ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The bird known as Cygnus olar became the first guest of Jamnagar

જામનગર / સિગ્નસ ઓલર તરીકે ઓળખાતું પક્ષી પહેલીવાર બન્યું ગુજરાતનું મે'માન, જાણો મુખ્ય વિશેષતા !

Published By: Kiran

Last Updated: 08:25 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજારો કિલો મીટરની સફર ખેડીને મુક હંસ જામનગરના ઢીંચડા ગામે આવતી ચઢ્યા જેના કારણે રમણીય દ્રશ્યો સર્જાયા છે.

ADVERTISEMENT

  • યુરોપનું મુક હંસ બન્યું જામનગરનું મહેમાન
  • ઢીંચડા ગામના તળાવમાં જોવા મળ્યું મુક હંસ
  • ઉડતા પક્ષીઓમાં ધરાવે છે સૌથી વધુ વજન

સામાન્ય રીતે હંસ એક લાંબી ડોકવાળું, લાંબા પગવાળું તેમ જ મોટું કદ ધરાવતું પક્ષી છે. પરતું આપને જાણીને આશ્ચર્ય થશે કે શિયાળાની ઋતુમાં યુરોપથી મુક હંસ જામનગરના મહેમાન બને છે. હજારો કિલો મીટરની સફર ખેડીને મુક હંસ જામનગરના ઢીંચડા ગામે આવતી ચઢ્યા છે જેના કારણે રમણીય દ્રશ્યો સર્જાયા છે. 

ઢીંચડા ગામના તળાવમાં જોવા મળ્યું મુક હંસ

મહત્વનું છે કે હંસ એવું પક્ષી છે કે તેને આકાશમાં ઉડવા ઉપરાંત પાણીમાં પણ તરી શકે છે આ પક્ષી દેખાવમાં અત્યંત સુંદર હોય છે. હંસનો રંગ સામાન્ય રીતે સફેદ હોય છે. પરતું જામનગરનું મહેમન બનેલું આ પક્ષી એટલું આકર્ષક અને સુંદર લાગે છે કે તેને જોતા જ તેની તરફ સૌ કોઈ આકર્ષાય જાય છે. અહીં  ઉલ્લેખનિય છે કે સિગ્નસ ઓલર તરીકે ઓળખાતું આ પક્ષી પહેલીવાર જામનગરનું મહેમાન બનતા આસપાસના લોકો પણ આ પક્ષીને નીહાળવા આવી રહ્યા છે. જામનગરના ઢીંચડા ગામે મોટી સંખ્યામાં મુક હંસ આવતા ગામનો નજારો રમણીય જોવા મળી રહ્યો છે. અહીં એ પણ જાણવું જરૂરી છે કે ઉડતા પક્ષીઓની પ્રજાતિમાં સૌથી વધુ વજન સિગ્નસ ઓલર ધરાવે છે અહીં દર વર્ષે શિયાળામાં 350 જેટલી પ્રજાતિના પક્ષીઓ આવતા હોય છે ત્યારે આ વખતે મુખ્યત્વે યુરોપમાં જોવા મળતા મુક હંસ જામનગરના મહેમાન બન્યા છે. 

ઉડતા પક્ષીઓમાં ધરાવે છે સૌથી વધુ વજન

જો વાત કરવામાં આવે તો આ પક્ષીઓ નર અને માદાનું જોડું બનાવ્યા પછી સમગ્ર જીવન સાથે જ રહેતું હોય છે, પરંતુ ક્યારેક અપવાદ પણ જોવા મળે છે. અપવાદનું મુખ્ય કારણ માળો બનાવવાની નિષ્ફળતા જવાબદાર હોય છે. તે ત્રણ થી આઠની સંખ્યામાં ઇંડા મુકે છે. સામાન્ય રીતે હંસ ઋતુઓ પ્રમાણે પોતાના રહેવાની જગ્યા બદલે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cygnus olar Migrant bird bird jamnagar જામનગર મુક હંસ યાયાવર વિદેશી પક્ષી Migrant bird

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ