બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / terrorists attack in baramulla non local bank manager before amit shah visiting

હુમલો / ગૃહમંત્રીની મુલાકાત પહેલા જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટના, આતંકીઓએ બેંક મેનેજરને બનાવ્યો નિશાનો

MayurN

Last Updated: 03:33 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એક બિન-સ્થાનિક બેંક મેનેજરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો

  • કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંકવાદી હુમલો
  • બિન-સ્થાનિક બેંક મેનેજરને નિશાન બનાવવાનો પ્રયાસ
  • ગૃહમંત્રી અમિત શાહ આજથી જમ્મુ કાશ્મીરની મુલાકાતે

સોમવારે આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એક બિન-સ્થાનિક બેંક મેનેજરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આતંકવાદીઓના ગોળીબારમાં બેંક મેનેજર કોઈ ઈજા પહોંચ્યા વિના બચી ગયો હતો. ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ બાદ 5 ઓક્ટોબરે બારામુલ્લામાં જનસભાને સંબોધિત કરવા જઈ રહ્યા છે.

બેંક મેનેજરને બનાવ્યો નિશાનો 
જાણકારી અનુસાર આ હુમલો બારામુલ્લા જિલ્લાના ગૌશબુગ પટ્ટનમાં થયો હતો. કેટલાક શંકાસ્પદ બંદૂકધારીઓએ અહીંની જમ્મુ-કાશ્મીર ગ્રામીણ બેંકમાં કામ કરતા મેનેજર પર ગોળીબાર કર્યો હતો. બેંક મેનેજરો બિન-સ્થાનિક છે. ગોળીનો અવાજ સાંભળીને ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હુમલા બાદ તરત જ સુરક્ષાદળોએ ઘટના સ્થળે પહોંચીને આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

આગામી દિવસોમાં અમિત શાહ આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે છે. ગૃહ પ્રધાન અમિત શાહ 4 ઓક્ટોબરે રાજૌરીમાં અને 5 ઓક્ટોબરે બારામુલ્લામાં જાહેર સભાઓને સંબોધન કરશે. આ મુલાકાત માટે રાજૌરી અને બારામુલ્લામાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. દિલ્હીથી સુરક્ષા જવાનો બંને જગ્યાએ પહોંચી ગયા છે. જમ્મુમાં મોકડ્રીલ યોજીને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજોરીની ટેકરીઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ જમ્મુના કન્વેન્શન સેન્ટરમાં ભાજપના પસંદગીના નેતાઓ સાથે મુલાકાત કરશે. સાંજે જ તેઓ શ્રીનગર જશે. બુધવારે તેઓ બારામુલ્લા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં એક રેલીને સંબોધિત કરશે.

અનેક જિલ્લાઓમાં હાઈએલર્ટ
ગૃહમંત્રી અમિત શાહ સોમવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જમ્મુ પહોંચશે. જમ્મુમાં આને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરહદથી લઈને શહેર સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ જમ્મુના ટેકનિકલ એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ સીધા જ સંમેલન કેન્દ્ર પર જશે. જેને જોતા એરપોર્ટથી કન્વેન્શન સેન્ટર સુધી 7 કિલોમીટરની ત્રિજ્યામાં 15 ચેકપોઇન્ટવાળા 2000 સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દર 100 મીટર બાદ અર્ધસૈનિક દળોને પોલીસ સાથે તૈનાત કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને લખનપુરથી કાશ્મીર સુધી સીઆરપીએફ અને અર્ધલશ્કરી દળોની 100 થી વધુ કંપનીઓની વધારાની તૈનાતી કરવામાં આવી છે. ખાસ કરીને રાજૌરી અને બારામુલ્લામાં. રવિવારે સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ પણ યોજાયું હતું. એરપોર્ટથી કાફલો કન્વેન્શન સેન્ટર પર પહોંચ્યો હતો. મોકડ્રીલ દ્વારા સમગ્ર કાફલાની સુરક્ષા મજબૂત કરવામાં આવી હતી. શહેરના તમામ પોલીસ નાકા પર વધારાના સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

ગુપ્તચર વિભાગના વડાઓ પણ હાજર રહેશે
કલમ 370 નાબૂદ થયા પછી શાહની જમ્મુ-કાશ્મીરની આ ત્રીજી મુલાકાત છે. જમ્મુ પહોંચીને તેઓ તમામ સુરક્ષા એજન્સીઓના વડાઓ સાથે સુરક્ષા અંગે મનોમંથન કરશે. તેમની સાથે ગૃહ મંત્રાલય, આઈબી, રો જેવા ગુપ્તચર વિભાગના વડાઓ અને બીએસએફ, એનઆઈએ, સીઆરપીએફ, સીઆઈએસએફ જેવી એજન્સીઓ પણ હાજર રહેશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ