બ્રેકિંગ ન્યુઝ
૨૦૨૧માં ભારતીય ટીમ નોન-સ્ટોપ ક્રિકેટ રમશે. જાન્યુઆરીમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે બાકીની બે ટેસ્ટ રમશે. ત્યાર બાદ ભારતીય ટીમ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની યજમાની કરશે. આજે અહીં નજર કરીએ ૨૦૨૧માં ભારતીય ક્રિકેટ ટીમના કાર્યક્રમ પર.
ADVERTISEMENT
જાન્યુઆરી
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની શ્રેણીની બાકી બચેલી બે ટેસ્ટ રમશે. ૨૦૨૧માં ભારત પોતાની પ્રથમ ટેસ્ટ તા. ૭ જાન્યુઆરીએ સિડનીમાં રમશે, જે બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ત્રીજી ટેસ્ટ હશે. ત્યાર બાદ ૧૫ જાન્યુઆરીથી ટીમ ઇન્ડિયા બ્રિસબેનમાં શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ રમશે. આ બે ટેસ્ટ મેચ સાથે જ ભારતનાે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો થશે.
ADVERTISEMENT
ફેબ્રુઆરી-માર્ચ
ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. ઈંગ્લેન્ડ ભારતની ધરતી પર ચાર ટેસ્ટ, પાંચ ટી-૨૦ મેચ અને ત્રણ વન ડે મેચની શ્રેણી રમશે. તા. ૫ ફેબ્રુઆરીથી ૨૮ માર્ચ દરમિયાન ભારત ઈંગ્લેન્ડની ટીમની યજમાની કરશે. ઈંગ્લેન્ડના ભારત પ્રવાસની શરૂઆત તા. ૫ ફેબ્રુઆરીએ ચેન્નઈ ખાતે પ્રથમ ટેસ્ટ સાથે થશે. બીજી ટેસ્ટ ૧૩ ફેબ્રુઆરીથી ચેન્નઈમાં જ રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ ૨૪ ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ પણ મોટેરામાં જ તા. ૪ માર્ચથી શરૂ થશે. ત્યાર બાદ ૧૨, ૧૪, ૧૬, ૧૮ અને ૨૦ માર્ચે પાંચ ટી-૨૦ મેચ રમાશે. જ્યારે ૨૩, ૨૬ અને ૨૮ માર્ચે ત્રણ વન ડે મેચ રમાશે.
ADVERTISEMENT
એપ્રિલ-મે
સૂત્રોની વાત માનવામાં આવે તો એપ્રિલ અને મે મહિનામાં IPLની ૧૪મી સિઝનનું આયોજન થઈ શકે છે. કોરોનાને કારણે ભલે IPL 2020નું આયોજન UAEમાં થયું હતું, પરંતુ BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અગાઉ જ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે IPL 2021નું આયોજન ભારતમાં જ થશે.
ADVERTISEMENT
જૂન-જુલાઈ
IPL પૂરી થયા બાદ ટીમ ઇન્ડિયા શ્રીલંકા જવા રવાના થશે. શ્રીલંકાના આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ પાંચ મેચની ટી-૨૦ શ્રેણી અને ત્રણ મેચની વન ડે શ્રેણી રમશે. જોકે હજુ આ મેચની તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. શ્રીલંકા સામેની દ્વિપક્ષી શ્રેણી બાદ ટીમ ઇન્ડિયા શ્રીલંકામાં જ રોકાશે, કારણ કે શ્રીલંકામાં જ 2021નો એશિયા કપ રમાવાનો છે. જુલાઈ 2021માં એશિયા કપનું આયોજન થવાનું છે, જેમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ ભાગ લેશે.
ADVERTISEMENT
ઓગસ્ટ-સપ્ટેમ્બર
ઓગસ્ટમાં ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેમાં કયા ફોર્મેટની શ્રેણી રમવાની છે. ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ઈંગ્લેન્ડમાં ભારત પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.
ADVERTISEMENT
ઓક્ટોબર-નવેમ્બર
ઓક્ટોબરમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. 2021ના T-20 વિશ્વકપ પહેલાં ભારત પોતાના ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે લિમિટેડ ઓવરની શ્રેણી રમશે. જોકે હજુ સુધી આ શ્રેણીનો કાર્યક્રમ જાહેર થયો નથી. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી બાદ 2021ના T-20 વિશ્વકપની યજમાની ભારતને જ મળી છે. આ વિશ્વકપ નવેમ્બર સુધી ચાલશે. T-20 વિશ્વકપ પૂરો થયા બાદ નવેમ્બરમાં જ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચ અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી રમાશે.
ડિસેમ્બર
વર્ષના અંતમાં ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. દક્ષિણ આફ્રિકામાં ટીમ ઇન્ડિયા ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી અને ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી રમશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.