બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Tathya Patel broken the law of over speeding the car for 25 times in last one month
ADVERTISEMENT
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આરોપી તથ્ય પટેલ પહેલાથી જ કારને સ્પીડમાં ચલાવતો હતો. છેલ્લા એક મહિનામાં તથ્યએ 25 વખત સ્પીડ લિમિટનાં નિયમ તોડ્યા હતાં. પરંતુ નવાઈની વાત તો એ છે કે 25 વખત નિયમ તોડ્યા છતાં એક પણ વખત તેના નામે ચલાન કપાયું નહોતું. હાઈવે પર સ્પીડ ટ્રેકર લાગ્યાં હોવા છતાં તથ્ય જેવા નબીરાઓ કાયદાનું ઉલ્લંઘન કરતાં રહે છે જેમાં બદનસીબે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે.
UKથી આવેલા રિપોર્ટે તથ્યની પોલ ખોલી#gujaratnews #ahmedabadnews #gujarataccident #TathyaPatel #ahmedabadaccident #IsconBridgeAccident #Overspeed #vtvcard #UK #VTVGujarati pic.twitter.com/Eik6Ea76fs
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 25, 2023
ADVERTISEMENT
સિગ્નલ તોડવાનો એક્સપર્ટ હતો તથ્ય
માહિતી અનુસાર તથ્યએ છેલ્લાં એક મહિનામાં 5 વખત રેડલાઈટ સિગ્નલ તોડ્યું હતું. સિગ્નલ તોડ્યું હોય કે ઓવર સ્પીડીંગ- તથ્યના નામે એકપણ વખત મેમો કપાયો નથી. તથ્યએ એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ અને એસ.પી રીંગ રોડ પર સ્પીડમાં કાર ચલાવતો હતો અને અંતે તેણે ઈસ્કોન બ્રિજ પર 9 લોકોનો જીવ એક જ સેકન્ડમાં લઈ લીધો.
ADVERTISEMENT
કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું આવ્યું સામે
પોલીસે તથ્ય વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા છે. તથ્ય વિરુદ્ધ પોલીસે એકત્ર કરેલ પુરાવાઓમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ છે. FSLના રિપોર્ટમાં અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રોડ પર પૂરતું વિઝિબ્લિટી વિઝન હોવાનું અને કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
હવે બચી નહીં શકે તથ્ય પટેલ#gujaratnews #ahmedabadnews #gujarataccident #TathyaPatel #ahmedabadaccident #IsconBridgeAccident #Overspeed #vtvcard #UK #VTVGujarati pic.twitter.com/qD88t25aUe
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 25, 2023
ADVERTISEMENT
17 સાક્ષીઓની લેવાઈ જુબાની
આ ઉપરાંત આ કેસમાં અત્યાર સુધીમાં 17 સાક્ષીઓની જુબાની લેવાઈ છે. કોલ ડિટેઈલમાં તથ્ય પટેલની અકસ્માત સ્થળે હાજરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત DNA રિપોર્ટમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે ડ્રાઇવિંગ સીટ પર તથ્ય જ હતો. પોલીસે FSLએ કરેલા રિકન્સ્ટ્રકશનનાં પુરાવા પણ ચાર્જશીટમાં મુક્યા છે. સાથે જ સિંધુભવન રોડ પર અને શીલજ પાસે તથ્યએ સર્જેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કરાયો છે.
ADVERTISEMENT
બુધવારે રાત્રે શું બની હતી ઘટના?
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સાથે જ યુવક સાથે કારમાં સવાર અન્ય યુવક-યુવતીઓની પણ પોલીસે અટકાયત કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.