બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The crime branch seized a bottle of liquor from the ice box

સપાટો / અમદાવાદના સરદારનગરમાં પાન સેન્ટરની આડમાં ‌ચાલતા બિયર બાર પર ત્રાટકી ક્રાઇમ બ્રાન્ચ, બુટલેગરને પકડવા ચક્રો ગ‌તિમાન

Dinesh

Last Updated: 06:04 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં હ‌િરયાળી પાન સેન્ટરની આડમાં ચાલતા દારૂના અડ્ડા પર ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી અને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો

  • આઇસ બોક્સમાંથી ક્રાઇમ બ્રાંચને દારૂની બોટલ જપ્ત કરી
  • બુટલેગરે પાન સેન્ટરની આડમાં ‌બિયર બાર શરૂ કર્યો હતો
  • ઠંડાં પીણાંની આડમાં દારૂનો ખુલ્લેઆમ ધંધો 


પાન પાર્લરને બિયર બાર બનાવી દીધો હોવાની ઘટનાનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં હ‌િરયાળી પાન સેન્ટરની આડમાં ચાલતા દારૂના અડ્ડા પર ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી અને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ઓઇસ બોક્સમાંથી ક્રાઇમ બ્રાંચને દારૂની બોટલ તેમજ બિયરનાં ટીન મળી આવ્યાં છે. દારૂ‌ડિયાઓ ટોળું કરીને ઊભા હતા ત્યારે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી, જેથી તમામ દારૂ‌ડિયાઓ નાસી છૂટ્યા હતા. બુટલેગરે પાન સેન્ટરની આડમાં ‌બિયર બાર શરૂ કર્યો હતો, જ્યાં તે દારૂ‌ડિયાઓ પાસેથી મનફાવે તેવા રૂપિયા લઇને દારૂ પીવાની સુવિધા આપતો હતા. ક્રાઇમ બ્રાંચે રેડ કરતાં બુટલેગર પણ દારૂ‌ડિયાઓ સાથે નાસી છૂટ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે સરદારનગર વિસ્તારમાં આવેલા હ‌િરયાળી પાન પાર્લરમાં ઠંડાં પીણાંની આડમાં દારૂનો ખુલ્લેઆમ ધંધો થઇ રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ છારાનગર રોડ પર આવેલા હ‌િરયાળી પાન સેન્ટર પાસે પહોંચી ગઇ હતી. 

બુટલેગર્સ પોતાના ઘરમાં બેસાડીને દારૂ પીવડાવે ?
પાન સેન્ટર પાસે દારૂ‌ડિયાઓનું ટોળું ઊભું હતું, જે ક્રાઇમ બ્રાંચને જોઇને નાસી ગયું હતું. ક્રાઇમ બ્રાંચે પાન સેન્ટરમાં પહોંચીને તપાસ કરી તો આઇસ બોક્સમાં દારૂની બોટલો મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચને 86 દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે તપાસ કરી તો આ પાન સેન્ટરનો મા‌લિક રીપેશ ઉર્ફે લુકડી ધીરસિંહ માંચરેક છે. ક્રાઇમ બ્રાંચે રીપેશ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. પાન પાર્લર ખાલી નામનું હતું, જેની આડમાં રીપેશ દારૂનો ધંધો કરતો હતો. દારૂ‌ડિયાઓને તે પાન પાર્લરમાં દારૂ પીવાની પણ સુવિધા આપતો હતો. પાન પાર્લરને રીપેશે દારૂનો બાર બનાવી દીધો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સરદારનગર અને કુબેરનગરની કેટલીક જગ્યાઓમાં પાન પાર્લરની આડમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે કેટલાક બુટલેગર્સ પોતાના ઘરમાં બેસાડીને દારૂ પીવડાવે છે. 

કાર્યવાહી કરવામાં આંખ આડા કાન
સ્થાનિક પોલીસ તેમજ પોલીસ એજન્સીઓ ઘણી વખત બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરે છે. ક્રાઇમ બ્રાંચે રીપેશને ઝડપી પાડવા માટે ચક્રો ગ‌િતમાન કર્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રીપેશને દારૂ સરદારનગરના મોટા ગજાના બુટલગરે આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ