ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Teacher commits black crime in Gondal: Act against nature with minor student, 15 days later papalila pot explodes
Last Updated: 08:21 PM, 17 July 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
ગોંડલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાં બની છે. જેમાં શિક્ષકે સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું આચર્યું હતું. ત્યારે ગોંડલ બસ સ્ટેશન નજીકનાં ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શિક્ષક દ્વારા પાપલીલા આચરી હતી. કૃત્ય આચર્યા બાદ શિક્ષક દ્વારા અવાર નવાર સગીરને ધમકી પણ આપવામાં આવતી હતી. આ બાબતે સગીર દ્વારા પરિવારજનોને જાણ કરતા 15 દિવસ બાદ શિક્ષક વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપી શિક્ષકને ઝડપી પાડ્યો હતો.
ADVERTISEMENT
અમદાવાદમાં પણ શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું
બે દિવસ પહેલા જ અમદાવાદનાં દાણીલીમડા ચાર રસ્તા પાસે રહેતો સુનીલ પરમાર તેના જ ઘરમાં ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો. સુનીલ પરમારના ટયુશનના આવતી એક સગીરવયની વિદ્યાર્થીની પર સુનિલે બળાત્કાર ગુજાર્યો હતો. જૂન 2022 થી એપ્રિલ 2023 સુધી સગીરા સુનીલ પરમારના ટયુશનના જતી હતી તે દરમ્યાન સુનીલ આ સગીરાને ટયુશનના સમય કરતાં વધુ સમય ધરે રોકી રાખતો હતો. જે બાદ સગીરા ને ધાક ધમકીઓ આપી તેના પર અનેક વખત બળાત્કાર પણ ગુજાર્યો હતો. જોકે સગીરાએ સુનિલે ટ્યુશન ક્લાસ છોડાવી લીધા બાદ પણ સુનિલે તેનો પીછો મૂકતો નો હતો અને સગીરાને લવ લેટર લખતો હતો. આ ઉપરાંત સગીરા જ્યારે ઘરે થી સ્કૂલે જાય ત્યારે પણ તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો. જે બાબતે સગીરાએ શિક્ષક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.