બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'નરેન્દ્ર મોદીની દોસ્તીનું પરિણામ દેશ ભોગવી રહ્યો છે...' ટ્રમ્પના ટેરિફ એલાન પર કોંગ્રેસના પ્રહાર
Last Updated: 10:13 PM, 30 July 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવાની જાહેરાત કરી છે. એક લાંબી પોસ્ટમાં તેમને ટેરિફ તેમજ રશિયા સાથે ભારતની મિત્રતાનો ઉલ્લેખ કર્યો છે. ટ્રમ્પની આ જાહેરાત સાથે જ દેશમાં રાજકીય હોબાળો મચી ગયો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે.
ADVERTISEMENT
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લગાવ્યો અને પેનલ્ટી પણ કરી. દેશ નરેન્દ્ર મોદીની 'મિત્રતા'ના પરિણામો ભોગવી રહ્યો છે. મોદીએ ટ્રમ્પ માટે પ્રચાર કર્યો. મોદીએ ટ્રંપને ઉત્સાહથી ગળે લગાવ્યા. તેમને તેમનો ફોટો ક્લિક કરાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કર્યો. અંતે, ટ્રમ્પે ભારત પર ટેરિફ લગાવ્યો. ભારતની વિદેશ નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
ट्रंप ने भारत पर 25% टैरिफ ठोक दिया, साथ ही पेनल्टी भी लगा दी. नरेंद्र मोदी की 'दोस्ती' का खामियाजा देश भुगत रहा है.
— Congress (@INCIndia) July 30, 2025
• मोदी ने ट्रंप का प्रचार किया
• लपक-लपककर गले मिले
• फोटो खिंचवाकर सोशल मीडिया में ट्रेंड कराया
आखिर में ट्रंप ने भारत पर टैरिफ ठोक दिया. भारत की विदेश नीति… pic.twitter.com/n8jRpQLNQ6
ADVERTISEMENT
આ દેશના અર્થતંત્ર માટે વિનાશક બનશે.
કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે પણ X પર પોસ્ટ કરી છે. આમાં તેમને કહ્યું છે કે, આ દેશના અર્થતંત્ર માટે વિનાશક રહેશે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને શસ્ત્રો ખરીદવા બદલ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે, તેમજ પેનલ્ટી પણ લગાવી છે. આ ત્યારે બન્યું જ્યારે પીએમ મોદી ટ્રંપને આકર્ષવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો; કોંગ્રેસ સરકાર અને પી.ચિદંબરમ હતા ત્યાં સુધી અફઝલ ગુરૂને ફાંસી નહોતી થઇ
તેમને આગળ પોસ્ટમાં લખ્યું, આ સ્પષ્ટ સંકેત છે કે ભાજપ સરકાર અને વડા પ્રધાને દેશના હિત સાથે કેવી રીતે સમાધાન કર્યું છે. આ પગલાથી આપણી અર્થવ્યવસ્થા, આપણા સ્થાનિક ઉદ્યોગ, આપણી નિકાસ અને રોજગાર પર દૂરગામી પરિણામો આવશે. આશ્ચર્ય થાય છે કે વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને મળવા માટે ઉતાવળ કરતી વખતે તેમની સાથે શું ચર્ચા કરી હશે? 'નમસ્તે ટ્રમ્પ', 'હાઉડી મોદી', 'અબકી બાર ટ્રમ્પ સરકાર' થી ભારતને ખરેખર શું મળ્યું?
ADVERTISEMENT
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં શું લખ્યું?
યાદ રાખો, ભારત આપણો મિત્ર છે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે તેની સાથે ઓછો વેપાર કર્યો છે. આનું કારણ એ છે કે તેના ટેરિફ ખૂબ ઊંચા છે, વિશ્વમાં સૌથી વધુ છે અને ભારતમાં કોઈપણ દેશ કરતાં સૌથી મુશ્કેલ વેપાર અવરોધો છે. ઉપરાંત, ભારત હંમેશા રશિયા પાસેથી તેના મોટાભાગના લશ્કરી સાધનો ખરીદે છે. તે ચીનની સાથે રશિયાનો સૌથી મોટો ઉર્જા ખરીદનાર છે, એવા સમયે જ્યારે દરેક ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યાકાંડ બંધ કરે... બધું બરાબર નથી! તેથી ભારતે 1 ઓગસ્ટથી 25% ટેરિફ અને આ બધા માટે દંડ ચૂકવવો પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.