બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જો તમે iPhone યુઝર છો તો થઈ જજો સાવધાન ! iCloud Scam દ્વારા હેકર્સ ચોરી શકે છે તમારો ડેટા

ખતરો / જો તમે iPhone યુઝર છો તો થઈ જજો સાવધાન ! iCloud Scam દ્વારા હેકર્સ ચોરી શકે છે તમારો ડેટા

Published By: Priyankka Triveddi

Last Updated: 02:05 PM, 15 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iCloud Scam: Apple દ્વારા યુઝર્સને એક ચેતવણી આપવામાં આવી છે. iPhone યુઝર્સને iCloud Scamથી બચવા માટે ખાસ જાણકારી આપી છે. કારણ કે સ્કેમર્સ તમારા અંગત ફોટો અને બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

iCloud Scam: હેકર્સ અને સ્કેમર્સે લોકોની વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે એક નવી રીત અપનાવી છે અને જેમાં ખાસ કરીને Apple યુઝર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ ઘણા iPhone યુઝર્સને એવા ઇમેઇલ અને મેસેજ મળ્યા છે જેમાં દાવો કરવામાં આવે છે કે તેમનું iCloud સ્ટોરેજ ભરાઈ ગયું છે અને તેઓ પોતાના પ્લાનની મર્યાદા ઓળંગી ગયા છે. આવા ફેક મેસેજમાં જણાવવામાં આવે છે કે સ્ટોરેજ ફુલ થઈ જતા ડોક્યુમેન્ટ્સ અને ફોટોસના બેકઅપ બંધ થઈ ગયા છે અને નવા ફોટા પણ ક્લાઉડ પર અપલોડ થઈ શકતા નથી. જેથી યુઝર્સમાં ગભરાટ ફેલાય છે. આ ગભરાટનો લાભ લઈને હેકર્સ તેમને નકલી લિંક્સ પર ક્લિક કરાવવા પ્રયત્ન કરે છે અને વ્યક્તિગત તથા નાણાકીય માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરે છે.

iCloud કૌભાંડથી યુઝર્સને મોટો ખતરો

ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાઇબર ગુનાખોરી પણ ઝડપથી વધી રહી છે. અને હાલ iCloud યુઝર્સને નિશાન બનાવતું એક નવું કૌભાંડ સામે આવ્યું છે. એક મીડિયા અહેવાલ મુજબ હેકર્સ વ્યક્તિગત અને નાણાકીય ડેટા ચોરી કરવા માટે નકલી ઈમેઇલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઈમેઇલ્સમાં દાવો કરવામાં આવે છે કે યુઝરનું iCloud એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે અને તાત્કાલિક અપગ્રેડ ન કરવામાં આવે તો ફોટા અને વિડીયો ડિલીટ થઈ જશે. જેથી યુઝર્સમાં ગભરાટ ફેલાય.

‘સ્ટોરેજ ફુલ’ નામે ફિશિંગ ટ્રેપ

આ કૌભાંડ ખાસ કરીને અસરકારક હોવાથી છે કારણ કે ફિશિંગ ઈમેઇલ્સ દેખાવમાં એપલની ઓફિશિયલ ચેતવણીઓ જેવી જ લાગે છે. તેમાં એક વ્યાવસાયિક રીતે ડિઝાઇન કરાયેલ “Manage Storage” બટન પણ આપવામાં આવે છે. જે પર ક્લિક કરવાથી યુઝર્સને નકલી વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. આ વેબસાઇટ સંપૂર્ણ રીતે એપલના લોગિન અથવા પેમેન્ટ પેજ જેવી દેખાય છે. જો યુઝર અહીં પોતાની Apple ID અથવા બેંક સંબંધિત ડિટેલ એન્ટર કરે છે. તો હેકર્સ તે ડેટાનો ઉપયોગ કરીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા ઓળખ ચોરી કરી શકે છે.

આ પણ વાંચો: હવે Android ફોનમાં પણ મળશે iPhone જેવું ફીચર! ગૂગલ કરવા જઇ રહ્યું છે લોન્ચ

iCloud સુરક્ષા માટે શું ધ્યાન રાખવું જોઈએ

સાયબર સુરક્ષા નિષ્ણાતો મુજબ આવા કૌભાંડથી બચવા માટે સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે iCloud સ્ટોરેજ અથવા બિલિંગ સંબંધિત કોઈપણ ઈમેઇલમાં આપવામાં આવેલી લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરવું. જો યુઝરને સ્ટોરેજ વિશે શંકા હોય તો તેને સીધું જ પોતાના iPhoneની સેટિંગ્સમાંથી ચેક કરવું જોઈએ. તેના માટે Settings ખોલીને ઉપર પોતાના નામ પર ટેપ કરીને iCloud ઓપ્શન પસંદ કરવાથી સ્ટોરેજનું સાચું સ્ટેટ્સ જોઈ શકાય છે. આ સરળ પગલાં દ્વારા યુઝર્સ ફિશિંગ હુમલાથી બચી શકે છે અને પોતાના ડેટાને સુરક્ષિત રાખી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Phishing Attack iCloud Scam Apple Security

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ