈલેક્ટ્રિક કાર, કેવો રહ્યો ઇતિહાસ જાણો

Megha

Last Updated: 03:34 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું ઇલેક્ટ્રિક કાર આધુનિક સમયની ભેટ છે? મોટાભાગના લોકો એ નથી જાણતા કે ઇલેક્ટ્રિક કાર બનાવવાનો પ્રયાસ 20 કે 30 વર્ષ પહેલાં નહીં પણ લગભગ 200 વર્ષ પહેલાં શરૂ થયો હતો.

  • શું ઇલેક્ટ્રિક કાર આધુનિક સમયની ભેટ છે?
  • ઇલેક્ટ્રિક કારનો ઈતિહાસ ઘણો જૂનો છે 
  • લગભગ 200 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી પહેલી ઇલેક્ટ્રિક કાર 

અત્યારના સમયમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહનનોનું મહત્વ વધી ગયું છે અને લોકો તેનો અઢળક ઉપયોગ કરે છે એવામાં આપણે ઘણીવાર ઇલેક્ટ્રિક કાર વિશે વિચારીએ છીએ કે તે આધુનિક સમયની ભેટ છે અને તે લાંબા સમયથી વિકસિત નથી. પણ મોટાભાગના લોકો એ નથી જાણતા કે ઇલેક્ટ્રિક કાર બનાવવાનો પ્રયાસ 20 કે 30 વર્ષ પહેલાં નહીં પણ લગભગ 200 વર્ષ પહેલાં શરૂ થયો હતો. 

ઇલેક્ટ્રિક કારનો ઈતિહાસ ઘણો જૂનો છે 
જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક કારનો ઈતિહાસ પણ પેટ્રોલ અને ડીઝલ કારનો ઈતિહાસ જેટલો જૂનો છે. જો કે એ સમયે ઈલેક્ટ્રિક કારને ચાર્જ કરવાની સમસ્યાઓને કારણે તે વધુ લોકપ્રિયતા મેળવી શકી નહતી. હવે તેને સંપૂર્ણ રીતે વિકસિત કરવામાં બીજા 200 વર્ષ લાગ્યાં. એવામાં આજે અમે તમને જણાવશું કે પહેલી ઇલેક્ટ્રિક કાર ક્યારે બની હતી અને તેની રેન્જ શું હતી.

200 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી પહેલી ઇલેક્ટ્રિક કાર 
એ વાત તો જાણીતી છે કે 19મી સદીની શરૂઆતથી જ વિશ્વના ઘણા દેશોમાં વિવિધ પ્રકારના વાહનો બનાવવામાં આવી રહ્યા હતા અને તે દિવસોમાં ચાર પૈડાં પર ચાલતું વાહન લોકોમાં ઉત્સુકતાનો વિષય હતો અને એ સમયમાં ફક્ત ડીઝલથી ચાલતા વાહનો જ બનતા હતા. પણ એ સ્કોટલેન્ડના એક મિકેનિકે એવું કામ કર્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી હતી પહેલી ઇલેક્ટ્રિક કાર 
અનેક અહેવાલોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ 1832-1839 વચ્ચે સ્કોટિશ મિકેનિક રોબર્ટ એન્ડરસને જૂની ડીઝલથી ચાલતી કારને ઇલેક્ટ્રિક કારમાં રૂપાંતરિત કરી અને એ કારમાં સિંગલ ચાર્જ બેટરીનો ઉપયોગ કર્યો હતો જે માત્ર એક જ વારમાં ચાર્જ થઈ શકતી હતી. આ સાથે જ તમને જણાવી દઈએ કે આ ઇલેક્ટ્રિક કાર 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માત્ર 2.5 કિલોમીટર જ દોડી શકતી હતી.

એ પહેલો પ્રયોગ હતો એ બાદ 1865 માં એક ફ્રેન્ચ વૈજ્ઞાનિકે લીડ એસિડ બેટરીથી પ્રથમ વખત ઇલેક્ટ્રિક કાર ચલાવી હતી. ઇલેક્ટ્રિક કાર વિકસાવવાની આ પ્રક્રિયા ચાલુ રહી અને 1891 માં પ્રથમ વખત, ઇલેક્ટ્રિક કાર અમેરિકામાં રસ્તાઓ પર આવી. આઠ વર્ષ પછી, થોમસ એડિસને ઇલેક્ટ્રિક કાર માટે નિકલ-આલ્કલાઇન બેટરી ડિઝાઇન કરી જે લાંબા સમય સુધી ચાલતી હતી. 1899 માં પોર્શે પહેલી હાઇબ્રિડ કાર લોન્ચ કરી જે પેટ્રોલ બેટરી પર ચાલી શકતી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ