ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / The entry of Mars in Dhan Rashi. This change can bring about love-marriage
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું એક મહત્વ છે. દરેક ગ્રહ આપણા જીવનના કોઇને કોઇ રીતે અચુક સંબંધ ધરાવે છે. ગ્રહોની ચાલ પણ આપણી જન્મકંડળીમાં ક્યાં સ્થાને તે ગ્રહ પડ્યો છે તે મુજબ તેનો પ્રભાવ દર્શાવે છે. મેરેજલાઇફ અને પ્રેમસંબંધ માટે અસરકારક એવા મંગળે રાશિ પરિવર્તન કરી છે. મંગળ હવે ધન રાશિમાં પ્રવેશ્યો છે. તો બીજી તરફ બીજી તરફ પ્રેમ, ભૌતિક સુખ અને સુંદરતાનો ગ્રહ શુક્ર આ રાશિમાં પહેલાથી જ પૂર્વવર્તી થઈ રહ્યો છે. જે જોતા ધન રાશિમાં આ 2 ગ્રહોના સંયોગથી આ રાશિના લોકો પર સૌથી વધુ અસર પડશે.
_5.jpg)
ADVERTISEMENT
ધનુરાશિમાં મંગળ-શુક્રનો સંયોગ
લગ્નનો કારક મંગળ અને પ્રેમનો કારક શુક્ર આ બંનેનો સંયોગ ધન રાશિમાં રસપ્રગ સંયોગ સર્જે છે. મંગળ અને શુક્ર વચ્ચે તટસ્થ સંબંધ છે. મંગળએ હિંમત અને ઉત્સાહનું પ્રતિક છે, જ્યારે શુક્રએ પ્રેમનો ગ્રહ છે. આ કારણે આ બંને ગ્રહોનો સંયોગથી જીવનમાં ઉત્સાહ અને ઉર્જા ભરેલી રહે છે.પરંતુ આવું થવુ ત્યારે જ સંભવ છે જ્યારે આ બંને ગ્રહો કુંડળીમાં શુભ સ્થાને હોય. નહીં તો તેની વિપરીત અસર જોવા મળે છે.
ADVERTISEMENT
શુક્રની છે વક્રીચાલ
જો કે આ વખતે ધન રાશિમાં શુક્ર વક્રી ચાલ ચાલી રહ્યો છે જેને કારણે આ સંયોગ થવા શુભ નથી. વળી ધન રાશિના સ્વામી ગુરુ અને શુક્ર એકબીજાના શત્રુ ગ્રહો છે. આ કારણથી ધનુ રાશિના લોકો માટે આ સંયોગ શુભ ન કહી શકાય. આ કારણે જ ધન રાશિના લોકોના પ્રેમસંબંધ અને મેરેજલાઇફમાં મુશ્કેલીઓ વધશે. આ રાશિના જાતકોમાં ગુસ્સો અને આક્રમકતા વધશે, સાથે જ આનંદ મેળવવાની ઈચ્છા પણ વધશે. આવી વર્તણૂક જીવનસાથી સાથેના સંબંધોમાં સમસ્યા ઊભી કરી શકે છે. આ ઉપરાંત, તે તમને પાર્ટનર પ્રત્યે વધુ પઝેસિવ બનાવે છે. શારીરિક આક્રમકતા પણ વધી શકે છે. કેટલાક લોકોના એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ હોઈ શકે છે.
ADVERTISEMENT

ક્યાં સુધી મંગળ-શુક્રનો સંયોગ
ADVERTISEMENT
27 ફેબ્રુઆરી સુધી ધન રાશિના જાતકોમાં આ સંયોગ જોવા મળશે. આ રાશિમાં શુક્રનું વક્રીભ્રમણ ધન રાશિના જાતકો પર ઘણો પ્રભાવ પાડી શકે છે. જો કે આ સમયગાળામાં આ જાતકોને યાત્રાના પણ યોગ છે. જો કે તમારે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો