બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / tesla ceo elon musk personal fortune jumped over 25 billion dollar in one day tutd

OMG / આજ સુધી આટલા પૈસા કોઈની પાસે નથી, એક જ દિવસમાં એલન મસ્કની સંપત્તિમાં ચોંકાવનારો વધારો

Published By: Ravi

Last Updated: 03:10 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્લાના શેરમાં સોમવારે ઉછાળો આવતા પહેલી વાર કંપનીની વેલ્યુએશન એક ટ્રિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ ડોલરને પાર કર્યા છે. આમાં એલન મસ્કને સૌથી વધારે ફાયદો થયો છે.

  • ટેસ્લાના શેરમાં આવ્યો ઉછાળો 
  • હર્ટ્ઝ ટેસ્લા સાથે એક લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે ડીલ કરી 
  • એલન મસ્કની સંપતિમાં એક દિવસમાં 25.6 આરબ ડોલર એટલે કે 19.23 ટ્રિલિયન ડોલરનો વધારો

અમેરિકી અબજપતિ કારોબારી અને ઇલેક્ટ્રીક કાર કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કની સંપતિમાં એક દિવસમાં 25.6 આરબ ડોલર એટલે કે 19.23 ટ્રિલિયન ડોલરનો વધારો થયો. 

ટેસ્લાના શેરમાં સોમવારે ઉછાળો આવતા પહેલી વાર કંપનીની વેલ્યુએશન એક ટ્રિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ ડોલરને પાર કર્યા છે. આવું ત્યારે થયું કે જ્યારે કાર ભાડા પર આપતી કંપની હર્ટ્ઝ ટેસ્લા સાથે એક લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે એલાન કર્યું. 

આ ડિલથી ટેસ્લાના શેરની કિમત આસમાન પર પહોંચી અને કંપનીએ પહેલી વાર એક ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કર્યો. 

Forbes મેગેઝિનના રિયલ ટાઈમ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર, સોમવારે યુએસ શેરબજાર બંધ થવાના સમયે, મસ્કની સંપતિ શુક્રવાર સાંજે 11.4 ટકા થી વધીને 255.2 અરબ ડોલર હતી. આટલી સંપત્તિ કદાચ આજ સુધી કોઈ વ્યક્તિ પાસે રહી નથી. શેરબજારના એક જ ટ્રેડિંગ સેશનમાં તેમની સંપત્તિમાં 25.6 અબજ ડોલરનો વધારો થયો છે.

આ લિસ્ટ અનુસાર દુનિયાના ધનિક લોકોના મામલે જેફ બેજોસ 193.3 અબજ ડોલરની સાથે પાછળ છે. એક બયાન દરમિયાન આ કંપનીએ કહ્યું હતું કે 2022ના અંત સુધીમાં એક લાખ ટેસ્લા કારની ખરીદી પૂરી થઈ જશે. વધારે પડતા મોડલ 3 નાની કારના હશે. કંપની ચાર્જિંગ પોઈન્ટ માટે પોતાનું નેટવર્ક તૈયાર કરશે કેમ કે આ યુ.એસ.માં ભાડાકીય ઈવીનો સૌથી વધારે બનાવવા માંગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk tesla car tesla ceo elon musk TESLA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ