ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / taliban claim to capture kandahar afghanistan second largest city united states will send troops to evacuate his personnel

Big News / તાલિબાને એવા શહેર પર કબજો કર્યો કે અમેરિકા પણ ફફડ્યું, કહ્યું અમારી એમ્બેસીને છોડી દો

Published By: Premal

Last Updated: 12:47 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર ફરી એક વખત વધી રહ્યો છે. હવે તાલિબાનોએ દાવો કર્યો છે કે, અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર તેઓએ પ્રભુત્વ જમાવી લીધુ છે.

ADVERTISEMENT

  • અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર તાલિબાનોનું પ્રભુત્વ
  • થોડા દિવસોમાં રાજધાની કાબુલ પર કબજો કરી શકે છે તાલિબાન
  • અમેરિકા કાબુલમાં 3000 સૈનિકો મોકલશે

'તાલિબાનોએ કંધાર પર સંપૂર્ણ વિજય મેળવ્યો'
જો ખરેખર તાલિબાનોનો દાવો સાચો છે તો અફઘાનિસ્તાનના સરકારના હાથમાં હવે ફક્ત રાજધાની કાબુલ અને અમુક નાના-મોટા ક્ષેત્રો બચશે. એક સ્થાનિક રહેવાસીના દાવાના આધારે એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તાલિબાનના એક પ્રવક્તાએ કોઈ સત્તાવાર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યુ, કંધાર પર સંપૂર્ણ રીતે વિજય મેળવી લીધો છે. મુજાહિદ્દીન શહેરમાં શહીદ ચોક પર પહોંચી ગયા છે. તાલિબાનોએ એક અઠવાડિયામાં અફઘાનિસ્તાનના 34 રાજ્યોની રાજધાનીમાંથી 11 પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધુ છે.

રાજધાની કાબુલ પર પ્રભુત્વ જમાવી શકે છે અફઘાનિસ્તાન
તાલિબાનના આતંકવાદીઓએ કાબુલથી લગભગ 150 કિમીના અંતરે સ્થિત ગજની અને ઈરાન સરહદ પાસે સ્થિત હેરાત પર પહેલાથી જ કબજો જમાવ્યો છે. એવામાં મનાઈ રહ્યું છે કે આતંકવાદી હવે ગમે ત્યારે કાબુલ પર હુમલો કરી શકે છે. અફઘાનિસ્તાનની રાજધાની પર તાલિબાનોના પ્રભુત્વ બાદ અશરફ ગની સરકારનું પતન થઈ જશે. અમેરિકન સેનાએ પણ આશંકા વ્યક્ત કરી છે કે તાલિબાની આતંકવાદી 30 થી 90 દિવસની અંદર કાબુલ પર સત્તા પ્રાપ્ત કરી શકે છે.

તાલિબાનોના આધિપત્યથી અમેરિકા પણ આઘાતમાં
અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના વધી રહેલા આધિપત્યથી અમેરિકાને પણ આઘાત લાગ્યો છે. કતારની રાજધાની દોહામાં જાહેર વાર્તા દરમ્યાન અમેરિકન અધિકારીઓએ તાલિબાન સાથે લડાઈ દરમ્યાન પોતાની એમ્બેસીને છોડવાનું કહ્યું હતુ. તેમણે કહ્યું કે, અમે તાલિબાનીઓ સાથે કાબુલ પર હુમલા દરમ્યાન અમારી એમ્બેસીની સુરક્ષાના આશ્વાસનની માંગ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, અમે આશ્વાસન માંગીએ છીએ કે તાલિબાનો કાબુલમાં અમેરિકન એમ્બેસીને કોઈ નુકસાન પહોંચાડે નહીં.

3000 સૈનિકો મોકલશે અમેરિકા
અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા કાબુલમાં એમ્બેસીમાંથી અમુક વધારે કર્મચારીઓને પાછા લાવવા માટે વધુ સૈનિક મોકલવાની છે. પેન્ટાગનના પ્રેસ સચિવ જોન કિર્બીએ જાહેરાત કરી છે કે અમેરિકન સંરક્ષણ વિભાગ કાબુલથી એમ્બેસીના કર્મચારીઓને કાઢવા માટે અફઘાનિસ્તાનમાં સેના મોકલશે. તેમણે કહ્યું કે, આગામી 24-28 કલાકમાં કાબુલ હવાઈ એરપોર્ટ પર ત્રણ બટાલિયનોને ટ્રાન્સફર કરવામાં આવશે. આ લગભગ 3000 સૈનિક છે. બ્રિટન પણ ત્યાં પોતાના સૈનિકો મોકલી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

America afghanistan kandhar taliban attack taliban terror World

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ