બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / team india batsmen rishabh pant home fencing with rode by indian railways

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીના ઘર પર દબાણની કાર્યવાહી શરૂ, તંત્રએ જુઓ કેવા એક્શન લીધા

MayurN

Last Updated: 12:50 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમનો સૌથી યુવા ખેલાડી રિષભ પંતના ઘરની સામે રેલ્વે દ્વારા દબાણ દુર કરવા માટે થાંભલાઓ ખોળવામાં આવ્યા

  • રિષભ પંતના બહારની સામે થાંભલાઓ ખોળ્યા
  • રેલવે દ્વારા દબાણ દુર કરવા માટે કાર્યવાહી કરી હતી
  • પંત ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર છે

ભારતીય ટીમનો સૌથી યુવા ખેલાડી રિષભ પંત પોતાની વિસ્ફોટક બેટિંગના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે લાઈમલાઈટમાં આવવાનું કારણ તેની બેટિંગ કે ખરાબ ફોર્મ નથી. તેના બદલે તે તેમનું ઘર છે. ઉત્તરાખંડના રૂડકીમાં, રેલ્વે તેની જમીનને અતિક્રમણ(દબાણ)થી મુક્ત કરવાના અભિયાનમાં વ્યસ્ત છે. જેની પકડમાં ભારતીય ખેલાડીનું ઘર પણ આવી ગયું છે.

રેલવે પ્રશાસને ઋષભ પંતના ઘરની સામે પિલર લગાવ્યા
ભારતમાં અતિક્રમણની સમસ્યા કોઈ એક રાજ્યની નથી. આ સમસ્યા સમગ્ર ભારતમાં એકસરખી રહી. જેના માટે રાજ્ય સરકારો સમયાંતરે કાર્યવાહી કરતી રહે છે. તે જ સમયે, ઉત્તરાખંડના રૂડકીમાં, રેલ્વે તેની જમીનને અતિક્રમણથી મુક્ત કરવાના અભિયાનમાં વ્યસ્ત છે.

ઘરની સામે થાંભલાઓ ખોળ્યા
તે ઘરોની સામે થાંભલાઓ લગાવી રહી છે. જેના ઘરની આગળ વધતા અતિક્રમણને અંકુશમાં લઈ શકાય છે. તે જ સમયે, ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય ઋષભ પંતનું ઘર પણ તે ઘરોમાં સામેલ છે જેની બહાર પિલરની લાઈન થઇ ગઈ છે. જોકે પ્રશાસને રાષ્ટ્રીય ખેલાડી સાથે આવું વર્તન ન કરવું જોઈએ. કારણ કે પંત પોતે ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર છે જે લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. 

ઋષભ પંત બ્રાન્ડ એમ્બેસેડર છે
ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી રિષભ પંતને ઉત્તરાખંડ સરકારે થોડા મહિના પહેલા જ બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યો હતો. આ માહિતી સીએમ પુષ્કર સિંહ ધામીએ પોતે ટ્વીટ કરીને આપી હતી. રાજ્યમાં યુવાનોને રમતગમત અને જન આરોગ્ય પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ઋષભ પંતને બ્રાન્ડ એમ્બેસેડરની પદવી આપવામાં આવી હતી, આવી સ્થિતિમાં રેલવેની કાર્યવાહીથી વહીવટીતંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. રેલવે પ્રશાસને ટીમ ઈન્ડિયાના ખેલાડીના ઘરની બહાર થાંભલાઓ ખોડવા જોઈએ કે નહીં? જોકે, આ ઘટના પર પંત કે તેના પરિવારની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Indian Railway Rishbh Pant Team India Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ