ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The cleaning job has killed 22 lakh of the NRI family know what the whole incident is
ADVERTISEMENT
ADVERTISEMENT
કપિલભાઈ વિકલાંગ હોવાથી તેમનાં માતા-પિતાની દેખરેખ માટે તેમને એક માણસની જરૂર હતી, જેથી તેમના એક મિત્રએ કપિલભાઈને કહ્યું હતું કે રાજસ્થાન રહેવાસી આબિદખાન સિન્ધી નામની વ્યક્તિ છે, જે અમે જ્યારે અમદાવાદ આવીએ તે અગાઉ ઘરની સાફસફાઈ કરી દે છે, જેથી કપિલભાઈએ આબિદખાનને તેમના ઘરે કામ કરવા માટે રાખ્યો હતો.
વર્ષ 2015માં જ્યારે કપિલભાઈ ભારત આવ્યા હતા ત્યારે તેમણે ગાંધીનગર ખાતે પ્રમુખ લોટસ નામની સ્કીમમાં બે ફ્લેટ બુક કરાવવાનું નક્કી કર્યું હતું, જેના 22 લાખ રૂપિયા ભરવાના હતા. કપિલભાઈએ તેમના એક મિત્ર અશોક્ભાઈને રૂપિયા આપ્યા હતા, જે કપિલભાઈને લેવાના હતા, પરંતુ તેમને કોઈ કામ આવી જતાં તાત્કાલિક અમેરિકા જવાનું થયું હતું.
ADVERTISEMENT

ત્યારબાદ આ સ્કીમના પૈસા ભરવા માટે કપિલભાઈએ અશોકભાઈને તેમના ઘરમાં કામ કરતા આબિદખાનને 22 લાખ રૂપિયા આપવા માટે કહ્યું હતું.
ADVERTISEMENT
તે પછી 16 જાન્યુઆરી, 2015ના રોજ અશોકભાઈએ 22 લાખ રૂપિયા આબિદખાનને આપ્યા હતા. કપિલભાઈના પિતા વર્ષ 2016માં ભારત આવ્યા ત્યારે આબિદખાને કોઈને વ્યાજે રૂપિયા આપી દીધા હતા. કપિલભાઈના પિતાએ રૂપિયા માગ્યા તો ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યો હતો.
કપિલભાઈ જ્યારે વર્ષ 2017માં આવ્યા ત્યારે આબિદ પાસે રૂપિયા બાબતે પૂછતાં તેણે બે ટ્રક ખરીદી લીધી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સતત રૂપિયાની ઉઘરાણી કરતાં આબિદખાન ભાગી ગયો હતો, સાથે કપિલભાઈને એ જાણાવ્યું કે, આબિદખાને તેમનાં માતા-પિતાના સેવિંગ્સ એકાઉન્ટમાંથી ૩ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
ADVERTISEMENT
આબિદખાનને કપિલભાઈએ સતત ફોન કર્યા, પરંતુ તેમનો કોઈ સંપર્ક થતાો ન હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો