ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Tata Group now focuses on fitness startup Curefit

વાહ / ટાટા ગ્રુપનો આ બિઝનેસમાં આવવાનો 'માસ્ટર પ્લાન', રિલાયન્સ સહિતની દિગ્ગજ કંપનીઓને મળશે જોરદાર ટક્કર

Published By: Arohi

Last Updated: 01:23 PM, 27 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગબાસ્કેટ અને ઓનલાઈન ફાર્મસી 1MGમાં મેજ્યોરિટી સ્ટેક લીધા બાદ ટાટાગ્રુપની નજર હવે ફિટનેસ સ્ટાર્ટઅપ ક્યોરફિટ પર છે.

ADVERTISEMENT

  • ટાટા ગ્રુપની નજર હવે ફિટનેસ સ્ટાર્ટઅપ ક્યોરફિટ પર 
  • ટાટાગ્રુપના Curefitના ફાઉન્ડર મુકેશ બંસલ સાથે વાતચીત ચાલી રહી છે 
  • રિલાયન્સ અને એમેઝોનને ટક્કર આપામાં મહત્વની ભૂમિકા 

દેશના સૌથી મોટા ધનવાનોમાંથી એક મુકેશ અંબાણીને રીટેલ સેક્ટરમાં કાંટાની ટક્કર આપવા માટે હવે ટાટા ગ્રુપે નવો પ્લાન બનાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા ગ્રુપની Curefitના ફાઉન્ડર મુકેશ ભંસલ સાથે વાત ચાલી રહી છે. તેમને ટાટાના આ નવા બિઝનેસ માટે ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. બંસલ ઓનલાઈન ફેશન રિટેલર મિંત્રાના કો-ફાઉન્ડર પણ છે. પાછલા 5 વર્ષથી તે Curefitની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે ફ્લિપકાર્ટના સીનિયર એઝ્યુક્યુટિવ અંકિત નાગોરીની સાથે આ બેંચર લોન્ચ કરી હતી. એક સૂત્રએ માહિતી આપી છે કે બંસલને ટાટા ના આ નવા બિઝનેસમાં ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે હજુ આ મામલે ફાઈનલ વાતચીત નથી થઈ અને તેમની શરતો બદલાઈ પણ શકે છે. 

શા માટે બંસલને જ આપવામાં આવી રહી છે આટલી મોટી જવાબદારી? 
Curefitલે હાલમાં જ પોતાને Cult.Fit નામ સાથે રિબ્રાન્ડ કર્યું છે. આ સ્ટાર્ટઅપ અત્યાર સુધી 41.8 અરબ ડોલરની કમાણી કરી ચુકી છે અને તેનું પાછલું વેલ્યુએશન લગભગ 80 કરોડ ડોલર હતું. જેના રોકાણ રોકાણ કારોમાં Temasek, Acce અને Kalaari Capital જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. એક સૂત્રોના જણાવ્યા અનુસાર દેશના એક જાણીતા બિઝનેસમેનન સાથે હાથ મિલાવવો ટાટા ગ્રુપ માટે એક મોટુ પગલું હશે. ત્યાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એમેઝોન અને વોલમાર્ટની કંપની ફિલ્પકાર્ટ વિરૂદ્ધની હરીફાઈમાં આ એક મોટુ પગલું સાબિત થઈ શકે છે. 

સુપર એપ લોન્ચ કરવાની યોજના 
હવે ટાટા ગ્રુપની નજર ફિટનેસ સ્ટાર્ટઅપ ક્યોરફિટ પર છે. ટાટા સન્સના પ્રવક્તાએ કહ્યું કે કંપની આ વિશે કોઈ ટિપ્પણી નથી કરવા માંગતી કે જ્યારે બંસલે હજુ સુધી ઈ-મેલનો કોઈ જવાબ નથી આપ્યો. ટાટા સન્સની કંપની ટાટા ડિજિટલને બિગબાસ્કેટમાં 64 ટકા ભાગીદારી ખરીદવા માટે ગયા મહિને મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે ઝડપથી વધી રહેલા ઓનલાઈન ગ્રોસરી સેગમેન્ટમાં દિગ્ગજ કંપનીઓની ટક્કર થઈ શકે છે. પોતાના ડિજિટલ બિઝનેસને એક પ્લેટફોર્મની નીચે લાવવા માટે એક સુપર એપ લોન્ચ કરવાની ટાટા ગ્રુપની યોજના છે.

ટાટાની આ સેક્ટર માટે મોટી યોજના
જે ગ્રોસરી ઈ-કોમર્સ પર મોટો દાવ રમવાની સાથે સાથે ટાટા ગ્રુપ હેલ્થકેર અને ફિટનેસમાં પણ રોકાણ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તે 1mgમાં 55 ટકા ભાગીદારી ખરીદી શકે છે. Curefit સાથે થઈ રહેલી વાતચીત આ વાતનો પુરાવો છે કે ટાટાની આ સેક્ટર માટે કેટલી મોટી યોજના છે. એક ખબર અનુસાર ટાટા ગ્રુપે ટાટા કેપિટલની ઓફિશયલ શેર કેપિટલ 1,000 કરોડ રૂપિયાથી વધીને 11,000 કરોડ રૂપિયા કરી દીધી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ratan Tata Tata Group ટાટા ગ્રુપ રતન ટાટા Ratan Tata

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ