ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / ભાવનગરના સમાચાર / Cricket / Tempo drivers son Chetan Sakaria Rajasthan Royals IPL Auction 2021

IPL 2021 / ભાવનગરનો ચેતન ક્રિકેટ છોડવાનો હતો પરંતુ મામાએ પાર્ટ ટાઈમ કામ કરી પ્રેક્ટિસ ચાલુ રખાવી, આજે IPLમાં રૂ.1.2 કરોડ મળ્યાં

Published By: Shyam

Last Updated: 10:57 PM, 11 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી. તેની મહેનત રંગ લાવી.

ADVERTISEMENT

  • સંઘર્ષ બાદ સફળતાની કહાની
  • ટેમ્પોથી રોયલ્સ સુધીની કહાની
  • આ છે ગુજરાતના ચેતનની કહાની 

ભાવનગરના નાનકડા ગામના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાની રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદી કરી છે. આ સાથે તેને આગામી દિવસોમાં IPL રમવા માટેની તક પ્રાપ્ત થઈ છે. આ વાતની જાણ થતા ચેતનના ઘરે ખુશીનો માહોલ છે. જો કે, બીજી તરફ તેના નાના ભાઈએ થોડા સમય પહેલા આત્મહત્યા કરી હતી. જેનો એક માતમ પરિવારના લોકોના હૃદયમાં સમાયેલો છે. 

ભાવનગર જિલ્લાના વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો. પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા. પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી. તેની મહેનત રંગ લાવી.

આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બન્યો. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી હતી. ચેતનાના પિતા સામાન્ય ટેમ્પો ચાલક હતા. પરંતુ લોકડાઉનના સમયમાં આર્થિક સ્થિતિ કથળતા તેમને આ ટેમ્પો વહેંચીને મજૂરી કામ શરૂ કર્યું હતું. પરંતુ હવે ચેતન આ પરિવાર માટે રાતોરાત આધારસ્થંભ બની ગયો છે.

ચેતનાના પરિવારમાં તેઓ બે ભાઈ અને 1 બહેન છે. પરંતુ તાજેતરમાં ચેતનના નાના ભાઈએ કોઈ અકળ કારણોથી આત્મહત્યા કરી લેતા પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. ચેતન રણજી ટ્રોફી મેચ રમતો હતો. ત્યારે આ કરુંણ ઘટના બની હતી. પરંતુ તે ડિસ્ટર્બ ન થાય માટે પરિવારમાં પરત આવ્યો ત્યારે જ તેને આ વાતની જાણ કરાઈ હતી. ચેતને પોતાની હિંમત દાખવી પરિવારને પણ સંભાળ્યો હતો. જે બાદ ચેતન પરફોન્સ માટે મુંબઈ ગયો અને આખરે પસંદગીકારોનું ધ્યાન તેના તરફ ખેંચ્યું. જે બાદ 1.20 કરોડમાં રાજસ્થાનની ટીમે ખરીદી લેતા હવે ચેતનનું ભવિષ્ય ઉજ્વળ બન્યું છે.

ચેતન સાકરીયા ભાવનગરની બી.એમ હાઈસ્કૂલમાં 11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ત્યારે તે અંદર-16માં પસંદ થયો અને તેમને અભ્યાસની સાથે રમતને પણ પ્રાધાન્ય આપવાની વાત કરતા શાળાના સઁચાલકોએ પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું. ચેતન આજે એક મોટો ખેલાડી બની ગયો છે. તેમ તેની શાળાના આચાર્યનું કહેવું છે. ચેતન IPL માટે સિલેક્ટ થતા જ વરતેજ ગામના લોકોમાં પણ ખુશીનો માહોલ છે. અને હાલ ચેતના તેના ઘરે ન હોવા છતાં તેના મિત્ર વર્તુળો તેમના નિવાસ સ્થને તેના પરિવારને શુભેચ્છા આપવા ઉમટી પડ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Chetan Sakariya IPL 2021 ચેતન સાકરિયા ભાવનગર IPL 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ