બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / thailand chonburi province fire in nightclub 13 died 35 injured

દુર્ઘટના / થાઈલેન્ડની નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગતા 13ના મોત, 35 ઘાયલ, ક્લબ ભારતીય પ્રવાસીઓમાં લોકપ્રિય

Published By: Dhruv

Last Updated: 08:47 AM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઇલેન્ડની એક નાઇટ ક્લબમાં ભીષણ આગમાં 13 લોકોના મોત અને 35 લોકો ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે.

  • થાઇલેન્ડની નાઇટ ક્લબમાં લાગી ભીષણ આગ
  • આગમાં 13 લોકોના મોત અને 35 ઘાયલ
  • નાઇટ ક્લબ ભારતીય પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય

થાઇલેન્ડના ચોનબુરી વિસ્તારની એક નાઇટ ક્લબમાં આગ લાગવાથી 13 લોકોના મોત નિપજ્યાં છે અને 35 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યાં અનુસાર, સ્થાનીય સમયાનુસાર શુક્રવાર રાત્રિના રોજ આ ઘટના ઘટી હતી. જે સમયે આગ લાગી હતી તે સમયે નાઇટક્લબમાં ખૂબ ભારે સંખ્યામાં લોકો હાજર હતા. 13 લોકોમાંથી 9 પુરૂષો અને 4 મહિલાઓ સામેલ હતી. આ નાઇટ ક્લબ ભારતીય પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતી.

ઘાયલોમાં કેટલાંકની હાલત ગંભીર

પોલીસ કર્નલ વુટિપોંગ સોમજાઇએ જણાવ્યું કે, સટ્ટાહિપ જિલ્લાના માઉન્ટેન બી નાઇટ ક્લબમાં લગભગ 1:00 વાગ્યે (ગુરૂવારના રોજ 1800 GMT) આગ લાગી હતી. મોટા ભાગના નાગરિક થાઇલેન્ડના જ છે, કેટલાંક વિદેશીઓને પણ નુકસાન થયું છે. હાલમાં આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. ઘાયલોમાં કેટલાંકની હાલત ગંભીર છે.

આ અંગે અધિકારીઓએ વધુમાં જાણકારી આપતા જણાવ્યું કે, પ્રમુખ ઓનલાઇન વિક્રેતા 'ઓઝોન' ના એક ગોદામમાં આગ લાગવાના કારણે 50 હજાર વર્ગ મીટરનો એરિયા પ્રભાવિત થયો છે.

આગ બુઝાવવામાં 150 ફાયરકર્મીઓ જોડાયા હતા

મોસ્કોના ઉત્તર-પશ્ચિમમાં ઇસ્તરા શહેરની પાસે આકાશમાં કાળા ધુમાડાના મોટા ગોટેગોટા દેખાયા. રશિયાના આપાત મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગ બુઝાવવા માટે ત્રણથી વધુ ફાયર ફાઇટર હેલિકોપ્ટર સાથે 150 ફાયરકર્મીઓ જોડાયા હતા. જો કે, અધિકારીઓએ હજુ સુધી એ નથી જણાવ્યું કે, આ આગ શા કારણોસર લાગી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Thailand fire in nightclub thai nightclub fire નાઇટક્લબ ભીષણ આગ thai nightclub fire

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ