બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં ગુજરાત સમગ્ર દેશમાં પહોંચ્યું બીજા નંબરે, અન્ય રાજ્યની સરખામણીએ આવ્યું સૌથી વધુ રોકાણ

ગૌરવ / ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં ગુજરાત સમગ્ર દેશમાં પહોંચ્યું બીજા નંબરે, અન્ય રાજ્યની સરખામણીએ આવ્યું સૌથી વધુ રોકાણ

Published By: Sanjay Vibhakar

Last Updated: 03:10 PM, 16 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનો આર્થિક વિકાસ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે.કેન્દ્ર સરકારના ઉધોગ મંત્રાલયના ડેટા મુજબ 2024ના જાન્યુઆરીથી લઈને જૂન સુધીમાં જ ગુજરાતમાં માત્ર ઓરીસ્સા રાજ્યને બાદ કરતા અન્ય રાજ્યની સરખામણીમાં સૌથી વધુ રોકાણ આવ્યુ છે. એટલે કે ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર-2 ઉપર પહોંચી ગયુ છે. આગામી સમયમાં હજુ વધુ નવા પ્રોજેક્ટ અને નવા રોકાણ આવવાની શક્યાતાઓ જોવાઈ રહી છે.

કેન્દ્રના ઉધોગ મંત્રાલય હેઠળ આવતા DPIIT એટલે કે ડીપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનેશલ ટ્રેડ દ્રારા તમામ રાજ્યોમાં કેટલા પ્રોજેક્ટમાં કેટલુ રોકાણ આવ્યુ તેના પર તેની સતત નજર રાખવામાં આવતી હોય છે. તેમજ તેના સત્તાવાર ડેટા પણ તની વેબસાઈટ પર જાહેર કરાતા હોય છે.

જે મુજબ જાન્યુઆરીથી જૂનના છ મહિના દરમિયાન જ સમગ્ર દેશમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં નંબર-2 રાજ્ય બની ગયુ છે. જેમ કે ઓરીસ્સામાં 23 પ્રોજેક્ટમાં 42610 કરોડ રૂપિયાનુ રોકાણ આવ્યુ છે. જ્યારે, ગુજરાતમાં 111 પ્રોજેક્ટમાં કુલ 25440 કરોડ રૂપિયાનુ રોકાણ આવ્યુ છે. જ્યારે ત્રીજા નંબરે મહારાષ્ટ્ર રાજ્ય આવે છે. જ્યાં 147 પ્રોજેક્ટમાં 25111 કરોડ રૂપિયાનુ રોકાણ આવ્યુ છે. ઉપરાંત મધ્ય પ્રદેશમાં 65 પ્રોજેક્ટમાં 15022 કરોડનુ અને ત્યાર બાદ છત્તીસગઢમાં 18 પ્રોજેક્ટમાં 14620 કરોડનુ અને રાજસ્થાનમાં પણ21 પ્રોજેક્ટમાં 14558 કરોડ રૂપિયાનુ રોકાણ આવ્યુ છે. પાંચથી 10 હજાર કરોડનુ રોકાણ આવ્યુ છે તેવા પણ માત્ર બે જ રાજ્ય છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 6581 કરોડનુ તેમજ ઉત્તર પ્રદેશમાં3 5383 કરોડનુ રોકાણ આવ્યુ છે. એ સિવાય બેથી ચાર હજાર કરોડના રોકાણવાળા રાજ્યોમાં તામિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ,હરીયાણા,હિમાલચ પ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

રોકાણની દ્રષ્ટિએ જોઈએ તો બિહારની હાલત સૌથી વધુ કફોડી છે. વસ્તિની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં સૌથી બીજા મોટા રાજ્ય ગણાતા બિહારમાં માત્ર પાંચ જ પ્રોજેક્ટ આવ્યા છે અને વાસ્તવિક રોકાણ 257 કરોડ રૂપિયાનુ થયુ છે.કેરેલાની પણ આવી જ હાલત છે. અહીં 3 પ્રોજેક્ટ આવ્યા છે જેમાં 101 કરોડનુ રોકાણ યયુ છે.

ગુજરાતમાં સૌથી વધુ રોકાણ આવવા પાછળના ઘણા કારણો છે. જેમ કે, અહીં ઈન્ફ્ર્સ્ટ્ક્ચર,રોડ-રસ્તા અને ગટર પાણીની વધુ સારી સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યને સલામત ગણવામાં આવે છે. અહીં પ્રોજેક્ટમાં કામ કરવા માટેના વિવિધ સ્કિલ ધરાવતા માણસો અને મજૂરો સરળતાથી અને ઓછા ખર્ચથી મળી રહે છે.

અન્ય 10 રાજ્યો એવા છે કે જ્યાં એક રૂપિયાનુ પણ રોકાણ થયુ નથી. આ રાજ્યોમાં આંદામન,અરૂણાચલ પ્રદેશ, દમણ અને દીવ, લક્ષ્યદીપ, મણિપુર, મિઝોરમ,નાગાલેન્ડ,પંજાબ,સિક્કિમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ 10 પૈકીના 9 રાજ્યોમાં રોકાણ માટેની કોઈ દરખાસ્ત પણ થઈ નહોતી.એક માત્ર દમણ અને દીવમાં બે પ્રોજેક્ટ માટે 42 કરોડના સૂચિત રોકાણ માટેની દરખાસ્ત હતી. તેમાંથી પણ એક રૂપિયાનુ રોકાણ આવ્યુ નથી.

15થી વધુ ક્ષેત્રો માટે નીતિઓ દ્રારા પ્રોત્સાહન,ઉધોગમંત્રી બળવંતસિંહ

સમગ્ર દેશમાં ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં ગુજરાત નંબર-2 પર આવ્યુ તેના પાછળના કારણો કયા છે ?આ અંગે ગુજરાતના ઉધોગમંત્રી બળવંતસિંહ રાજપૂત જણાવે છે કે,ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્સમાં 2020થી ગુજરાત સતત ટોપ એચીવર રાજ્ય તરીકેનો ક્રમ ધરાવે છે. 15થી વધુ ક્ષેત્રો માટે જરૂરી નીતિઓ દ્રારા ઔધોગિક વિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.નંબર 2 પાછળ ગુજરાતનુ ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રકચર પણ છે. 239 જીઆઈડીસી, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ, વિશેષ રોકાણ ક્ષેત્રો સેક્ટર પ્રમાણેની ઔધોગિક વસાહતો જેમાં બલ્ક ડ્રગ પાર્ક, મેગા ટેક્સટાઈલ પાર્ક, સિરામિક્સ પાર્ક વગેરે સહાયક સુવિધાઓથી સજજ છે. ઉપારંત ઈલેક્ટ્રોનિક્સ નવીનીકરણીય ઉર્જા, ઈલેક્ટ્રિક વાહનો, ફિનટેક વગેરે માટે જરૂરી ઈકો સિસ્ટમ વિકસાવી છે.વૈશ્વિક નિકાસ કરવા માટે ગુજરાતનો 1600 કીલો મીટર લાંબો દરીયાકોંઠો અ મોટા તથા નાના બંદરો ખુબ જ ઉપયોગી છે.

વધુ વાંચોઃ બુધવાર સુધીમાં જાહેર થઇ જશે PMJAY યોજનાની નવી SOP, લેભાગુ તબીબો વિરૂદ્ધ એક્શનની તૈયારી

ઉધોગમંત્રી બળવંતસિંહ રાજપૂત વધુમાં જણાવે છે કે, જાન્યુઆરીથી જુલાઈ-24 દરમિયાન ગુજરાતમાં ભાગ-એ હેઠળ કુલ 96 આઈઈએમ, ઈન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિન્યોર મેમોરેન્ડમ ફાઈલ કરાયા હતા. ટોચના પાંચ ક્ષેત્રોમાં કેમિકલ્સ, સિરામિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને રિન્યુએબલ એનર્જીનો સમાવેશ થાય છે.ટોચના પાંચ જીલ્લામાં કુલ આઈએમના 60 ટકા માટે જવાબદાર છે. આ જ રીતે ગુજરાતમાં ભાગ-બી હેઠળ કુલ 125 આઈઈએમ ફાઈલ કરાયા હતા. ટોચના પાંચ ક્ષેત્રોમાં કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, ઓટો ઘટકો અને સિરામિક્સનો સમાવેશ થાય છે. જ્યારે ટોચના પાંચ જીલ્લાઓ કુલ આઈએમના 69 ટકા માટે જવાબદાર છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Sanjay Drashti Gandhinagar News

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ