ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The black market of drugs, the police got a big success, arrest of one accused with MD drugs
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોના મહામારીમાં પણ નશાનો કારોબાર ધમધમી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પોલીસ એમ.ડી. ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને ડ્રગ્સની નાની નાની પડીકીઓ બનાવીને અન્ય લોકોને વેચતો હતો. જો કે પોલીસને બાતમી મળતા પોલીસ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી હુશેન બસીર અંસારી છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલો હતો.એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચને બાતમી મળતા તપાસ હાથ ધરી હતી જો કે દાણીલીમડાથી 32 ગ્રામ એમડી સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સની બજાર કિંમત અંદાજીત 3.20 લાખ થવા જઈ રહી છે.
એમ.ડી ડ્રગઝના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ
મહત્વનું છે કે પકડાયેલ આરોપી તપાસમાં સામે આવ્યું છે કે શાહરુખ નામના એક વ્યક્તિ પાસેથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો વેચવા માટે લાવ્યો હતો જે બાદ આરોપી પડીકી બનાવી ડ્રગ્સ વેચતો હતો. ત્યારે પોલીસે બસીર અંસારીની ધરપકડ કરી જે વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું કે શાહરુખ નામનો શખ્સ કોણ છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે તેમજ આરોપીને અત્યાર સુધી કેટલું ડ્રગ્સ પહોંચાડ્યું તે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દાણીલીમડા વિસ્તારમાં ચાલવાતો હતો ડ્રગ્સનો વેપલો
આરોપી હુશેન બસીર અંસારી વિરુદ્ધ બે વખત પાસની સજા પણ ભોગવી ચુક્યો છે અને અલગ અલગ 8થી વધુ ગુનામાં પણ અગાઉ પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આરોપીનો મોટો ભાઈ પણ 39 કિલો ગાંજા ના જથ્થા સાથે એસઓજી ક્રાઇમે પકડી પાડ્યો હતો.પકડાયેલ આરોપી હુસેન પુર્વ વિસ્તારમાં 1 ગ્રામની પડીકી બનાવી વેચતો હતો.જો કે હવે એસઓજીએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આરોપી હુસેન ડ્રગ્સ કોની પાસેથી મંગાવતો અને કોને કોન સપ્લાય કરતો તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ