બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:57 PM, 5 October 2025
ભારતની સામે પાકિસ્તાન સામે 88 રનથી જીત
ADVERTISEMENT
ભારતે મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 88 રનથી હરાવીને પોતાનું અભિયાન ચાલુ રાખ્યું. રવિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 247 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 43 ઓવરમાં માત્ર ૧૫૯ રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી ક્રાંતિ ગૌર અને દીપ્તિ શર્માએ આ મેચમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી, જ્યારે સ્નેહ રાણાને બે સફળતા મળી.
મહિલા વર્લ્ડ કપ મેચમાં ભારતે પાકિસ્તાન માટે 248 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતનો દાવ 50 ઓવરમાં 247 રનમાં ઓલઆઉટ થઈ ગયો. આ મેચમાં ભારતની બેટિંગ ખૂબ પ્રભાવશાળી નહોતી, અને કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહીં. ભારત તરફથી હરલીન દેઓલે સૌથી વધુ 46 રન બનાવ્યા. તેને 65 બોલની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યો.
ADVERTISEMENT
હરલીન ઉપરાંત, જેમીમા રોડ્રિગ્સે 32, પ્રતિકા રાવલ 31, સ્મૃતિ મંધાના 23, દીપ્તિ શર્મા 25, સ્નેહ રાણા 20, કેપ્ટન હરમનપ્રીત કૌર 19, ક્રાંતિ ગૌર 8 અને શ્રી ચર્ની 1 રન બનાવ્યા. રિચા ઘોષ 20 બોલમાં 35 રન બનાવી અણનમ રહી, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન તરફથી ડાયના બેગે ચાર વિકેટ લીધી, જ્યારે સાદિયા ઇકબાલ અને કેપ્ટન ફાતિમા સનાએ બે-બે વિકેટ લીધી. રમીન શમીમ અને નશરા સંધુએ એક-એક વિકેટ લીધી.
ભારત સામેની મહિલા ODI વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે આ મેચ માટે તેમના પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે જાહેરાત કરી કે અમનજોત કૌર બીમાર છે અને આજની મેચ રમી શકશે નહીં, અને તેના સ્થાને રેણુકા સિંહનું નામ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT

બંને ટીમોની પ્લઈંગ 11
ADVERTISEMENT
ભારત: પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચર્ની.
વધુ વાંચો: VIDEO: આઉટ કે નોટ આઉટ? ભારત-પાક મેચમાં અમ્પાયર સાથે તડાફડી, મેચ અટકી
ADVERTISEMENT
પાકિસ્તાનઃ મુનીબા અલી, સદાફ શમ્સ, સિદરા અમીન, રમીન શમીમ, આલિયા રિયાઝ, સિદ્રા નવાઝ (વિકેટકીપર), ફાતિમા સના (કેપ્ટન), નતાલિયા પરવેઝ, ડાયના બેગ, નશરા સંધુ, સાદિયા ઈકબાલ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.