બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ટેક મસાલા / પ્લેસ્ટોર પરથી આડેધડ Apps ડાઉનલોડ કરનારા ચેતી જજો, Googleએ 300 એપ્સ હટાવી, ક્યાંક તમે તો...!

કામની વાત / પ્લેસ્ટોર પરથી આડેધડ Apps ડાઉનલોડ કરનારા ચેતી જજો, Googleએ 300 એપ્સ હટાવી, ક્યાંક તમે તો...!

Last Updated: 01:45 PM, 22 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્લે સ્ટોર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આ પ્લેટફોર્મ પરથી 300 જેટલી એપ્સ દૂર કરી દેવામાં આવી છે. પર્સનલ ડેટા ચોરી રહી રહેલી આ એપ્સ 6 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી.

ગૂગલે પ્લે સ્ટોરે તેના પ્લેટફોર્મ પરથી ડેટા ચોરી રહેલીલગભગ 300 એપ્સ દૂર કરી દીધી છે. આ એપ્સ એન્ડ્રોઇડ 13 OSની સિક્યોરિટીને બાયપાસ કરીને પર્સનલ ડેટા ચોરી રહી હતી. આ એપ્સ 6 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. તમારો ડેટા ચોરાય નહીં તે માટે યુઝર્સે શું કરવું જોઈએ અને એપ્સ ડાઉનલોડ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણીએ.

  • કેમ હતી ખતરનાક પ્લે સ્ટોર પરની એપ્સ?

કેટલીક એપ્સ Vapor નામના મોટા ફ્રોડ ઓપરેશનનો હિસ્સો હતી. તે માત્ર ડેટા જ નહતી ચોરતી પણ ફિશિંગ અટેકથી ક્રેડિટ કાર્ડની માહિતી પણ મેળવતી હતી. આ એપ્સ દ્વારા 200 મિલિયન નકલી જાહેરાત રિક્વેસ્ટ જનરેટ કરી હતી, જેનાથી યુઝર્સ અને એડદાતાઓને નુકસાન થયું હતું.

  • આ એપ્સે યુઝર્સને કેવી રીતે છેતર્યા?
    આ મેલિશિયસ એપ્સ હેલ્થ એપ્સ, ટ્રેકિંગ એપ્સ, QR સ્કેનર્સ અને વોલપેપર એપ્સના રૂપમાં છુપાઈ હતી. આ ફોનમાં છુપાઈ શકતી હતી, નામ બદલી શકતી હતી અને  બેકગ્રાઉન્ડમાં વગર ઈન્ટરેક્શન ચાલતી હતી.  પૃષ્ઠભૂમિમાં ચાલી શકે છે. કેટલાકે તો ફુલ-સ્ક્રીન જાહેરાતો પણ બતાવી હતી, જેના કારણે તેને ડિટેક્ટ કરવી મુશ્કેલ હતી.
  • સ્માર્ટફોન યુઝર્સે શું કરવું?
    જો તમારી પાસે એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમવાળો ફોન હોય તો તેને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો. તે તમારો ડેટા સુરક્ષિત રાખશે. યુઝર્સે તેમની ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનો તપાસવી જોઈએ અને શંકાસ્પદ એપ્લિકેશનો દૂર કરવી જોઈએ.
  • એપ્સ ડાઉનલોડ કરતી વખતે રહો સુરક્ષિત

ફ્રોડના જોખમોથી બચવા માટે હંમેશા વિશ્વસનીય ડેવલપર્સ પાસેથી એપ્સ ડાઉનલોડ કરો, રિવ્યૂ વાંચો અને ઇન્સ્ટોલેશન પહેલાં એપ પરમિશન ચેક કરો. ગૂગલની તાજેતરની કાર્યવાહી છેતરપિંડીવાળી એપ્લિકેશનોના વધતા જોખમને દર્શાવે છે તેથી નવી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરતી વખતે સાવધાન રહેવું જરૂરી છે.

વધુ વાંચો : Gmailમાં આવી રહ્યું છે સૌથી મોટું અપડેટ, હવે આ કામ બનશે સરળ

ઉલ્લેખનીય છે કે, ગૂગલે જીમેલ માટે એક નવું અપગ્રેડ બહાર પાડ્યું છે. તેનાથી યુઝર્સને મહત્વના ઇમેઇલ સરળતાથી શોધવામાં મદદ મળશે. 'Most Relevant' નામનું આ સર્ચ રિઝલ્ટ સૉર્ટિંગ ફીચર AI નો ઉપયોગ કરે છે, જે જરૂરી ઈ મેઈલને સૌથી ઉપર બતાવે છે અને જૂના ક્રોનોલોજિકલ ઓર્ડરને હટાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Removed Apps Stealing Data Play Store
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ